રોજ કરો આ દેશી અમૃતનું સેવન, કોલેસ્ટ્રોલ અને પેટના રોગોને કરી દેશે જડમૂળથી સાફ… હાડકા થઈ જશે લોખંડ જેવા મજબુત…

મિત્રો આપણું સ્વાસ્થ્ય સારું નરસું રહે તેના માટે આપણી ખાણીપીણી અને રહેણી કરણી જવાબદાર હોય છે. સારી વસ્તુઓ ખાવાથી પોષક તત્વો મળે છે, જે શરીરને મજબૂતી પ્રદાન કરે છે. જ્યારે જંક ફૂડનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આજના દોરમાં ફાસ્ટ ફૂડ અને સુગરી ડ્રીન્કસનું ચલણ વધી ગયું છે.

જેથી અનેક બીમારીઓ વિકસવાનું જોખમ પણ વધી રહ્યું છે. સાથે જ અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ રહી છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્ધી ખાણી પીણીના કારણે અનેક લોકો હાઈ કોલેસ્ટ્રોલનો શિકાર થઈ રહ્યા છે. આ એક એવી સમસ્યા છે જેને નજર અંદાજ કરવા પર જીવલેણ સાબિત થઈ શકે છે.હાઈ કોલેસ્ટ્રોલને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે આ ધીરે ધીરે શરીરમાં વધી જાય છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સ્થિતિ ઊભી કરી શકે છે. શરૂઆતમાં તેના લક્ષણો જોવામાં આવતા નથી અને અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. એવામાં કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી હોય છે. આજના જમાનામાં હાઈ કોલેસ્ટ્રોલના કિસ્સા સતત વધી રહ્યા છે. મોટી સંખ્યામાં યુવાનો પણ આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. શરીરમાં ટોટલ કોલેસ્ટ્રોલનું લેવલ 200 mg/dL થી ઓછું હોવું જોઈએ.

જો કોલેસ્ટ્રોલ લેવલ તેનાથી વધારે હોય તો ડોક્ટરની સલાહ લેવાની સાથે ખાન પાનની પણ કાળજી લેવી જોઈએ. તો મિત્રો આજે અમે એક ખૂબ જ સરસ દેશી અને સ્વાસ્થ્યવર્ધક પીણું લઈને આવ્યા છીએ જેનું સેવન કરવાથી અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. અને તે પીણું છે છાશ. જી હા મિત્રો છાશ અનેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે.છાશ કરી દેશે કોલેસ્ટ્રોલ નો નાશ:- એક રિપોર્ટ પ્રમાણે છાશ (Buttermilk) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ડ્રીંક સાબિત થઈ શકે છે. આ વિટામિન, મિનરલ અને પ્રોબાયોટિક નો ખજાનો હોય છે. છાશમાં હાજર વિટામીન એ તમારી આંખોને સ્વસ્થ રાખે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ફેફસાં, હૃદય અને કિડનીને સ્વસ્થ રાખે છે. છાશ તમારા કોલેસ્ટ્રોલ ના સ્તરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

અનેક પ્રકારના સંશોધનોથી જાણવા મળે છે કે દરરોજ થોડા પ્રમાણમાં છાશનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલના સ્તર વાળા લોકોમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસાઈડ ના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે. હાઈ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. એવામાં છાશનું સેવન કરવાથી તમારા હૃદયની સ્વસ્થતામાં સુધારો થઈ શકે છે.

👉 છાશના અન્ય ત્રણ ફાયદા:-

1 ) છાશ તમારા શરીરને વધુમાં વધુ એનર્જી પ્રદાન કરે છે. છાશમાં રાઈબોફ્લેવિન નામનું વિટામીન બી હોય છે.જે તમારા શરીરની ઉર્જા ના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ હોય છે. રાઈબોફ્લેવિન તમારા શરીરના એમિનો એસિડ ને રેગ્યુલર કરવામાં પણ મદદરૂપ થાય છે, જે પ્રોટીન બનાવે છે.

2) આ તમારા પેટને સ્વસ્થ બનાવી રાખે છે. છાશમાં હાજર હેલ્દી બેક્ટેરિયા પ્રોબાયોટિક્સના રૂપમાં કાર્ય કરે છે. તમારા આંતરડા બેક્ટેરિયાથી ભરેલા હોય છે, જે તમારા ભોજનને પચાવવામાં તમારી મદદ કરે છે. પ્રોબાયોટિક્સ તમારા ડાઈજેસ્ટિવ સ્વાસ્થ્યને સારુ બનાવવામાં મદદ કરે છે. 3) છાશ તમારા હાડકાને સારા બનાવવામાં મદદ કરે છે. છાશ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે અને તમારા હાડકા, દાંત અને લોહીમાં કેલ્શિયમનું મહત્વપૂર્ણ પ્રમાણ શામેલ હોય છે. કેલ્શિયમ ન માત્ર હાડકા માટે જરૂરી છે પરંતુ લોહીમાં સિગ્નલિંગ સિસ્ટમને જાળવી રાખવા માટે પણ મહત્વપૂર્ણ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment