આજીવન નહિ થાય યુરિક એસિડ વધવાની સમસ્યા, ખાવા લાગો આ વસ્તુઓ… વા, સાંધા અને ગઠિયાના રોગો થશે દુર…. અને બીમારીને આપશે માત…

મિત્રો યુરિક એસિડ વધવાથી સાંધા માં દુખાવો થવાની સાથે જ ગઠીયાવાની સમસ્યા પણ થઈ શકે છે. જેમને પહેલેથી જ આ સમસ્યા હોય તેમની બોડીમાં યુરિક એસિડ વધવાનું ખૂબ જ જોખમ વધી જાય છે. પોતાના ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરશો તો યુરિક એસિડ લેવલ વધવાનું જોખમ ખૂબ જ ઓછું થઈ જશે.

યૂરિક એસિડને નિયંત્રિત કરે છે આટલા ખાદ્ય પદાર્થ:- સાંધામાં દુખાવો અને ગાંઠિયા વા ની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાના કારણ ની પાછળ આપણી ફૂડ હેબિટ નો પણ સૌથી મોટો હાથ હોય છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો અને ગાંઠિયાવા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

શરીરમાં પ્રોટીન નો બાય પ્રોડક્ટ પ્યુરીન હોય છે. પ્યુરીન તૂટે છે તો યુરિક એસિડ બને છે. યુરિક એસિડ નું પ્રમાણ વધવા પર આ ક્રિસ્ટલના રૂપમાં શરીરના સાંધામાં જઈને જમા થઈ જાય છે અને ત્યારબાદ સાંધામાં સોજો અને ત્યાં સુધી કે ગઠીયા જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

એવામાં હાઈ પ્યુરીન ફૂડ ગઠિયા થી પીડિત લોકો માટે ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમે પણ સાંધાના દુખાવા કે ગઠીયાવાની સમસ્યાથી પરેશાન હોય તો ડાયટમાં મોટા બદલાવ કરવા જરૂરી છે. હાઈ પ્યુરીન ફૂડ ને થાળીમાંથી હટાવીને હાઈ ફાઇબર યુક્ત ફૂડને સામેલ કરવાથી શરીરમાં યુરિક એસિડ વધવાના જોખમને ઘણા અંશે ઓછું કરી શકાય છે. આવો જાણીએ કે એવા કયા ફૂડ છે જે યુરિક એસિડને નિયંત્રિત કરી શકે છે.

આ 6 વસ્તુઓની ડાયટમાં કરી લો સામેલ:-

1) લો ફેટ પ્રોડક્ટ:- જો તમે સાંધામાં દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમારા ડાયટમાં હવેથી લો ફેટ પ્રોડક્ટને સામેલ કરી લો. એક રિપોર્ટ પ્રમાણે દહીં અને મલાઈ કાઢી લીધેલું દૂધ લો ફેટ પ્રોડક્ટ ના રૂપમાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ નહીં વધે.

2) તાજા ફળ, શાકભાજી:- યુરિક એસિડ ફાસ્ટ ફૂડ અને ફ્રાઇડ વસ્તુઓ ખાવાથી પણ વધે છે. એવામાં તમારા ભોજનમાં બદલાવ કરો અને ડાયટમાં વધુમાં વધુ ફળ અને શાકભાજીને સામેલ કરો. લો પ્યુરીન ફળ અને તાજા શાકભાજીનું સેવન યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.3) આખું અનાજ અને કઠોળ:- યુરિક એસિડ ની સમસ્યામાં હાઇ ફાઇબર યુક્ત આખું અનાજ અને કઠોળનું સેવન ખૂબ જ ફાયદાકારક બની શકે છે. તેને ખાવાથી શરીરમાં યુરિક એસિડ નથી વધતું. ખાવામાં તમે પીનટ બટરને પણ સામેલ કરી શકો છો.

4) બટાકા ભાત:- બટાકા , ચોખા રોટલી અને પાસ્તા ઓછા પ્યુરીન વાળા ખોરાકમાં આવે છે. એવામાં ગઠિયો વા અને સાંધાના દુખાવાની સમસ્યાનો સામનો કરતા લોકો તેનું સેવન કરી શકે છે. આ વસ્તુઓ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવાની ચિંતા નથી રહેતી.5) પર્યાપ્ત પાણી:- શરીરમાં જો યુરિક એસિડ ના પ્રમાણ ને નિયંત્રિત કરવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં હાજર યુરિક એસિડ યુરિનના મધ્યમથી બહાર નીકળી જાય છે અને શરીરમાં યુરિક એસિડનું સ્તર નિયંત્રિત રહે છે. 

6) ઈંડુ:- નોનવેજ ખાવાવાળા મોટા ભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ઈંડાથી કરે છે. તમે જો સીમિત પ્રમાણમાં ઈંડાનું સેવન કરો છો તો તેને ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવાનું જોખમ ખૂબ જ ઓછું રહે છે. જોકે વધારે ઈંડાનું સેવન શરીરમાં યુરિક એસિડને વધારી શકે છે. તેની સાથે જ પ્રમાણસર માત્રામાં  ફિશ, ચિકનનું સેવન પણ કરી શકાય છે.

આ રીતે બનાવી શકો છો તમારું ડાયટ ચાર્ટ:- સાંધાના દુખાવાની સમસ્યાનો સામનો કરવા પર પોતાના ખાન પાનમાં મોટા બદલાવ કરવાની જરૂર હોય છે. સાંધાનો દુખાવો કે ગાંઠિયાની સમસ્યા સીધી આપણા ખોરાકની ટેવો થી જોડાયેલી હોય છે. એક રિપોર્ટ પ્રમાણે તમે તમારા ડાયટમાં નીચે પ્રમાણે બદલાવ લાવી શકો છો.1) નાસ્તો:- આખા અનાજ, ઓછી ચરબીવાળું મલાઈ વગરનું દૂધ, 1કપ તાજી સ્ટ્રોબેરી, કોફી, પાણી.

2) લંચ:- આખા અનાજના રોલ્સ સાથે શેકેલા ચિકન બ્રીસ્ટના ટુકડા, મિક્સ ગ્રીન સલાડ સાથે શાકભાજી, મલાઈ કાઢેલું અથવા ઓછી ચરબીવાળા દૂધ કે પાણી

3) સાંજ માટે નાસ્તો:- એક કપ તાજી બેરી, પાણી.

4) રાત્રિ નું ભોજન:- શેકેલા સૅલ્મોન, શેકેલા અથવા બાફેલા લીલા કઠોળ, આખા અનાજના પાસ્તા, ઓછી ચરબીવાળું દહીં, 1 કપ તાજા શકરટેટી, હર્બલ ચા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment