આ લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ મૂળાનું વધુ સેવન નહીં તો શરીરમાં થઇ શકે છે ગંભીર અસર…આ વસ્તુઓ સાથે ક્યારેય ન કરવું મુળાનું સેવન…

શિયાળામાં ભરપૂર માત્રામાં લીલી શાકભાજી જોવા મળે છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. શિયાળામાં મૂળા પણ વધુ માત્રામાં જોવા મળે છે. મૂળાનું સેવન તમે જુદી જુદી રીતે કરી શકો છો. મૂળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.

શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન કરવાથી થતા મોસમી રોગોથી બચાવે છે અને પાચનક્રિયા સ્વસ્થ રાખે છે. જે લોકોને બ્લડ સુગરની સમસ્યા હોય તેવા લોકો માટે મૂળાનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. શિયાળામાં દરરોજ મૂળાનું સેવન કરવાથી સામાન્ય શરદી જેવી નાની મોસમી બીમારીઓથી બચી શકાય છે. મૂળાના પરાઠા હોય કે સલાડ ખાવામાં બંને સ્વાદિષ્ટ લાગે છે. મૂળામાં વિટામીન, ખનીજ, એન્ટિઓક્સિડન્ટ, ફાઈટોન્યુટ્રીએન્ટ્સ વગેરે પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય.

મૂળામાં હાજર ગુણ સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારી સુંદરતા પણ જાળવી રાખવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય માટે આટલા ફાયદાકારક હોવા છતાં પણ શું તમે જાણો છો મૂળાનું જરૂર કરતાં વધારે સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. તો આવો જાણીએ આખરે કયા લોકોએ મૂળાનું વધારે સેવન કરતા બચવું જોઈએ.મૂળા ખાવાના નુકસાન:-

1) હાઇપોટેન્શન:- જો તમે મૂળા નું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો આ તમારા રક્તચાપને અસામાન્ય રૂપે નીચા સ્તર પર લાવી શકે છે અને તેનાથી તમને હાઇપોટેન્શન કે લો બ્લડ પ્રેશર ની સમસ્યા થઈ શકે છે. એવામાં જો તમે પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની દવાઓનું સેવન કરી રહ્યા હોય તો મૂળાને તમારા આહારમાં સામેલ ન કરો. આ તમારા બ્લડ પ્રેશર પર ખરાબ અસર કરી શકે છે.

2) આયર્ન ની અધિકતા:- જો તમારા શરીરમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય અને તમે તો પણ મૂળાનું સેવન વધુ પ્રમાણમાં કરી રહ્યા હોવ તો આ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. શરીરમાં આયર્નની અધિકતાથી તમને અનેક પ્રકારના નુકસાન જેમ કે પેટનો દુખાવો, ઝાડા, ઉલટી, ચક્કર આવવા, બ્લડ સુગરના સ્તરમાં કમી, લીવરને નુકસાન, આંતરિક રક્તસ્ત્રાવનું જોખમ વધી શકે છે.3) થાઇરોઇડ:- કાચા મૂળા નું સેવન થાઇરોડના રોગીઓ માટે લાભદાયક માનવામાં નથી આવતું. કાચા મૂળામાં ગોઈટ્રોજન નામનું યૌગિક હોય છે, જે થાઈરોઈડ હોર્મોન માં હસ્તક્ષેપ કરે છે અને થાઇરોઈડ ગ્રંથિમાં ખરાબીનું કારણ બની શકે છે. આવા લોકો મૂળાના સલાડનું સેવન બિલકુલ પણ ન કરે. 

4) ડીહાઇડ્રેશન:- જો તમે વધુ પ્રમાણમાં મૂળા નું સેવન કરો છો તો આ આ ડિહાઇડ્રેશન નું પણ કારણ બની શકે છે. મૂળામાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે જે પેશાબના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. આના સેવનથી વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જેના કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં પાણી નીકળી જાય છે અને વ્યક્તિને ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે. તેથી મૂળાનું સેવન સીમિત પ્રમાણ માં કરવું.

5) બ્લડ સુગર:- જે લોકોનું બ્લડ સુગર લેવલ ડાઉન રહેતું હોય તેવા લોકોએ પણ વધારે મૂળા ખાવાથી બચવું જોઈએ. મૂળાનું વધુ સેવન કરવાથી હાઇપોગ્લાઇસેમિયા ની સમસ્યા પણ થઈ શકે છે.6) કાકડી:- ઘણા લોકો બપોરે સલાડમાં કાકડી અને મૂળા એકસાથે ખાય છે. પરંતુ એકસાથે કાકડી અને મૂળા ન ખાવા જોઈએ. તમને જણાવીએ કે કાકડીમાં એસ્કોર્બેટ હોય છે, જે વિટામિન સીને શોષવાનું કામ કરે છે. તેથી, આ બંનેને સાથે ખાવું ટાળવું જોઈએ.

7) શરદી:- જે લોકોને શરદીની સમસ્યા હોય તેવા લોકોએ મૂળાનું સેવન ટાળવું જોઇએ. નિષ્ણાતોના મતે મૂળાની તાસીર ગરમ હોય છે, પરંતુ જો તેનું સેવન સવારના બદલે સાંજે કરવામાં આવે તો તેની અસર ઠંડી હોય છે. જેના કારણે શરદીની સમસ્યા હોય તેવા લોકોએ રાત્રે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

8) સંતરા:- વધુ સંતરા અને મૂળા ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. એવું માનવામાં આવે છે કે મૂળા અને નારંગીનું મિશ્રણ શરીરમાં ઝેરી અસર કરી શકે છે. જો તમે પહેલાથી જ પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

9) પિત્તાશયનું જોખમ વધી શકે છે:- જે લોકો પથરીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય તેમણે મૂળાનું સેવન ટાળવું જોઈએ. કારણ કે મૂળાનું સેવન કરવાથી પિત્તાશયની પથરીનું જોખમ વધી શકે છે.

આ વસ્તુ સાથે મૂળાનું સેવન ન કરો-દૂધ :- મૂળા ખાધા પછી તરત દૂધ ન પીવું જોઈએ. મિત્રો મૂળા ખાધા પછી તરત જ દૂધ પીવાથી પાચનતંત્રને બગાડી શકે છે. તમને જણાવીએ કે મૂળા શરીરને અંદરથી ગરમ કરે છે અને તે પછી દૂધ પીવાથી હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. તેથી બંને વચ્ચે થોડા કલાકોનું જરૂરથી અંતર રાખવું જરૂરી છે અને પછી સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment