મળી ગયો છે વર્ષો જૂની કબજિયાતને દુર કરવાનો રામબાણ ઈલાજ… માત્ર અપનાવો આ 1 ઉપચાર…મળત્યાગને સરળ બનાવી પેટને રાખશે એકદમ સાફ અને સ્વસ્થ…

મિત્રો આજની ખાણીપીણી અને સુસ્ત જીવન શૈલીને કારણે કબજિયાત એક ગંભીર સમસ્યા બની ગઈ છે. મિત્રો શિયાળાની ઋતુમાં ખાવાની આદત સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તલ, મગફળી, મકાઈ, બાજરી અને અન્ય ઘણા ગરમ ખોરાક ખાવાથી અને ઓછું પાણી પીવાથી આપણા પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. ઓછું પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

મોટાભાગના લોકો કબજિયાત અને તેના ગંભીર લક્ષણોથી પીડાય છે. કબજિયાત જેવી સમસ્યાને લોકો ગંભીરતાથી નથી લેતા અને તે જ કારણે લાંબા સમયે બવાસીર, સ્થૂળતા, થાક અને કમજોરી જેવી અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કબજિયાત દૂર કરવાના આયુર્વેદિક ઉપાય:- આયુર્વેદિક ડોક્ટરનું કહેવું છે કે તેમને દર્દીઓ ફરિયાદ કરે છે કે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છતાં તેમનું વજન ઓછું નથી થતું. કોઈપણ કારણ વગર સતત માથાનો દુખાવો રહે છે, ખીલ ઓછા ન થવા, વગેરે  કબજિયાતની નિશાની છે. કબજિયાત ન કેવળ અનેક બીમારીઓનું લક્ષણ છે પરંતુ અસંતુલિત ભૂખ નો પણ સંકેત છે જેમ કે તમે જાણો છો કે આયુર્વેદ પ્રમાણે દરેક રોગો અસંતુલિત અગ્નિના કારણે થાય છે.કબજિયાત શું છે?:-  જ્યારે તમારા મળનો નિકાલ ન થતો હોય, મળ સખત થઈ જાય, મળ ત્યાગ કરવામાં મુશ્કેલી અનુભવાય, મળ થોડોક જ નીકળે. આવી સ્થિતિને કબજિયાત કહેવાય છે. મળનું નીકળવું જરૂરી છે કારણ કે તેમાં દરેક પ્રકારના બેક્ટેરિયા હોય છે અને તે પાસ ન થવાથી પેટ અને આંતરડામાં ઝેરીલા તત્વો જમા થવા લાગે છે. 

કબજિયાત અને આયુર્વેદ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદમાં કબજિયાત થવાનો મતલબ છે કે અગ્નિમાં ક્યાંક ને ક્યાંક ગડબડ છે. જો એક દિવસ પણ તમારો મળ પાસ ન થયો હોય તો પણ આ તમારા પેટ અને આંતરડા માટે નુકસાનદાયક છે. પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે કબજિયાતથી રાહત મેળવવી ખૂબ જ જરૂરી છે.

1) કબજિયાત નો કાયમી ઈલાજ સૂકા આલુ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રાત્રે સુતા પહેલા પાંચ થી છ સૂકા આલુને પાણીમાં પલાળી દો સવારમાં ઊઠીને સૌથી પહેલા ખાલી પેટે તેને ખાવ અને બચેલું પાણી પી લો. આમ કરવાથી તમને ફાયદો થશે.2) ખૂબ પાણી પીવો:- કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે તમારે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ. તમારે દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ આ તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

3) એક્સરસાઇઝ કરો:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દરરોજ એક્સરસાઇઝ કરવી એ ન કેવળ કબજિયાતથી રાહત મેળવવાની એક સારી રીત છે પરંતુ ભૂખને શાંત રાખવાનો પણ એક સારો ઉપાય છે. તેનાથી પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવામાં મદદ મળે છે.

4) દૂધ અને ઘી નું સેવન:- ભોજનમાં ઘી અને ગોળ ફેટને શામેલ કરવાથી કબજિયાતમાંથી રાહત મેળવવાનો એક સારો ઉપાય છે. તમારે દરરોજ સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી ઘી નાખીને પીવું જોઈએ.5) સુકુ આદુ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સૂકુ આદુ લેક્સેટિવ (Laxatives) ની જેમ કામ કરે છે. દરરોજ સવારમાં એક ગ્લાસ સુકુ આદુ વાળું ગરમ પાણી પીવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે 

6) ગરમ પાણી પીવો:- શિયાળાની ઋતુમાં કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે અડધો અથવા એક ગ્લાસ નવશેકું પાણી પીવો. સવારે ઊઠીને હુંફાળું પાણી પીવાથી તમારું પેટ સાફ રહેશે અને પાચનક્રિયા સુધારવામાં પણ મદદ મળશે.

7) જીરું અને અજમાનું સેવન:- અજમા અને જીરુંના પોષક તત્વો પાચન સંબંધી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા અજમા અને જીરાને ધીમી આંચ પર શેકીને પીસી લો. આ મિશ્રણમાં થોડું કાળું મીઠું ઉમેરો. આ પાઉડર દરરોજ લગભગ અડધી ચમચી ગરમ પાણી સાથે પીવો. જીરું અને અજમાનું નિયમિત સેવન કરવાથી પેટમાં દુખાવો, કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓથી રાહત મળે છે.8) ત્રિફળા ચૂર્ણ:- ત્રિફળા ચૂર્ણ કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. ત્રિફળા પર થયેલા સંશોધનમાં સામે આવ્યું છે કે તેનું નિયમિત સેવન કરવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે 5 ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ રાત્રે જમ્યા પછી હુંફાળા પાણી સાથે લઈ શકો છો.

9) લીલા પાંદડાવાળા શાકભાજી:- લીલા પાંદડાવાળા શાકભાજીના પોષક તત્વો યોગ્ય પાચનમાં મદદ કરે છે. આ સિવાય તે શરીરને ઘણા પોષક તત્વો પ્રદાન કરે છે, જેના કારણે શરીરને ઉર્જા અને ગરમી મળે છે. શિયાળામાં મળતા શાકભાજી જેમ કે પાલક, મેથી, બથુઆમાં ફાઈબર મળી આવે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી.જો તમે પણ પેટની સમસ્યાઓ કે કબજીયાતથી પરેશાન થઇ ગયા હોય તો અહીંયા જણાવેલ ઉપાયો અજમાવી શકો છો અને રાહત મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment