દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…

મિત્રો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે વિશ્વમાં 42.2 કરોડ થી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 15 લાખ લોકોના મૃત્યુ દર વર્ષે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ડાયાબિટીસ ના કારણે થાય છે. ચિંતા ની વાત એ છે કે ડાયાબિટીસ પીડિત લોકોમાં ભારત સૌથી આગળ છે. ભારતમાં સૌથી વધારે લગભગ 8 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે.

એવું અનુમાન છે કે 2045 સુધી 13.5 કરોડ લોકો ડાયાબિટીક હશે. તેથી ભારતને ડાયાબેટિક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવવા લાગ્યું. તેથી ડાયાબિટીસ પર નિયંત્રણ લાવવું જરૂરી છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે આયુર્વેદમાં અનેક પ્રકારની જડીબુટ્ટીઓથી ઇલાજ કરવામાં આવે છે. બારમાસી ના ફૂલ માંથી બનાવેલું જ્યુસ આમાંથી જ એક છે. એક સંશોધનમાં પણ કહેવામાં આવ્યું છે કે ડાયાબિટીસના ફૂલના પાનના જ્યુસ થી બ્લડ સુગર ઘટે છે. બારમાસી ના ફૂલ ને કેથેરૈન્થસ રોસિયસ (Catharanthus roseus) કહેવાય છે.હવે આપણે સૌ જાણીએ છીએ કે ટાઈપ 2 ડાયાબિટીસ લાઈફ સ્ટાઈલ થી સંબંધિત બીમારી છે એટલે કે આપણે આપણા શરીરથી વધારે કામ નથી લેતા. હલનચલન ઓછું કરીએ છીએ. એક પ્રકારે શરીરને શિથિલ બનાવી રહ્યા છીએ. ઉપરથી આપણી ખાણીપીણી ખૂબ જ ખરાબ થવા લાગી છે. પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, પેકેટ બંધ વસ્તુઓ, વધારે તળેલી-શેકેલી વસ્તુઓ આપણી લાઈફ સ્ટાઈલ ને વધારે ખરાબ કરવા પર તુલી છે.

ડાયાબિટીસમાં સુગરનું પ્રમાણ લોહીમાં વધારે થવા લાગે છે. જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન ઓછું બને છે કે કામ નથી કરતું તો બ્લડ સુગરનું પ્રમાણ વધે છે. સંશોધનમાં એ સાબિત થયું છે કે બારમાસીના ફૂલના પાનનું જ્યુસ બનાવીને પીવાથી બ્લડ સુગર ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે.ઉંદર પર થયેલા અભ્યાસમાં આવ્યા આશ્ચર્યજનક પરિણામ:- એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બારમાસીના પાનના જ્યુસ થી બ્લડ ગ્લુકોઝનું લેવલ ખૂબ જ ઓછું થાય છે. આ અધ્યયનને આંધ્ર યુનિવર્સિટી અને સીડની યુનિવર્સિટીના સંશોધનકારો એ કર્યું છે. સંશોધનમાં કેટલાક ઉંદરોને એલોક્સેન નો ડોઝ આપીને તેને ડાયાબેટિક બનાવવામાં આવ્યા. એલોક્સેન એક નુકસાન દાયક ઝેરીલું રસાયણ છે, જેને પ્રયોગ કરવા માટે વૈજ્ઞાનિક ઉંદરમાં ઇન્જેક્ટ કરે છે.

એલોક્સેન ટોક્સિનના પ્રભાવથી ઉંદર નું સ્વાદુપિંડ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે જેના બાદ ઇન્સ્યુલિન હોર્મોન કાં તો ઓછું બને છે કે બનતું નથી. સંશોધનકારોએ એલોક્સેન ઇંડ્યુઝ્ડ ડાયાબિટીક ઉંદરોને અનેક ગ્રુપમાં વહેંચી દીધા અને ત્યારબાદ અનેક દિવસો સુધી આ ઉંદરોની ગતિવિધિઓ અને તેમના સ્વાસ્થ્યની જાણકારી લેવામાં આવી. કેટલાક દિવસના અભ્યાસ બાદ બારમાસીના ફૂલના પાનના રસ થી આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

1 thought on “દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…”

Leave a Comment