પાણીમાં પલાળી કરો આ સામાન્ય દાણાનું સેવન, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ સહીત અનેક ગંભીર બીમારીનો કરી દેશે સફાયો. જાણો સેવનની રીત અને ફાયદા.

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ કોથમીરમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેમજ તે આંખના સ્વાસ્થ્ય માટે ખુબ  જ ગુણકારી માનવામાં આવે છે. આ સિવાય પણ કોથમીરનું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક લાભો આપે છે. પણ જે લોકો કોઈ રોગથી પીડિત હોય તો તેના માટે કોથમીરનું પાણીનું સેવન ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. 

અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કોથમીરના બીજ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકે છે. ભૂખને ઉત્તેજીત કરી શકે છે. અને પાચનમાં સુધાર લાવી શકે છે. એટલું જ નહિ ડાયાબીટીસના રોગી માટે કોથમીરના બીજ એક એક સારા વિકલ્પ તરીકે ઉપયોગી છે.

ભારતીય મસાલાઓમાં એક ખુબ જ ઉપયોગી મસાલા રૂપે કોથમીર માનવામાં આવે છે. કોથમીર કે જેને સીલેટ્રો અથવા અજમોદના રૂપમાં માનવામાં આવે છે. કોથમીરના પાનથી લઈને તેના બીજ પણ ખાવા લાયક હોય છે અને ખાવાની વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ભોજનને સ્વાદ આપવાની સાથે કોથમીર સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. કોથમીરના બીજ અને પાન એન્ટી ઇન્ફલેમેટરી અને જીવાણુંરોધી ગુણોથી ભરપુર હોય છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કોથમીરનું પાણી બ્લડ શુગર લેવલ મેનેજ કરી શકે છે:- કોથમીર ડાયાબીટીસને મેનેજ કરવા માટે સૌથી વિશ્વાસ પાત્ર પારમ્પરિક ઉપચારો માંથી એક છે. કોથમીરના બીજના અર્કમાં ઘણા એવા યોગિક હોય છે જે બ્લડમાં ડીસ્ચાર્જ થતા એન્ટી હાઇપરગ્લાઈસેમીક, ઇન્સુલીન ડીસ્ચાર્જીંગ અને ઇન્સુલીન જેવી ગતિવિધિનું કારણ બને છે. જે તમારા બ્લડ શુગર લેવલ ને બનાવી રાખવામાં મદદ કરે છે. 

કોથમીરના બીજ બ્લડ શુગરને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. તે ઇન્સુલીન ના સ્ત્રાવને ઉત્તેજિત કરીને સ્વાભાવિક રૂપથી ડાયાબિટીસને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. ઇન્સુલીન અગ્નાશય દ્વારા બનાવવામાં આવેલ એક હાર્મોન છે જે તમારા શરીરને શુગરનો ઉપયોગ કરવાની અનુમતી આપે છે. જયારે ઇન્સુલીન ખરાબ થઇ જાય છે, તો તમારું શરીર એ નથી જણાવતું કે કેટલી ખાંડને મેટાબોલાઈજ કરવાની જરૂર હોય છે. તેનાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે.ડાયાબિટીસના દર્દી માટે કોથમીરનું પાણી કરી રીતે તૈયાર કરવું:- પીસેલા કોથમીરના બીજ લો. પાણીમાં બીજને નાખો. તેને આખી રાત પલાળી રાખો. ગરણીની મદદથી તેને ગાળી લો. બીજને કાઢી નાખો. સવારના સમયે તેનું સેવન કરો. તમે દિવસ દરમિયાન પણ થોડું થોડું પાણી પી શકો છો. 

આ રીતે તમે કોથમીરનું પાણી બનાવીને તેનું સેવન કરી શકો છો. કોથમીરએ અનેક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમજ કોથમીરમાં વિટામીન એ હોવાથી તે આંખની રોશની વધારવાનું કામ કરે છે. ડાયાબીટીસના રોગમાં કોથમીરનું પાણીનું સેવન ડાયાબિટીસ ને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરી શકે છે. આમ કોથમીર એ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

1 thought on “પાણીમાં પલાળી કરો આ સામાન્ય દાણાનું સેવન, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ સહીત અનેક ગંભીર બીમારીનો કરી દેશે સફાયો. જાણો સેવનની રીત અને ફાયદા.”

  1. Very informative.Thanks
    I thought Corriender beej (Dhana) helps in cleansing the Kidneys also.Can you please clarify this.
    If not what helps in the Smooth functioning of the Kidneys.Please throw some light on this also.

    Reply

Leave a Comment