ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે આ 4 દેશી વસ્તુ, બ્લડ શુગરને આજીવન રાખશે એકદમ કંટ્રોલમાં…બસ આ રીતે કરો સેવન…

ડાયાબિટીસ એક એવી બીમારી છે જે વિશ્વભરમાં મહામારીની જેમ ફેલાઈ રહી છે. આજની બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણીના કારણે લગભગ દરેક ઘરમાં તમને એક ડાયાબિટીસનો દર્દી જરૂર જોવા મળશે. ડાયાબિટીસને સમયસર નિયંત્રિત કરવું અત્યંત જરૂરી છે. નહિતર વ્યક્તિની સ્થિતિ વધારે ભયાનક થઈ શકે છે.

ડાયાબિટીસ ધીરે ધીરે તમારા શરીરના બીજા અંગોને પણ પ્રભાવિત કરવા લાગે છે. જોકે ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે દવા ઉપલબ્ધ છે પરંતુ એટલું જ પૂરતું નથી હોતું તેના માટે તમારે દૈનિક આહારમાં કેટલાક બદલાવ કરવાની જરૂર હોય છે. એવામાં તમે આ દેશી અને ખાદ્ય પદાર્થોને સામેલ કરવાના પણ વિચારી શકો છો જે તમારા બ્લડ શુગરને ઘટાડીને ડાયાબિટીસ મેનેજમેન્ટ કરવામાં મદદ કરશે.ડાયાબિટીસ દુનિયાની સૌથી ઘાતક બીમારીઓમાંથી એક છે. દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસની બીમારી કોઈપણ ને થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં બ્લડ સુગરનું સ્તર અસામાન્ય રૂપ થી વધારે હોય છે. બ્લડ પ્રેશરમાં સ્પાઇક તો એટલા માટે હોય છે કારણ કે શરીર પૂરતા ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી કરી રહ્યું હતું, કે આ ઉત્પાદિત ઇન્સ્યુલિનના માટે સારી રીતે પ્રતિક્રિયા કરવામાં સક્ષમ નથી હોતું. એવામાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાનપાન પ્રત્યે સચેત અને સતર્ક હોવાની આવશ્યકતા છે.

ડાયાબિટીસના દર્દીઓએ હાઈ ફાઇબર વાળા આહારને ડાયટમાં લેવાની સલાહ આપવામાં આવે છે, કારણકે ફાઇબર બ્લડ શુગરમાં રિલીઝને ઘટાડે છે અને અસામાન્ય સ્પાઈક ને રોકે છે. આવો અમે તમને કેટલાક એવા દેશી નુસખા વિશે જણાવીશું જે ઝડપથી તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા મદદ કરશે.1) મૂળા:- મૂળા ઉચ્ચ ફાઇબર યુક્ત હોય છે અને તમારા બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમે મૂળાને સલાડના રૂપમાં ખાઈ શકો છો, કે તમે મૂળાના પરાઠા બનાવીને પણ ખાઈ શકો છો. તમે મૂળા સાથે મોસમી શાકભાજી અને તેમાં લીંબુનો રસ તથા હળવું મીઠું નાખીને પણ ખાઈ શકો છો, જેનાથી તેનો સ્વાદ પણ સારો લાગશે અને તમને તેનો સ્વાસ્થ્ય લાભ પણ મળશે.

2) કારેલા:- સ્વાદમાં કડવા એવા કારેલા તમારા માટે ફાયદાથી ભરપૂર છે. જેવી રીતે દવા જેટલી કડવી હોય છે તેટલી જલ્દી અસર કરે છે, બસ તેવી જ રીતે કારેલા પણ છે. તેના કડવા સ્વાદના કારણે ઘણા લોકો તેને પસંદ નથી કરતા પરંતુ કારેલા તમારું વજન ઘટાડવાથી લઈને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. કારેલામાં ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ પોલીપેપ્ટાઈડ-પી કે પી-ઇન્સ્યુલિન નામનું એક યોગીક હોય છે.3) રાગી:- ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ ની વધુ માત્રા ઉપલબ્ધ હોય છે. તેથી તેનું સેવન સીમિત માત્રામાં કરવું યોગ્ય ગણાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમારે ઘઉં ની જગ્યાએ રાગીનું સેવન કરી શકો છો, કે જે તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક સ્વસ્થ વિકલ્પ છે. રાગીમાં ફાઇબર, કેલ્શિયમ અને જરૂરી એમિનો એસિડ હોય છે, જેનાથી તેને એક પૌષ્ટિક અનાજના રૂપમાં ગણવામાં આવે છે. તમે રાગીના ઢોસા કે રાગીના આલુ પરાઠા પણ ટ્રાય કરી શકો છો.

4) ફૂટ્ટુ:- કુટ્ટુ એક પ્રકારનું અનાજ છે, જેના દાણાનું કદ નાનું અને ત્રિકોણાકાર હોય છે. તેનો રંગ ઘેરો હોય છે. તેનો ઉપયોગ ઘાસચારો અને લોટ બનાવવા માટે થાય છે. કુટ્ટુ ને અંગ્રેજીમાં બકવેટ કહે છે. ફૂટ્ટુ સામાન્ય રીતે ઉપવાસ કે વ્રતના ભોજનમાં સમાવેશ કરવામાં આવે છે. આ એક એવું સ્વસ્થ અને પૌષ્ટિક અનાજ છે, કે જે તમારા બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એક ઓછું ગ્લાયસેમિક સૂચકાંક વાળુ અનાજ છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment