અપનાવો આ ઘરેલું સરળ નુસખા, કાળા પડેલા પગમાં લાવી દેશે નિખાર…પગના ડાઘ-ધબ્બા કરી દેશે દુર…

મિત્રો શરીરના દરેક ભાગની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. શિયાળાની ઋતુ હોય કે ઉનાળાની ખીલ નીકળવાની સમસ્યા ક્યારેય પણ થઈ શકે છે. આ ખીલ ચહેરાની સાથે સાથે પગ પર પણ નીકળવા લાગે છે અને તેના ઘણા કારણો હોઈ શકે છે.

જેમ કે મને પગમાં વેક્સિંગ કર્યા બાદ પગમાં દાણા નીકળવા લાગે છે. કેટલીક વાર મચ્છરના કરડવાથી તો ક્યારેક ગંદા મોજા પહેરવાથી પણ ખીલ કે દાણા નીકળી આવે છે. બની શકે કે તમારી પાસે કારણ અલગ હોય પરંતુ ખીલના દાગ જતા જતા ત્વચા પર ડાઘ ધબ્બા છોડતા જાય છે તે જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે.એવામાં આ ડાઘ ધબ્બાને દૂર કરવા માટે તમે બ્યુટી પ્રોડક્ટસની સાથે સાથે કેટલાક ઘરેલુ નુસખા પણ અપનાવી શકો છો. પગમાં ખીલના ડાઘ ધબ્બાને હટાવવા માટે તમે ઘરના રસોઈ ઘરમાં રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેથી આજે અમે તમને કેટલાક એવા નુસખા જણાવીશું જે તમે ખૂબ જ સરળતાથી ટ્રાય કરી શકો છો.

1) એલોવેરા જેલ:- ત્વચા માટે એલોવેરા જેલ ખૂબ જ સારી માનવામાં આવે છે. જોકે સેન્સેટિવ સ્કીન વાળાઓએ આને ડાયરેક્ટ સ્કિન પર ન લગાવવું જોઈએ. એલોવેરામાં કુદરતી મોસ્ચ્યુરાઇઝર સાથે સાથે વિટામીન સી પણ હોય છે. આ વિટામિન સી ત્વચાને બ્લીચ કરીને અને ત્વચાને નિખારવાનું કામ કરે છે. તમે એલોવેરાને ગુલાબજળની સાથે મિક્સ કરીને પગના ડાઘ ધબ્બામાં લગાવી શકો છો. જો તમે દરરોજ આ ઘરેલુ નુસખા ને અપનાવો છો તો તમને તેના ઘણા બધા ફાયદા જોવા મળશે.2) બેકિંગ સોડા:- બેકિંગ સોડા પાવડરમાં પણ એક્સફોલિએટિંગ પાવર હોય છે. જોકે ઓઈલી સ્કિન પર આ સૌથી સારું પરિણામ આપે છે. પરંતુ તમે આને ડ્રાય સ્કીન પર પેચ ટેસ્ટ કર્યા બાદ જ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડામાં તમે લીંબુનો રસ, ગુલાબજળ અને મધ વગેરે મિક્સ કરી શકો છો. આ તમારી ત્વચાને નુકસાન પણ નહીં પહોંચાડે અને ડાઘ ધબ્બાને પણ આછા કરી દેશે. તમને જણાવીએ કે કેટલીક વાર ડેડ સ્કિન ની પરત જામી જવાના કારણે પણ ડાઘ ધબ્બા ઘેરા કાળા રંગના દેખાય છે. એવામાં સ્કીનને એક્સફોલિએટ કરવું ખૂબ જ જરૂરી હોય છે.

3) નાળિયેરનું તેલ:- નાળિયેરનું તેલ દરેક રીતે ત્વચા માટે સારું છે. આ એક સારું મોસ્ચ્યુરાઈઝર હોવાની સાથે તેમાં કોઈપણ ઘાવ કે ઇન્ફેક્શનને મટાડવાનો ગુણ પણ છે. એવામાં તમારા પગમાં નીકળતા દાણા અને ખીલ પર નાળિયેર તેલ લગાવી શકો છો. એટલું જ નહીં જ્યારે ખીલ સુકાઈ જાય તો તેના ડાઘ ડબ્બા દૂર કરવા માટે પણ તમે નાળિયેરના તેલ નો ઉપયોગ કરી શકો છો.4) મધ:- મધ એક કુદરતી મોસ્ચરાઇઝર છે અને તેમાં પણ ડાઘ ધબ્બાને આછા કરવાની ક્ષમતા હોય છે. મધને પણ તમે ખીલના ડાઘ ધબ્બા પર લગાવી શકો છો. જો તમને હજુ વધારે સારું પરિણામ જોઈએ તો મધમા બેસન ને મિક્સ કરો અને ત્યારબાદ આ મિશ્રણને ડાઘ ધબ્બા વાળા ભાગ પર લગાવો.

5) કાચું દૂધ:- કાચું દૂધ પણ તમે ત્વચા પર ડાઘ ધબા દૂર કરવા માટે લગાવી શકો છો. કાચા દૂધમાં વિટામિન ઈ વિટામિન ડી અને વિટામીન b6 ની સાથે જ ફેટી એસિડ પણ હોય છે. કાચું દૂધ એક સારું સ્કીન ક્લિનઝર પણ હોય છે અને ત્વચાને ડીપ ક્લીન કરવા માટે કામ આવે છે. પગની સફાઈ કે કાળા ડાઘ ધબ્બાને સાફ કરવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો દૂધમાં થોડું મધ પણ મિક્સ કરી શકો છો. તેનાથી પગમાં ચોટેલી ડેટ સ્કીનની પરત નીકળી જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment