દિવસમાં ફક્ત 1 વાર આ વસ્તુ ખાવાથી બચી જશે દવાખાનાના લાખો રૂપિયા, નબળાઈ, અણશક્તિ અને શરીરના દરેક દુખાવા થશે ગાયબ…

મિત્રો ઘણી ખરી બીમારીઓનો ઈલાજ તો આપણા રસોડામાં જ રહેલો છે. દરેક ના ઘરમાં ગોળનો ઉપયોગ તો થતો જ હશે. ભોજન નો સ્વાદ વધારવાની સાથે ગોળમાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો રહેલા હોય છે. ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. ગોળ પાચન માટે અત્યંત ફાયદાકારક છે. ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે કારણ કે ગોળ ખાધા પછી તે શરીરમાં આલ્કલી પેદા કરે છે જેનાથી આપણું પાચન સારું બને છે. આજે અમે તમને આ લેખના માધ્યમ થી ગોળ ખાવાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે જાણીશું.

જે લોકોના હાડકા નબળા હોય તે લોકોએ ગોળનું સેવન કરવું જોઈએ. નબળા હાડકા માટે ગોળ અકસીર ઈલાજ છે. ગોળમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. એવું કહેવાય છે કે, ગોળ અને આદુનું સેવન કરવાથી સાંધાનો દુખાવો દૂર કરી શકાય છે. જે લોકો નું શરીર ઘણુ નબળું અને હંમેશા થાક નો અહેસાસ કરતા હોય તે લોકો માટે ગોળનું સેવન ફાયદાકારક છે. ગોળનું સેવન કરવાથી શરીરનું તાપમાન પણ નિયંત્રિત કરી શકાય છે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અથવા યુવતીઓને પેટમાં દુઃખવાની સમસ્યા માટે ગોળ ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણાં વિટામિન અને મિનરલ્સ હોય છે. ગોળ તમારા પાચન માં સુધારો કરે છે, તેથી પીરિયડ્સ દરમિયાન ગોળ ખાવાથી દુખાવો ઓછો થાય છે અને શરીર ગરમ રહે છે. અસ્થમા અને શ્વાસના રોગ માં ગોળનું સેવન ફાયદાકારક રહે છે. કાનમાં દુખાવો થતો હોય તો ઘી સાથે ગોળનું સેવન કરવાથી દુખાવાની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

ગોળ સ્વાદિષ્ટ હોવાની સાથે, લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે, તે શરીરના બધા જ ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. તેથી ગોળ ખાવાના ઘણા ફાયદા થાય છે. એક ગ્લાસ પાણી કે દૂધમાં નિયમિત રૂપે ગોળનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેના સિવાય જો પેટમાં ગેસની તકલીફ હોય તો તેનાથી બચવા માટે ખાધા પછી થોડો ગોળ ખાવો જોઈએ તેનાથી ગેસ દૂર કરી શકાય છે.પેટની સમસ્યા વાળા લોકો માટે ગોળ એક સરળ અને ફાયદાકારક ઉપાય છે. ગોળ ખાવાથી ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં લાભદાયક છે. જે લોકોની યાદશક્તિ ઓછી હોય તે લોકોએ ગોળનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ વધે છે. વજન ઓછું કરવા માટે પણ ગોળનો પ્રયોગ અસરકારક છે. ઈમ્યૂનિટી મજબૂત બનાવવામાં પણ ગોળ ફાયદાકારક છે. 

ખૂબ વધારે થાક અને નબળાઇ અનુભવવા પર ગોળનું સેવન કરવાથી તમારી ઊર્જાનું સ્તર વધે છે. ગોળ ઝડપથી પચી જાય છે અને તેનાથી શુગરનું સ્તર પણ વધતું નથી. તે ઉપરાંત જો ખાલી પેટે ગોળ ખાઈને હુંફાળું ગરમ પાણી પીવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક હોય છે. જે લોકો વધુ પ્રદુષણ વાળા વિસ્તારમાં રહે છે તે લોકોએ પ્રતિદિન 100 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. 100 ગ્રામ ગોળનું સેવન કરવાથી પ્રદુષણથી થતા નુકસાનથી બચી શકાય છે.ગોળ સાથે રાંધેલા ભાતનું સેવન કરવાથી બેસી ગયેલું ગળું અને અવાજ ખુલે છે.ગોળ અને કાળા તલના લાડુ ખાવાથી દમની સમસ્યા દૂર કરી શકાય છે. ગોળ અને ઘી ખાવાથી કાનનો દુખાવો મટે છે. જમ્યા પછી ગોળ ખાવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થતો નથી. પાંચ ગ્રામ સુકુ આદુ અને દસ ગ્રામ ગોળ સાથે લેવાથી કમળો મટે છે. ગોળની ખીર ખાવાથી યાદશક્તિ માં વધારો થાય છે. જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો સરસવના તેલમાં સરખા પ્રમાણમાં પાંચ ગ્રામ ગોળ મેળવીને ખાવાથી આ તકલીફ મટાડી શકાય છે.

શરદી અને દુખાવામાં રાહત મેળવવા માટે સૂતા પહેલા ગોળને ગરમ પાણીમાં નાંખીને થોડી સુંઠનું સેવન કરવું જોઈએ. કબજીયાતની સમસ્યા વાળા લોકો માટે તો ગોળ રામબાણ ઇલાજ છે. જમવાની થાળીમાં ગોળ ઉમેરી દેવાથી કબજીયાત દૂર થઇ જાય છે. નાની ઉંમરમાં જ ચિંતા ના કારણે હાર્ટ એટેક ની સમસ્યા આવી શકે છે જે અત્યંત ગંભીર બાબત છે પરંતુ આવી સમસ્યાને દૂર કરવા માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

જે લોકોને હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ગોળ અને ચણા એકસાથે ખાવાથી હિમોગ્લોબીન વધે છે, આ બંને સાથે ખાવાથી હિમોગ્લોબિનની માત્રા વધારી શકાય છે. માસ પેશીઓ મજબૂત બને છે. જો આંતરડામાં ચાંદાની સમસ્યા થઈ હોય તો તમારે કોઈપણ ભોગે ગોળ ખાવાથી બચવું જોઇએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment