ઉનાળામાં થતી વાળની તમામ સમસ્યાને દુર કરવા માટે લગાવી દો આ સસ્તું તેલ, ખોડો, ખરતા વાળ સહિત વાળની ગરમી થશે દુર…

મિત્રો શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં વાળને સ્વસ્થ રાખવા માટે તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેલ ની પસંદગી મોસમ પ્રમાણે કરવી ખૂબ જ જરૂરી છે. તમે લગભગ એવું જોયું હશે કે લોકો ઉનાળાની ઋતુમાં નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી બચે છે કારણ કે આ વાળમાં જામી જાય છે અને ડેન્ડ્રફ વગેરેનું કારણ પણ બની શકે છે. તેથી શિયાળામાં લોકો બદામ, સરસવ અને જૈતુન ના તેલનો પ્રયોગ વધારે કરે છે. તેમજ જ્યારે ઉનાળાની વાત આવે ત્યારે આ દરમિયાન સરસવના તેલ લગાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેની પ્રકૃતિ ગરમ હોય છે અને ઘણું જ ચીકણું પણ હોય છે.

તેથી ઉનાળામાં વાળમાં નાળિયેર તેલનો પ્રયોગ સૌથી વધારે કરવામાં આવે છે. કારણ કે આ ખૂબ જ હલકું અને ઓછું ચીકણું હોય છે, પરંતુ તેનો પ્રયોગ વાળને જબરજસ્ત લાભ પ્રદાન કરે છે. આ વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરીને અને તેને બચાવવામાં પણ મદદ કરે છે. પરંતુ ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે ઉનાળામાં નાળિયેર તેલનો પ્રયોગ વાળને સ્વસ્થ રાખવા માટે કેવી રીતે કરી શકાય છે? તો આજે અમે તમને આ લેખના માધ્યમથી તેની ત્રણ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.👉 ઉનાળામાં વાળમાં નાળિયેર તેલ લગાવવાની રીત:- 

1) અન્ય તેલ સાથે મેળવીને લગાવો:- તમે નાળિયેર તેલ સાથે કોઈ અન્ય તેલ જેમ કે કેસ્ટર ઓઇલ, જૈતુન કે બદામમાંથી કોઈપણ એક તેલ સાથે સરખા પ્રમાણમાં નાળિયેર તેલ મેળવીને વાળમાં લગાવી શકો છો. તેથી બીજા અન્ય તેલોની ઘટ્ટતા અને ચિકાસ ને દૂર કરવામાં મદદ મળશે. સાથે જ તેનાથી વાળને લાભ પણ મળી શકશે 

2) મીઠાં લીમડાના પાન પકાવીને લગાવો:- જરૂરિયાત પ્રમાણે નાળિયેરનું તેલ લો એક વાસણમાં નાખો અને તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન નાખીને ગરમ કરો જ્યારે લીમડાના પાન પાકી જાય તો ગેસ બંધ કરી દો. તેલને ઠંડુ થવા દો અને વાળમાં લગાવી લો. તેને સ્કેલ્પ થી લઈને વાળના છેડા સુધી લગાવો. આ ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવામાં અત્યંત અસરકારક છે.3) નાળિયેર તેલ અને કપૂર:- નાળિયેર તેલમાં એક બે કપૂરની ગોટી પીસીને મેળવો. આ કપૂરને સારી રીતે ઓગાળવા સુધી ગરમ કરો. ત્યારબાદ ગેસને બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને માથામાં લગાવી લો. અને માથું ધોવાના ચારથી પાંચ કલાક પહેલા વાળમાં લગાવો અને ત્યારબાદ શેમ્પૂથી માથું ધોઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment