શિયાળામાં કરીલો આ લીલી ડુંગળીનું સેવન…આખું વર્ષ રહશે સ્વસ્થ…મળશે આ ગંભીર બીમારીઓથી કાયમી છુટકારો…

મિત્રો આપણે જાણીએ છીએ તેમ અત્યારે શિયાળાની ઋતુ હોવાથી દરેક શકાભ્જી આવતા હોય છે. તેમાં પણ લીલી ડુંગળી અને લીલું લસણ માર્કેટમાં વધુ જોવા મળે છે. જો કે તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. આથી જ શિયાળામાં લીલી ડુંગળીનું સેવન જરૂર કરવું જોઈએ. તેમાં રહેલ સ્વાસ્થ્ય વર્ધક ગુણો તમારા શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે. આજે આપણે આ લેખમાં લીલી ડુંગળીથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણીશું. 

શિયાળામાં ઘણા પ્રકારના શાકભાજી બજારમાં મળવા લાગે છે. તેમાંથી જ એક છે- લીલી ડુંગળી. આ ડુંગળીનો જ એક પ્રકાર છે. માત્ર તેમાં પાંદડાઓ વધારે હોય છે. લીલી ડુંગળીનો ઉપયોગ દાળ, શાકભાજી, સલાડ તરીકે કરવામાં આવે છે. લીલી ડુંગળી માત્ર સ્વાદ જ નહીં સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ અને સલ્ફર જેવા ઘણા પોષકતત્વો જોવા મળે છે.લીલી ડુંગળીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તે મેટાબોલીજ્મને પણ બુસ્ટ કરે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક હોય છે. લીલી ડુંગળીનું સેવન કરવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ લાભ મળે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ શિયાળામાં લીલી ડુંગળી ખાવાના ફાયદાઓ વિશે.

શિયાળામાં લીલી ડુંગળી ખાવાના ફાયદાઓ:-

1) ઇમ્યુનિટી મજબૂત બનાવે છે:- લીલી ડુંગળી ખાવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે. વાસ્તવમાં, લીલી ડુંગળીમાં વિટામિન સી અને એંટીઓક્સિડેંટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તત્વ શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. શિયાળામાં લીલી ડુંગળીનું સેવન કરવાથી શરદી-ઉધરસ અને સંક્રમણની સમસ્યામાં રાહત મળે છે તેનાથી અન્ય બીમારીઓનું જોખમ પણ મટે છે. લીલી ડુંગળીનું સેવન કરવાથી તમારી ઈમ્યુંનીટી વધે છે.2) બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે:- લીલી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં સલ્ફર જોવા મળે છે. જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લીલી ડુંગળી ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હ્રદયની બીમારીઓથી બચાવ થાય છે. તેમાં રહેલ એંટીઓક્સિડેંટ ફ્રી રેડિકલ્સથી શરીરને થતા નુકસાનથી બચાવવામાં પણ મદદ કરે છે. 

3) પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે:- લીલી ડુંગળીનું સેવન પાચનતંત્ર માટે પણ ફાયદાકારક હોય છે. વાસ્તવમાં લીલી ડુંગળીમાં ફાઈબરની માત્રા સારી જોવા મળે છે. જે પાચનક્રિયાને સારી બનાવવામાં મદદ કરે છે. લીલી ડુંગળી ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. પાચન તંત્રને મજબુત કરવા માટે લીલી ડુંગળી ખુબ જ લાભકારી છે.4) બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે:- ડાયાબિટીસના દર્દીઓ માટે લીલી ડુંગળીનું સેવન લાભદાયી થઈ શકે છે. લીલી ડુંગળીમાં કાર્બોહાઈડ્રેડ ઘણી ઓછી માત્રામાં જોવા મળે છે. તેમજ, તેમાં રહેલ સલ્ફર બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. લીલી ડુંગળી ખાવાથી શરીરમાં ઇન્સુલિનની માત્રા વધે છે. જેનાથી ડાયાબિટીસની સમસ્યામાં લાભ થાય છે. 

5) આંખોનું તેજ વધારે છે:- લીલી ડુંગળીનું સેવન આંખોના સ્વાસ્થ્ય માટે ઘણું સારું ગણવામાં આવે છે. તેમાં કેરોટીનોઈડ નામનું તત્વ જોવા મળે છે, જે આંખો માટે ફાયદાકારક ગણવામાં આવે છે. લીલી ડુંગળીમાં વિટામિન એ રહેલું હોય છે. જે આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.લીલી ડુંગળીનું સેવન કરવાથી આંખોના સોજાની સમસ્યા પણ દૂર થાય છે. આંખનું તેજ વધારવામાં પણ લીલી ડુંગળી મદદ કરે છે. લીલી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ધ્યાન રહે જો તમે કોઈ બીમારી કે એલર્જી હોય તો ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment