શરીરના સોજાથી લઈને શરદી, ગળાના દુખાવા, મોંના ચાંદા અને પેટના દરેક રોગ ભાગી જશે એક જ રાતમાં… જાણી સેવન કરવાની રીત… જીવો ત્યાં સુધી નહિ થાય કેન્સર…

મિત્રો આપણે સૌ સુંઠનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને આ શિયાળામાં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સુંઠ એ અનેક બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરે છે. અને તમને તંદુરસ્ત રાખવામાં તમારી મદદ કરે છે. લાંબા સમયથી સૂંઠને એક અસરકારક ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

તે આદુને સૂકવીને બનાવવામાં આવતો પાવડર છે, જેનો ઉપયોગ આદુંની જેમ જ કરવામાં આવે છે. ભોજનમાં એક મસાલાની જેમ ઉપયોગમાં લેવામાં આવતી સૂંઠ આંતરિક સ્વાસ્થ્યથી લઈને ત્વચા સંબંધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. આ લેખમાં અમારી સાથે જાણો સૂંઠના ગુણ અને શરીર માટે સૂંઠના ફાયદા. 1) તાવમાં રાહત:- સૂંઠ આદુંનો પાવડર છે, જે દરેક ઘરની રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેને મુખ્યત્વે ચા, શાકભાજી અને અન્ય પેય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શોધ મુજબ, આદું મેલેરિયા અને તાવ જેવી સમસ્યાઓની સાથે શરદી-ઉધરસથી રાહત અપાવવાનું કામ કરે છે. માટે એવું માનવામાં આવે છે કે, સૂંઠનો ઉપયોગ કરીને તાવથી રાહત મેળવી શકાય છે. 

2) વજન ઘટાડવા માટે ઉપયોગી:- સૂંઠનો ઉપયોગ શરીરનો વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. જેવુ કે આપણે ઉપર જાણ્યું કે, સૂંઠ આદુંનો પાવડર છે અને આદુંમાં લિપિડ પ્રોફાઇલ ઘટાડવાની ક્ષમતા હોય છે. શોધ મુજબ, આદું લિપિડ પ્રોફાઇલને ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે સિવાય ડોક્ટરોનું કહેવું છે કે, સૂંઠમાં થર્મોજેનિક ગુણ હોય છે, જે ફૈટ બર્નરની જેમ કાર્ય કરે છે. સાથે જ મેટાબોલીજ્મને સારું બનાવી શકે છે. એવામાં નવશેકા પાણી સાથે તેનો ઉપયોગ લાભદાયી ગણવામાં આવે છે.

3) પેટની બળતરાથી રાહત:- પેટની બળતરા મટાડવા માટે આદું અસરકારક ભૂમિકા ભજવે છે. વાસ્તવમાં, આ ખાદ્ય પદાર્થનો ઉપયોગ પ્રાચીન સમયમાં પેટથી જોડાયેલી ઘણી સમસ્યાઓ જેવીકે, કબજિયાત, ઝાડા, અપચો, પેટ ફૂલવું, ગેસ, ઉલ્ટી થવી વગેરેના ઈલાજ માટે કરવામાં આવતો હતો, જે પેટમાં બળતરાનું કારણ બની શકે છે.4) માથાનો દુખાવો:- માથાના દુખાવામાં પણ સૂંઠના ફાયદા જોઈ શકાય છે. વાસ્તવમાં, એક પારંપારિક દવાના રૂપમાં આદુંનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. આદું ઉલ્ટીની સાથે માથાના દુખાવામાં અને માઈગ્રેન મટાડવામાં પણ મદદ કરી શકે છે. 

5) છાતીમાં દુખાવો:- આદુંનો ઉપયોગ પ્રાચીન કાળથી જ ચીની આયુર્વેદિક અને તીબ્બત-યુનાની હર્બલ દવાઓમાં કરવામાં આવે છે. તે માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેની સકારાત્મક અસર છાતીનો દુખાવો દૂર કરવામાં પણ જોઈ શકાય છે. તે સિવાય આદુમાં જિંજરોલ નામનું ખાસ તત્વ રહેલું હોય છે. જે રક્ત પ્રવાહને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે દુખાવાને દૂર કરવાનું કામ કરી શકે છે.6) સોજા મટાડે છે:- ઘણી બીમારીઓ અને દુખાવાનું કારણ સોજા હોઈ શકે છે. આ સોજાની સમસ્યા દૂર કરવા માટે સૂંઠ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમકે, તમને પહેલા જણાવવામાં આવ્યું કે, સૂંઠ આદુના પાવડરથી બને છે. અને આદુમાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે દુખાવાની સાથે સાથે સોજા મટાડવાનું કામ કરે છે. 

7) ચયાપચય:- આદું વધારે ઉપયોગમાં આવતા મસાલાઓ અને ઔષધીઓ માંથી એક છે, જે ચયાપચય સંબંધી અસામાન્યતામાં સુધારો કરવાનું કામ કરે છે. સાથે જ તેમાં રહેલ તત્વ ચયાપચયને જાળવી રાખવાનું કામ કરે છે. 

8) માઈગ્રેન માટે સૂંઠના ફાયદા:- માઈગ્રેનને દૂર કરવા માટે તમે ઘણા પ્રકારના ઉપચારોની મદદ લઈ શકો છો. પરંતુ શું તમે જાણો છો કે સૂંઠનું સેવન માઈગ્રેનની સમસ્યામાંથી રાહત અપાવે છે. વાસ્તવમાં, સૂંઠ પર કરવામાં આવેલા અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે તે, માઈગ્રેન દૂર કરતી દવા સમાન અસરકારક થઈ શકે છે.9) કેન્સર માટે:- કેન્સર જેવી જીવલેણ બીમારીમાં પણ સૂંઠ સકારાત્મક પરિણામો આપી શકે છે. આદું એન્ટિ-કેન્સર ગુણોથી સમૃદ્ધ હોય છે, શોધ મુજબ, આદું ઘણા પ્રકારના કેન્સરથી બચાવ કરી શકે છે. 

10) ગર્ભાવસ્થામાં સૂંઠનું સેવન:- ગર્ભાવસ્થામાં સૂંઠનું સેવન લાભદાયી પરિણામો આપી શકે છે. આદું પ્રેગ્નેન્સી દરમિયાન થતી ઉલ્ટીની સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. 

11) ઇમ્યુનિટી સિસ્ટમ માટે:- શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય ત્યારે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીં સૂંઠ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જોકે, સૂંઠ પૂર્ણ રૂપ રોગપ્રતિકારક પ્રણાલી પર કેવી રીતે કામ કરે છે, તેના પર હજુ શોધની જરૂરિયાત છે.12) ડાયાબિટિસ:- સૂંઠનું સેવન ડાયાબિટીસની સમસ્યામાં છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા એન્ટિ-ડાયાબિટીક ગુણ ડાયાબિટીસના દર્દીઓમાં શુગરની માત્રાને સંતુલિત કરવાનું કામ કરે છે. આગળ જાણીએ ત્વચા માટે સૂંઠ કઈ રીતે લાભદાયી થઈ શકે છે.

ત્વચા માટે સૂંઠના ફાયદા:- 

1) ખીલ માટે:- આદુંના પાવડરને સૂંઠના નામે ઓળખવામાં આવે છે. આદુંમાં જોવા મળતા ગુણ સૂંઠમાં પણ રહેલા હોય છે. સૂંઠને હોમિયોપેથિક ઈલાજ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જે તમારી ખીલની સમસ્યા દૂર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તે સિવાય તેનો ઉપયોગ ખીલ દૂર કરતી દવાઓના ઉપયોગમાં પણ કરવામાં આવે છે.2) ટોનરના રૂપમાં:- ટોનરનો ઉપયોગ ત્વચાની ગંદકી દૂર કરવા માટે કરવામાં આવે છે, જેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણોને પણ સમાવિષ્ટ કરી શકાય છે. ટોનરના રૂપમાં સૂંઠનો સરખો ઉપયોગ કરવા માટે એક વખત ચીકીત્સા વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી જોઈએ. 

સૂંઠનો ઉપયોગ:- સૂંઠનો ઉપયોગ અનેક પ્રકારે કરી શકાય છે. તેનો ઉપયોગ મસાલાનાં રૂપમાં કરી શાકાય છે. ચાનો સ્વાદ વધારવા માટે અને સુગંધ માટે તાજી સૂંઠનો ઉપયોગ કરવામાં આવે છે. સૂંઠને લાડવા બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સૂંઠના પાવડરને નવશેકા પાણીમાં નાખીને નાહી શકાય છે.   

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment