કરો 1 ચમચી આ વસ્તુનું સેવન…ફક્ત 10 મિનિટમાં જ માસિક ધર્મનો દુખાવો કરી દેશે ગાયબ…માસિક ધર્મના દુખાવાથી મળશે કાયમી છુટકારો…. 

માસિક ધર્મ એ દરેક મહિલાઓના શરીરની કુદરતી ક્રિયા છે. આ દરમિયાન અસહ્ય કમરમાં દુખાવો અને ખેંચાણ તેમને બેહાલ કરી દે છે. પરંતુ પિરિયડ્સમાં થતા દુખાવાને માત્ર 10 મિનિટમાં બંધ કરી શકાય છે. તેના માટે તમારા ઘરે જ મળી જતી બે વસ્તુઓથી પિરિયડ્સના દુખાવાની દવા બનાવવાની છે. જેના વિશે ન્યુટ્રીસીયનીસ્ટે સંપૂર્ણ જાણકારી આપી છે. 

બ્લડ અને ઓક્સિજન કપાવાના કારણે થાય છે દુખાવો:- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કેટલીક મહિલાઓને પીરિયડ્સમાં કમર, જાંઘ, પેટની આસપાસ ભયંકર દુખાવાનો સામનો કરવો પડે છે. કારણ કે આ સમય દરમિયાન ગર્ભાશય ઝડપથી સંકોચાવા લાગે છે. જેનાથી ગર્ભાશયની પરતમાં હાજર રક્તવાહિકાઓ દબાઈ જાય છે અને લોહી અને ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જાય છે આ સ્થિતિમાં ટીશ્યુ દુખાવો ઊભો કરવાવાળા કેમિકલ રિલીઝ કરે છે.પીરિયડ્સમાં  કેટલા સમય સુધી રહે છે દુખાવો:- જ્યારે પીરિયડ્સમાં બ્લડિંગ શરૂ થાય છે તો તેની સાથે દુખાવો પણ શરૂ થઈ જાય છે. પરંતુ કેટલીક મહિલાઓને આ પીરિયડ્સ શરૂ થતા પહેલા પણ થઈ શકે છે. જેને પીએમએસ કહેવાય છે. આ દુખાવો 48 થી 72 કલાક સુધી રહી શકે છે. જોકે કેટલીક મહિલાઓને આ સમયથી વધારે પણ આ દુખાવાને સહન કરવો પડે છે.

પીરિયડ્સનો દુખાવો થવા પર શું કરવું?:- કેટલીક મહિલાઓ પિરિયડ્સના કારણે થતા કમરના દર્દ અને ખેંચણથી રાહત મેળવવા માટે પેન કિલર્સ દવાઓનું સેવન કરે છે. પરંતુ નિયમિત રૂપે આ દવાઓ ખાધા બાદ તેમના માસિક ચક્ર અને ઓવ્યુલેશન પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.  જેના કારણે પીરિયડ્સમાં અસામાન્યતા જોવા મળે છે.10 મિનિટમાં બંધ થઈ જશે પિરિયડ્સ નો દુખાવો:- ન્યુટ્રીસીયનીસ્ટ ના જણાવ્યા પ્રમાણે પિરિયડ્સના દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. તેમને જણાવ્યું કે ઘરમાં જ હાજર બે વસ્તુઓનું સેવન કરીને માત્ર થોડીક જ મિનિટમાં તમે દુખાવામાંથી આરામ મેળવી શકો છો. આ સિક્રેટ રેસિપી તેમને પોતાની માતા પાસેથી શીખી છે.

મધ અને આદુ:- જ્યારે તમને પિરિયડ્સનો દુખાવો થાય તો તમે એક નાની ચમચી મધ અને એક નાની ચમચી આદુનો રસ લો. તેનાથી દુખાવો થોડીક જ મિનિટમાં બંધ થઈ જશે. વળી દુખાવો ખેંચાણ અને બ્લોટીંગ થી પણ બચાવ કરવા માટે તમે આ ઘરેલુ ઉપાયને પિરિયડ્સ દરમિયાન દિવસમાં બે વાર લઈ શકો છો.

આ ટિપ્સ પણ છે અસરકારક:- કેટલીક ટિપ્સ અપનાવીને પીરિયડ્સના દુખાવાથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય છે. તમે યોગા, સ્ટ્રેચ અને એક્સરસાઇઝ કરીને દુખાવાથી છુટકારો મેળવી શકો છો. જોકે તમને દુખાવો વધારે હોય તો એકવાર ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. કારણકે આ કોઈ છુપી સ્વાસ્થ્ય સમસ્યા પણ હોઈ શકે છે 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment