આ ખતરનાક બીમારીનો રામબાણ ઈલાજ છે જલેબી અને રબડી… જાણો ખાવાની સાચી રીત, બે મિનીટમાં મળશે રાહત…

મિત્રો જયારે જલેબીનું નામ આવે એટલે તરત જ દરેકના મો માં પાણી આવી જાય. કેમ કે જલેબી છે જ એવી કે એક વખત ખાધા પછી વારેવારે ખાવાનું મન થાય. જો કે ગરમ ગરમ જલેબી ખાવાની મજા જ કઈક અલગ હોય છે. પણ આજે અમે તમને જલેબી ખાવા વિશે નહિ પૂછીએ પણ જલેબીનું સેવન કરવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. તેમાં પણ ખાસ કરીને જલેબી સાથે જો તમે રબડીનું સેવન કરો છો તો તેનાથી તમારી કેટલીક બીમારીઓ દુર થઇ જાય છે. 

રબડી-જલેબીનું કોંબીનેશન ભારતમાં ઘણું મશહૂર છે. તે ખાવામાં એટલી લાજવાબ લાગે છે કે ગામડાઓથી લઈને શહેરમાં પણ તેની ધૂમ રહેતી હોય છે. પરંતુ જો અમે કહીએ કે આ મીઠાઇને ખાઈને તમે બીમારીનો ઈલાજ પણ કરી શકો છો, તો સોને પે સુહાગા થઈ જશે.

આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યુ કે, જલેબી-રબડી ખાવાથી વાત દોષને મટાડી શકાય છે. જેના કારણે આ ઉપાય માઈગ્રેનના દુખાવામાં રામબાણ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે, આયુર્વેદિક ડોક્ટર મુજબ, આ ઉપાય કેવી રીતે કામ કરે છે. વાત દોષથી બને છે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર:- જે લોકોને વાત દોષની તકલીફ હોય તેમના માટે રબડી જલેબી ખુબ જ ગુણકારી છે. એટલે કે માથાના દુખાવાથી લઈને અનેક માનસિક બીમારીઓ દુર કરવામાં તે મદદ કરે છે. આયુર્વેદિક ડોક્ટર મુજબ, ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરનો સંબંધ વાત દોષથી હોય છે. જેમાં નર્વસ સિસ્ટમથી જોડાયેલી બધી જ બીમારીઓ આવે છે. જો તમને માથામાં દુખાવો, માઈગ્રેન, અલ્ઝાઇમર, માથાનો ઘ, ટેન્શનથી માથાનો દુખાવો, સ્ટ્રોક વગેરેમાંથી કઇંક છે, તો રબડી-જલેબીનો ઉપાય કામ આવી શકે છે. 

રબડી-જલેબી કેવી રીતે કરે છે ફાયદો:- રબડી અને જલેબીનું એકસાથે સેવન કરવાથી તેના કારણે જો તમારા શરીરમાં કફ કે પિત્ત નું પ્રમાણ વધુ હોય તો તેનાથી ઘણો ફાયદો થાય છે. આયુર્વેદિક ડોક્ટર જણાવે છે કે, રબડી અને જલેબીનો મેળ કફવર્ધક આહાર ગણવામાં આવે છે. જે વાતને મટાડે છે. જેના કારણે તમે રબડી-જલેબીનો વાત કાળમાં સેવન કરી શકો છો, તે તે માઈગ્રેન કે માથાના દુખાવામાં રાહત આપી શકે છે.ક્યાં સમયે કરવો આ ઉપાય:- માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવા માટે આ ઉપાયને વાત કાળમાં ખાલી પેટ કરવો જોઈએ. ડોક્ટર મુજબ, સૂર્યોદયથી પહેલાનો સમય વાત કાળ કહેવામા આવે છે અને તે આ ઉપાય કરવા માટે સટીક છે. તમે આ ઉપાયથી ફાયદો મેળવવા માટે સતત 2-3 અઠવાડીયા સુધી ઉપયોગ કરી શકો છો. 

આ લોકોએ ન કરવો ઉપાય:- રબડી અને જલેબી બંને વસ્તુઓમાં શુગર અને લેકટોઝની માત્રા વધારે હોય છે. જેના કારણે આ ઉપાયને ડાયાબિટીસ અને લેકટોઝ ઇનટોલરેન્સના દર્દીઓ માટે નુકસાનદાયક ગણવામાં આવે છે. આમ રબડી જલેબીનું સેવન તમારા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment