રોજ સવારે આ દાણાને પાણીમાં ઉકાળી પિય લ્યો, જીવો ત્યાં સુધી નહીં થાય ગેસ, અપચો, બીપી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ…મહિલાઓ માટે તો છે વરદાન સમાન…

મિત્રો ઘણા લોકોને સવારે ઉકાળેલું પાણી પીવાની આદત હોય છે. જો કે સવારે ગરમ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો તમે સ્વાસ્થ્યને લગતા દરેક લાભ લેવા માંગતા હો તો તમે સવારે પાણીમાં વરીયાળી ઉકાળીને પીવો. તેનાથી તમારું સ્વાસ્થ્ય એકદમ ફીટ રહે છે. કેમ કે ગરમ પાણી અને વરિયાળીના ગુણો મિક્સ થવાથી તમને અનેક ફાયદાઓ મળે છે. 

આપણે બધા જ ભોજન પછી વરિયાળી ચાવવાનું તો ખૂબ જ પસંદ કરીએ છીએ. તે ભોજન પછી મીઠું ખાવાની ક્રેવિંગ ઘટાડે છે. સાથે જ ભોજનને પચાવવામાં અને પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો ભોજન પછી વરિયાળીની ચા પીવાનું પણ પસંદ કરે છે, તો અમુક લોકો સવારે ખાલી પેટ આખી રાત પાણીમાં પલાળેલી વરિયાળીનું સેવન કરતાં હોય છે. તમે કોઈ પણ રૂપમાં તેનું સેવન કરો તો, વરિયાળીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલ અને હ્રદયને સ્વસ્થ રાખવા સુધીના તેના અગણિત લાભ છે.પરંતુ શું તમે ક્યારેય વરિયાળીના બીજને પાણીમાં ઉકાળીને, તેના પાણીનું સેવન કર્યું છે? શું તમે જાણો છો સવારે ખાલી પેટ આ પાણીમાં વારીયાળીના બીજમાં રહેલ લગભગ બધા જરૂરી પોષકતત્વો અવશોષિત થઈ જાય છે. જે તમને સ્વસ્થ રાખવામા મહત્વની ભૂમિકા ભજવે છે. વરિયાળીને પાણીમાં ઉકાળીને પીવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે, તે માટે અમે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ ગરિમા ગોયલ સાથે વાત કરી છે. આ લેખમાં અમે તમને સવારે ખાલી પેટ વરિયાળી ઉકાળીને પીવાથી થતાં ફાયદાઓ જણાવી છીએ. 

વરિયાળીને પાણીમાં ઉકાળીને પીવાથી થતાં ફાયદાઓ:-

1) મહિલાઓ માટે ફાયદાકારક:- જો મહિલાઓ દરરોજ સવારે વરિયાળીનું પાણી ઉકાળીને તે પાણીનું સેવન કરે તો તેનાથી તેમનામા હાર્મોન સંતુલનને જાળવી રાખવામા મદદ મળે છે. તે સિવાય તે સમયસર પિરિયડ્સ ન આવવાની સમસ્યાને પણ મટાડે છે. તે પિરિયડ્સ દરમિયાન મહિલાઓને ગંભીર દુખાવાથી અને રક્તના વહેવાને સામાન્ય કરવામાં મદદ કરે છે. 2) બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે:- ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં વરિયાળી ઉકાળીને તેનું પાણી પીવાથી ઘણી મદદ મળી શકે છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે, વરિયાળીની ચા, તેનું પાણી કે એમ જ સીધું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. 

3) શરીરમાં હાઈડ્રેશનને વધારો આપે છે:- પર્યાપ્ત માત્રામાં પાણી પીવું અને શરીરને હાઈડ્રેડ રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, ડિહાઈડ્રેશનથી ઉલ્ટી, ઝાડા, ચક્કર અને અન્ય ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં વરિયાળીના બીજનું પાણી પીવાથી શરીરમાં તમને હાઈડ્રેશનને વધારો આપવામાં મદદ મળે છે, તે થાક દૂર કરે છે, પાચનમાં સુધારો કરે છે અને તમને એનર્જેટિક રાખે છે.4) ડાયઝેશન થાય છે સારું:- જે લોકોનું પેટ સવારે સરખી રીતે સાફ થતું નથી જો સવારે ખાલી પેટ વરિયાળી પાણીમાં ઉકાળીને તેનું સેવન કરે તો, તેનાથી કબજિયાત, અપચો, પેટમાં ગેસ અને બ્લોટિંગથી રાહત મળે છે. ભોજનનું પાચન સારું થાય છે અને મેટાબોલીજ્મમાં સુધારો થાય છે. 

5) વજન ઘટાડવામાં મળે છે મદદ:- જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો, આ એક સારું એવું ડિટોક્સ ડ્રિંક છે. વરિયાળીના બીજ નું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આ બધા જ સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે તમારે રાત્રે એક ચમચી વરિયાળીને 200 ML પાણીમાં પલાળીને રાખવાના છે, પછી સવારે તેને ઉકાળીને, ગાળીને તે પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને જબરદસ્ત લાભ મળે છે. આમ સવારે ઉકાળેલા પાણીમાં વરીયાળી નાખીને પીવાથી ઘણા લાભ થાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment