શિયાળામાં સાંજે પિય લ્યો આ 5 માંથી કોઈએ પણ 1 સૂપ, ઇમ્યુનિટી, પાચન અને હાડકા મજબૂત કરી શરીરને આજીવન રાખશે એકદમ સાફ અને સ્વસ્થ…

મિત્રો મેં જાણો છો તેમ હવે ધીરેધીરે શિયાળાની શરૂઆત થઇ રહી છે. આથી સ્વાભાવિક છે કે તમને સાંજના સમયે થોડો હળવો નાસ્તો કરવાનું મન થાય. ત્યારે તમે સાંજના હળવા નાસ્તા માટે કેટલીક ઝટપટ બનતી વાનગીઓ બનાવી શકો છો. જે તમને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. 

લંચ કર્યા પછી અને ડિનર પહેલાની ભૂખને શાંત કરવા માટે મોટાભાગના લોકો અનહેલ્થી વસ્તુઓનું સેવન કરતાં હોય છે. આ વસ્તુઓ વજન વધારવાની સાથે સાથે ડિનરની ભૂખ પણ ઓછી કરી દે છે. એવામાં સાંજના સમયે આપણે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે હળવી હોવાની સાથે સાથે તળેલી-શેકેલી ન હોય અને ફટાફટ તૈયાર પણ થઈ જાય.

એવામાં સાંજની નાની અને હળવી ભૂખને શાંત કરવા માટે ડાયેટમાં આ હેલ્થી સૂપને સમાવિષ્ટ કરવા. સૂપ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે ઇમ્યુનિટી મજબૂત કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ સૂપ વિષે જેને તમે ઈવનિંગ સ્નેકના રૂપમાં સમાવિષ્ટ કરી શકો છો. 

1) કોબીજનું સૂપ:- કોબીજના સૂપમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરીને ભૂખને પણ વધારે છે. તેને નિયમિત રીતે પીવાથી નીંદર ન આવવાની સમસ્યા દૂર થાય છે અને સ્કીન પણ ચમકદાર બને છે. કોબીજનું સૂપ બનાવવા માટે કોબીજને પોતાની પસંદ મુજબની સબ્જી સાથે પેનમાં પાણી સાથે બાફવા રાખી દો. શાકભાજી જ્યારે સરખી રીતે બફાઈ જાય, તો તેમાં મસાલા નાખીને સર્વ કરો.2) પાલકનું સૂપ:- પાલકનું સૂપ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને પીવાથી શરીરને ભરપૂર માત્રામાં આયરન, ફાઈબર, ફોલિક એસિડ અને વિટામિન એ વગેરે મળે છે. આ સુપને પીવાથી નબળાઈ દૂર થવાની સાથે સાથે શરીર પણ ડિટોક્સિફાઈડ થાય છે. આ સૂપને બનાવવા માટે પાલકને પાણી સાથે ગેસ પર રાખી લો. તેમાં તમે ડુંગળી અને તમારી પસંદ મુજબ મીઠું પણ નાખી શકો છો. જ્યારે પાલક રેડી થઈ જાય તો ગરમાગરમ સર્વ કરીને પીવું. 

3) મશરૂમ સૂપ:- મશરૂમ સૂપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેને પીવાથી હાડકાં મજબૂત થવાની સાથે સાથે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે અને બ્લડ પ્રેશર વગેરે પણ નિયંત્રણમાં રહે છે. મશરૂમમાં પોટેશિયમ, કોપર, આયરન અને વિટામિન બી વગેરે જોવા મળે છે. આ સુપને તમે વજન ઘટાડવા માટે પણ પી શકો છો. મશરૂમ સૂપને બનાવવા માટે મશરૂમ અને ડુંગળીને થોડી વાર માટે પકાવવું. ત્યાર બાદ પાણી નાખીને થોડી વાર માટે એમ જ રહેવા દો. જ્યારે મશરૂમ સરખી રીતે પકાઈ જાય તો, ઠંડુ થાય એટલે મિકસરમાં પીસી લો. તમારું સૂપ તૈયાર છે.4) ટામેટાંનું સૂપ:- ટામેટાંનું સૂપ શરીર માટે ખૂબ જ હેલ્થી હોય છે. તેને પીવાથી હાડકાં મજબૂત થવાની સાથે સાથે બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. ટામેટાંનું સૂપ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટામેટાંનું સૂપ બનાવવા માટે તમે કુકર્મ ટામેટાં, આદું, ગાજર નાખીને પકાવી લો. હવે તેને પીસીને થોડી વાર માટે ગેસ પર રાખો. તમારું સૂપ તૈયાર છે. 

5) બ્રોકલીનું સૂપ:- બ્રોકલીનું સૂપ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને હ્રદયથી જોડાયેલી બિમારીનું જોખમ પણ મટે છે. આ સુપને બનાવવા માટે થોડું પાણી અને બ્રોકલીને થોડી વાર માટે પકાવો. ઠંડુ થાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીને સર્વ કરો. 

આ બધા સૂપ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સાંજની હળવી ભૂખને શાંત કરવા માટે તેને સરળતાથી બનાવીને પી શકાય છે. પરંતુ ધ્યાન રહે કે, તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો, ડોકટરને પૂછીને જ તેનું સેવન શરૂ કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment