સામાન્ય લાગતા આ કાળા દાણા, વજન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ આજીવન રાખશે કંટ્રોલમાં…જાણીલો સેવન કરવાની રીત વિશે…

મિત્રો આજની ખરાબ જીવનશૈલી ડાયટ અને તણાવના લીધે ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે દર્દીને શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું બને છે અને બ્લડ સુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને વધુ સુગર વાળા અને ઉચ્ચ જીઆઈ સ્કોર ધરાવતા ખોરાકથી પરેજી કરવાની સલાહ આપવામાં આવે છે.

જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓ મૂંઝવણમાં રહે છે કે તેઓ શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે? તો આજે અમે ડાયાબિટીસના દર્દીઓની મૂંઝવણને દૂર કરવા માટે આ ખૂબ જ સરસ લેખ લઈને આવ્યા છીએ. આ દર્દીઓ માટે કાળા ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણા અત્યંત ગુણકારી અને લાભદાયક છે.ડાયાબિટીસમાં કાળા ચણાનું સેવન:- કાળા ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ચણા ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમારે કાળા ચણાનું અવશ્ય સેવન કરવું જોઈએ કારણ કે આ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

ચણા ખાવાના ફાયદા:- કાળા ચણા માં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે 100 ગ્રામ ચણામાં 17 ગ્રામ ડાયટરી ફાઇબર હોય છે. વધુ ફાઇબર વાળો ખોરાક સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.ચણામાં દ્રવ્યશીલ અને અદ્રાવ્યશીલ બંને પ્રકારના ફાઇબર ઉપલબ્ધ હોય છે. આ બંને ફાઇબર મળીને સુગર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ચણામાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ નું પ્રમાણ 28 હોય છે. તેથી પણ આ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ બ્લડપ્રેશરને વધતું અટકાવે છે. ચણા  ડાયાબિટીસના જોખમને તો દૂર કરે જ છે, સાથે જ તેનાથી થતી સમસ્યાઓ જેવી કે કોલેસ્ટ્રોલ, હૃદયરોગના જોખમને પણ દૂર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. સ્થૂળતા ડાયાબિટીસના દર્દીઓની સમસ્યાને વધારી શકે છે. પરંતુ તમે નિયમિત રૂપે ફગાવેલા ચણા ખાઈને  તમારું વજન નિયંત્રિત રાખી શકો છો.

ડાયાબિટીસમાં ચણા ખાવાની રીત:- 

1) ચણાની ચાટ:- ડાયાબિટીસના દર્દીઓ ચણા ખાવાની રીત માં તેની ચાટને સામેલ કરી શકે છે. ચણાની ચાટ બનાવવા માટે તમે ટામેટા, ડુંગળી, કાકડી અને મરચા ને ઝીણા ઝીણા કાપી લો અને બાફેલા ચણામાં મેળવો. ત્યારબાદ તેમાં લીંબૂ અને મીઠું નાખીને તેનું સેવન કરો .

2) શેકેલા ચણા:– ડાયાબિટીસના દર્દીઓ શેકેલા ચણા પણ પોતાના ડાયટમાં સામેલ કરી શકે છો.તમે ચણાને પેનમાં રોસ્ટ કરી શકો છો. ત્યારબાદ તેમાં મીઠું-લીંબુનો રસ નાખીને તેનું સેવન કરો.3) ફણગાવેલા ચણા:- ડાયાબિટીસમાં તમે ફણગાવેલા ચણા પણ ખાઈ શકો છો. તેના માટે તમે થોડા ચણાને આખી રાત માટે પલાળીને રાખી દો. ત્યારબાદ તેને એક કપડામાં ફણગાવવા માટે બાંધી લો અને 6-7કલ્લાક બાદ તમે આનુ સેવન કરી શકો છો.

4) ડાયાબિટીસમાં ચણા ખાવા નો યોગ્ય સમય:- જો ડાયાબિટીસના દર્દીઓ માટે ચણા ખાવાનો સૌથી સારો સમય કહી શકાય તો તે સવારનો છે. ડાયાબિટીસ ના દર્દી નાસ્તામાં ચણાનું સેવન કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તા ને ક્યારેય ન છોડવો જોઈએ. જો તમને ડાયાબિટીસ ની સમસ્યા હોય તો તમે ચણાને તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ રીતે તમે ચણામાંથી પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મેળવી શકો છો. ચણા તમારું વજન અને સુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે તેથી તમે ચણાને કોઈપણ રીતે તમારા ડાયટ માં સામેલ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment