સવારે ઉઠીને આ રીતે બેસી વાસી મોંએ પીય લો 1-2 ગ્લાસ પાણી, તેનાથી શરીરમાં થશે આવા અણધાર્યા અઢળક અને અદ્દભુત ફાયદાઓ. જાણીલો આ ખાસ માહિતી.

માનવ શરીર એક સમય ખાધા વગર જીવી શકશે પરંતુ પાણી વગર અમુક કલાકો સુધી જ જીવી શકે છે. તેથી પાણી આપણા જીવન જરૂરિયાતનો મુખ્ય ભાગ છે. દિવસમાં લગભગ 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવું જ જોઈએ. અને આપણા શરીરમાં લગભગ 70% જેટલી પાણીની જરૂરિયાત હોય છે. સવારમાં ઊઠીને નરણા કોઠે પાણી પીવામાં આવે તો તે ખૂબ જ લાભદાયક હોય છે. સવારમાં ઊઠીને એક થી બે ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. આટલું પાણી પીતા બાદ 30 મિનિટ પછી જો નાસ્તો કરવામાં આવે તો શરીર ઉર્જાવાન બની જાય છે અને આખો દિવસ સ્ફૂર્તિલુ રહેવાય છે.

અહીંયા નીચે અમે તમને કેટલીક રીત અને નિયમ જણાવ્યા છે તે પ્રમાણે તમે સવારમાં વાસી મોં એ અમુક નિયમ પ્રમાણે બેસીને પાણી પીશો તો તમને તેનું પરિણામ અવિશ્વાસનીય લાગશે. અને તેના આશ્ચર્યજનક ફાયદાથી તમે ખુદ હેરાન થઈ જશો. તો આવો તેનાથી થતા ફાયદા વિશે જાણીશું તથા બેસવાની રીત અને નિયમ પણ જાણીશું.1) મગજને સક્રિય રાખે:- આખી રાત દરમિયાન આપણું મગજ શાંત હોય છે અને ઊંઘના કારણે ઠંડું પડી ગયું હોય છે. તેને ક્રિયાશીલ કરવા માટે આપણે દરરોજ સવારમાં પાણી પીવું જોઈએ. જેથી દિવસ દરમિયાન શ્રેષ્ઠ કામ કરવા માટે સક્ષમ અને સક્રિય બની શકે. જો આ રીતે પાણી પીવામાં આવે તો તણાવ દૂર થશે અને થાક ઉતરી જશે.

2) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- શરીરને સ્વાસ્થ્ય વર્ધક રાખવા માટે પાણી અત્યંત જરૂરી છે કારણ કે પાણી શરીરમાં ફ્લુઇડ બેલેન્સ ને જાળવી રાખવામાં મદદ કરે છે. ખાલી પેટે પાણી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. તેથી તમે અનેક રોગો સામે અને ઇન્ફેક્શનથી લડી શકો છો

3) ચહેરા મા ચમક આવે:- સવારમાં પાણી પીવાથી શરીરમાં રહેલો કચરો બહાર નીકળી જાય છે અને તેથી લોહી એકદમ શુદ્ધ થઈ જાય છે. જેથી ત્વચા એકદમ સ્વસ્થ બને છે. જો ઓઇલી સ્કિન ના કારણે  ચહેરા પર ખીલ થતા હોય કે ડાઘા પડી ગયા હોય તો સવારમાં ઉઠીને ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી આવી સમસ્યામાં છુટકારો મેળવી શકાય છે. તેથી ચહેરાની સુંદરતામા નિખાર આવી જશે.4) માથાનો દુખાવો દૂર થાય:- જો દિવસ દરમિયાન સૌથી ઓછું પાણી પીવામાં આવે તો તેના કારણે શરીરમાં અને ચામડીના અનેક રોગો થઈ શકે છે. જેના કારણે ક્યારેક માથાનો દુખાવો પણ થતો હોય છે. જો સવારમાં ઊઠીને નિયમિતપણે તમે પાણી પીશો તો માથાનો દુખાવો દૂર થશે. મોટાભાગે ઓછું પાણી પીવાના કારણે પણ માથાના દુખાવામાં વધારો થતો હોય છે.

5) નવી કોશિકાઓનું નિર્માણ થાય:- સવારમાં ઊઠીને ખાલી પેટે પાણી પીવાથી સક્રિય રહેવાય છે અને નવી કોશિકાઓનું પણ નિર્માણ થાય છે. માસપેશીઓ મજબૂત બને છે. પાણી રક્ત કણ વધારવાનું કામ કરે છે. તેથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને ઓક્સિજન પણ વધારે પ્રમાણમાં મળે છે.6) વજન ઘટાડવામાં ઉપયોગી:- સવારમાં નરણા કોઠે ગરમ પાણી પીવામાં આવે તો વજન ઘટાડવામાં લાભ થાય છે. જો તમે નિયમિત પણે આ રીતે પાણી પીશો તો વજન ઘટાડવામાં મદદ મળશે. પાણીમાં કેલેરી હોતી નથી. આ ઉપરાંત સવારમાં પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે અને શરીર ફુલતું નથી અને મેટાબોલિઝમમાં પણ વધારો થાય છે. કેલેરી બર્ન કરવામાં મદદરૂપ બને છે અને વજનને સરળતાથી નિયંત્રિત રાખી શકાય છે.

7) ભૂખ ખુલે:- સવારમાં પાણી પીવાથી શરીરનો દરેક ખૂણો સાફ થઈ જાય છે, આપણા આંતરડાની પણ સફાઈ થાય છે. સવારમાં નરણા કોઠે પાણી પીવાથી આપણી ભૂખ ખુલે છે અને નાસ્તો કરવાનું મન થાય છે. આ ઉપરાંત પેશાબ,માસિક ધર્મ, આંખો, કિડની અને ગળા જેવી દરેક સમસ્યાથી છુટકારો મળે છે

8) કબજિયાતથી રાહત:- જે લોકોને કાયમ કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે દરરોજ સવારમાં ઊઠીને બે થી ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. જેથી આંતરડામાં ચોટેલો મળ  સરળતાથી અને ઝડપથી છૂટો પડી જાય. પાણી પીવાથી મળ સૂકો થતો નથી અને કબજિયાતની સમસ્યા સમય રહેતા દૂર થઈ જાય છે.

9) મેટાબોલિઝ્મ મા સુધારો થાય:- દરરોજ ખાલી પેટે પાણી પીવાથી મેટાબોલિઝ્મ સક્રિય રહે છે. જે લોકો ડાયટ પર હોય તેમને  તો જરૂરથી ખાલી પેટે પાણીનું સેવન કરવું,કારણકે મેટાબોલિઝમ રેટ ને પાણી 25 ટકા સુધી વધારવામાં મદદ કરે છે.કેવા નિયમ પ્રમાણે પાણી પીવું જોઈએ:- આમ જોવા જઈએ તો તમે બે પ્રકારના પાણી પી શકો છો, એક સાદુ પાણી અને બીજું થોડું હુંફાળું ગરમ પાણી. જો હુંફાળું ગરમ પાણી પીવામાં આવે તો તે વધુ ફાયદાકારક હોય છે, જોકે સાદા પાણીના પણ ફાયદા તો થાય જ છે પરંતુ ફ્રીઝનું ઠંડુ પાણી પીવાનું ટાળવું એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

જ્યારે તમે સવારમાં પથારીમાંથી ઉભા થાવ ત્યારે ઉપર જણાવેલ ફોટા પ્રમાણે પેટને સંબંધિત અનેક સમસ્યાઓ બેસવાનું છે તેને આપણે ઇન્ડિયન સ્ટાઇલ બેઠક પણ કહી શકીએ. આ પ્રમાણે બેસવાથી આપણા સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક છે. આ પ્રમાણે બેઠા બાદ તમારે એક થી બે ગ્લાસ જેટલું પાણી પીવાનું છે. પાણી ધીમે ધીમે અને નાના ઘૂંટડામાં પીવાનું છે ઉતાવળથી  પીવાનું નથી.

આ પ્રમાણે બેઠા બાદ તમે જોશો કે થોડી જ મિનિટમાં પ્રેશર આવવા લાગશે અને ટોયલેટ ગયા બાદ તમારું પેટ એકદમ હલકું પડી જશે જો તુરંત જ પ્રેશર ન આવે તો થોડું ચાલો. પરંતુ વધુમાં વધુ પાંચ મિનિટમાં તો પ્રેશર આવી જ જશે. આ રીતે પાણી પીવાથી તથા બીજી પણ શરીરની ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. અનેક બીમારીથી બચી શકાય છે. મોટાભાગના લોકોએ આ રીતને અપનાવેલી છે અને તેમને ઘણા ફાયદા થયા છે. તમે પણ 15 દિવસ માટે આ રીત અપનાવીને ખુદ જોઈ શકશો તેના સકારાત્મક પરિણામો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

1 thought on “સવારે ઉઠીને આ રીતે બેસી વાસી મોંએ પીય લો 1-2 ગ્લાસ પાણી, તેનાથી શરીરમાં થશે આવા અણધાર્યા અઢળક અને અદ્દભુત ફાયદાઓ. જાણીલો આ ખાસ માહિતી.”

  1. DRINKING LUKEWARM WATER IN THE MORNING , EVEN BEFORE BRUSHING YOUR TEETH , IS WITHOUT ANY SHADOW OF DOUBT, VERY BENEFICIAL AND HELPFUL . NO ONE SHOULD LIGHT-HEARTEDLY IGNORE THIS MATTER .

    Reply

Leave a Comment