આજીવન નહિ થાય હાર્ટએટેક અને કોલેસ્ટ્રોલ જેવા રોગો, ખાવા લાગો આ દેશી અને સસ્તી વસ્તુઓ, ડાયાબિટીસ પણ આવી જશે 100% કંટ્રોલમાં…

મિત્રો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વભરમાં લગભગ 1.28 અરબ લોકોનો બીપી વધેલું છે. તેમાંથી 75 લાખ લોકોનું મૃત્યુ હાઈ બ્લડ પ્રેશર ના કારણે થઈ જાય છે. હાઈ બીપી ના કારણે હાર્ટ એટેક કે હૃદય સંબંધી બીમારીઓનું જોખમ અનેક ઘણું વધી જાય છે. તેમજ આંકડા પ્રમાણે વિશ્વમાં 42.2 કરોડથી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. તેની સાથે જ લગભગ 15 લાખ લોકોનું મૃત્યુ દર વર્ષે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ડાયાબિટીસ ના કારણે થાય છે.

ભારતમાં ડાયાબિટીસના 8 કરોડ દર્દીઓ છે. રસપ્રદ વાત એ છે કે આ બંને બીમારીઓ માટે મુખ્ય રૂપે જીવન શૈલી જવાબદાર હોય છે. જો જીવન શૈલીમાં સુધાર કરીને આપણે આપણા ડાયટમાં કેટલાક ખાદ્ય પદાર્થોને દરરોજ સામેલ કરીએ તો આ બંને બીમારીઓથી બચી શકાય છે.આપણી આસપાસ જ એટલા બધા પ્રકારના ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ હોય છે. જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ અને તેને કુદરતી રૂપે ખાઈએ તો અનેક બીમારીઓથી આપણો બચાવ થઈ શકે છે. એક્સપર્ટ પ્રમાણે જે ઋતુમાં જે શાકભાજી મળે છે તે શાકભાજીને નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.

આ ખાદ્ય પદાર્થો હૃદયના રોગ અને ડાયાબિટીસથી બચાવશે:-

1) લીલા પાંદડા વાળા શાકભાજી:- સામાન્ય રીતે આપણે લીલા શાકભાજીને ક્યારેક જ આપણા ભોજનમાં સામેલ કરીએ છીએ પરંતુ તેને મામુલી સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. આ પાંદડા વાળા શાકભાજી આપણને અનેક બીમારીઓથી બચાવે છે. રિપોર્ટ પ્રમાણે જેટલા લીલા પાંદડા વાળા શાકભાજી હશે, તેમાં વિટામીન એ, સી, ઈ, કે અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં હશે.અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્સ ફ્રી રેડીકલથી બચાવશે જેથી સેલ્સમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ નહીં થાય. તેનાથી કોઈપણ બાહ્ય બીમારી વિકસવાનું જોખમ ટળી જાય છે. તમે તેને દરરોજ સલાડમાં પણ લઈ શકો છો. આ વસ્તુઓ કોલેસ્ટ્રોલ ને પણ ઘટાડે છે અને બ્લડ સુગરને પણ નીચે લઈ જાય છે. જો તમે જવાની માં જ આનું સેવન કરશો તો આ બંને બીમારીઓ થવાનું જોખમ ખૂબ જ ઓછું રહેશે. 

2) બદામ:- બદામને હૃદયના સ્વાસ્થ્ય માટે સુપરકુળ માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના વિટામિન, મિનરલ, ઓમેગા 3 ફેટી એસિડ અને અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. તમે બદામ ગીરી, અખરોટ, મગફળી વગેરેને દરરોજ સવારમાં ખાલી પેટે પલાળીને ખાઈ શકો છો. એક રીસર્ચ પ્રમાણે સપ્તાહમાં પાંચ બદામ હૃદયને સ્ટ્રોંગ બનાવવા માટે પૂરતી છે. બદામમાં ખૂબ જ વધારે એનર્જી ઉપલબ્ધ હોય છે. આ બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે.3) ઓલિવ ઓઈલ:- તમે ટ્રાન્સફેટ અને અનસેન્ચ્યુરેટ ફેટ વાળા તેલને ઓલિવ ઓઈલ થી બદલી શકો છો. ઓલિવ ઓઈલમાં હાઈએન્ટિઓક્સિડન્ટ હોય છે અને એન્ટી ઇમ્ફ્લેમેટરી હોય છે. એટલે કે આ હૃદયના સ્નાયુઓમાં કોઈપણ પ્રકારના સોજાને થવા નથી દેતું. તેની સાથે જ આ ડાયાબિટીસને પણ નિયંત્રિત કરે છે. ઓલિવ ઓઈલ તેથી ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે ઉચ્ચ તાપમાન પર હોવા પર પણ આ પોતાના ગુણનો નાશ નથી કરતું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment