કબજિયાત માટે ઉનાળાની ગરમી ખાવ આ ફળ, પેટનો તમામ કચરો સાફ કરી આખું વર્ષ કબજિયાતને રાખશે દુર…

ગરમીમાં આપણે જાણીએ છીએ તેમ ઘણા લોકોને કબજિયાત ની તકલીફ થઇ જાય છે. અને તેઓ તેનાથી રાહત મેળવવા માટે અનેક દવાઓનું સેવન કરે છે. પણ જો આ તકલીફ કાયમ માટે રહેતી હોય તો તમારે તેનો જડમૂળ થી ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે. કબજિયાત થી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. આ માટે તમે અમુક ફળનું સેવન કરીને કબજીયાતથી રાહત મેળવી શકો છો. તેમજ ફળનું સેવન તમારા માટે ખુબ જ સારું રહે છે. તમને અનેક પોષક તત્વોની પ્રાપ્તિ પણ થાય છે. 

ખરાબ લાઇફસ્ટાઇલ, પોષકતત્વોની ઉણપ અને ઘણી વખત એકસરસાઈઝ ન કરવાને કારણે કબજિયાતની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યા ગરમીમાં વધી જાય છે. કબજિયાતની સાથે આંતરડામાં સોજા, પેટમાં દુખાવો અને ભૂખની ઉણપ જેવા લક્ષણો દેખાય છે. ઘણા લોકો આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા પ્રકારની દવાઓનું સેવન શરૂ કરે છે.દવાઓનું વધારે સેવન શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે સાથે જ તેને ખાવાથી જલ્દી લાભ પણ મળતો નથી. ઓછા રેશા વાળા ભોજન, દિવસમાં ખૂબ જ ઓછી વખત પાણી પીવું અને વધારે તણાવના કારણે પણ પાચનતંત્ર ખરાબ થાય છે અને કબજિયાતની સમસ્યા વધી જાય છે. એવામાં ગરમીમાં કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવેલા ફળનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ કબજિયાતને દૂર કરતાં ફળ વિષે. 

1) સફરજન:- સફરજન એક એવું ફળ છે તેનાથી તમે કબજીયાતની તકલીફ દુર કરી શકો છો. અને પેટના બીજા રોગો પણ દુર કરી શકો છો. પોષકતત્વોથી ભરપૂર સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, આયરન, વિટામિન સી અને ફાઈબર વગેરે જોવા મળે છે. સફરજન ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થવાની સાથે સાથે ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે. તેમાં રહેલ ફાઈબર મળને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.2) સંતરા:- સંતરાનું સેવન કબજિયાત ના ઈલાજ માં ખુબ જ અસરકારક માનવામાં આવે છે. સંતરા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ફાઈબર, સોડિયમ, પોટેશિયમ, વિટામિન સી અને આયરન વગેરે જોવા મળે છે. તેના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે અને ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે. ગરમીમાં કબજિયાતને દૂર કરવા માટે સંતરાનું સેવન કરી શકાય છે. 

3) પપૈયા:- પપૈયા ની તાસીર ગરમ હોવાથી તે તમારા પેટ તેમજ કબજિયાત માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી મળ ત્યાગ કરવામાં ખુબ જ સરળતા રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પપૈયામાં પ્રચુર માત્રામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને ફોલેટ વગેરે જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે કબજિયાતને સરળતાથી દૂર કરે છે.4) કિવિ:- કીવી નું સેવન તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પોષકતત્વોથી ભરપૂર કિવિ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન ઇ અને વિટામિન સી વગેરે જોવા મળે છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે. 

5) સૂકા આલુબદામ:- સુકા આલુબદામ પણ કબજિયાત ના ઇલાજમાં સારું છે. ગરમીમાં મળતા સૂકા અલૂબદામ કબજિયાતની સમસ્યાને સરળતાથી દૂર કરે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. તેમાં રહેલ ફેનોળીક કમ્પાઉન્ડ મળ ત્યાગમાં થતી સમસ્યાને દૂર કરે છે અને કબજિયાતને દૂર કરે છે. ગરમીમાં કબજિયાતને દૂર કરવા માટે આ ફળોનું સેવન કરી શકાય છે. પરંતુ ધ્યાન રહે જો તમને કોઈ બીમારી કે એલર્જીની સમસ્યા હોય તો, ડોક્ટરને પૂછીને જ સેવન કરવું. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment