આ ચમત્કારિક પીણાથી વગર દવાએ ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, શુગરઆજીવન કાબુમાં રાખવું હોય તો જાણી લ્યો બનાવવાની રીત….

આજના સમયમાં ડાયાબીટીસ એ સામાન્ય રીતે લોકોમાં ઝડપથી થતો રોગ બની ગયો છે. જો કે ડાયાબીટીસને ખત્મ કરવા માટેની કોઈ ચોક્કસ દવા હજુ સુધી શોધાઈ નથી. પણ તમે અમુક દવાનું સેવન કરીને ડાયાબીટીસને કંટ્રોલ કરી શકો છો. તેમજ તમે કેટલાક દેશી ઉપાયો કરીને પણ ડાયાબીટીસને કંટ્રોલ કરી શકો છો. આવા જ એક ઉપાય તરીકે તમે ફુદીનાનું પાણી ઉપયોગમાં લઇ શકો છો. ફુદીનાના પાણીનું સેવન કરવાથી તમારું ડાયાબીટીસ ઝડપથી ઓછુ થાય છે અને કંટ્રોલમાં રહે છે. 

અસંતુલિત ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક આંકડાઓ મુજબ આવનારા વર્ષોમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે હશે. ડાયાબીટીસ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલથી જોડાયેલી બીમારી છે. ખોટી ખાણીપીણી અને નિષ્ક્રિય જીવનશૈલીના કારણે તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે, જેના કારણે તમે ડાયાબિટીસનો શિકાર થઈ જાઓ છો.

ડાયાબિટીસને સરખી ડાયેટ અને નિયમિત રૂપના વ્યાયામ અને એકસરસાઈઝથી રિવર્સ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટર હંમેશા એવી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપે છે જેમાં શુગરની માત્રા ઓછી હોય છે. ડાયાબિટીસની સમસ્યામાં ફુદીનાનું પાણી પીવાથી તમને ઘણા ફાયદા મળે છે, આવો જાણીએ તેના વિશે.ડાયાબિટીસમાં ફુદીનાનું પાણી પીવાના ફાયદા:- આમ જોઈએ તો ફૂદીનના ઘણા ફાયદાઓ છે. પણ તમે ડાયાબીટીસના ઈલાજ રૂપે પણ ફુદીનાનું સેવન કરી શકો છો. ફુદીનાનું પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ફુદીનાના પાંદડામાં રહેલા ગુણ શરીરની સફાઈ કરવાનું કામ કરે છે. તેના સેવનથી તમારા શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને વજન કંટ્રોલ કરવામાં પણ ફાયદો થાય છે.

ડાયાબિટીસની સમસ્યામાં તમારા શરીરનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. તેના કારણે તમારા શરીરમાં ઇન્સુલિનનું નિર્માણ સરખી રીતે થઈ શકતું નથી. ડાયાબિટીસમાં ફુદીનાનું પાણી પીવાથી તમારું બ્લડ શુગર કંટ્રોલ થાય છે અને ઇન્સુલિન પ્રોડકશનને પણ સરખું કરવામાં ઘણો ફાયદો મળે છે. ફુદીનામાં એન્ટિ-ઑક્સીજન, સેનોલીન કમ્પાઉન્ડ જોવા મળે છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ શુગરની માત્રા ઓછી થાય છે અને વજન નિયંત્રિત કરવામાં ઘણો ફાયદો મળે છે.

કેવી રીતે બનાવવું ફુદીનાનું પાણી?:- ડાયાબીટીસમાં તમારે પોતાની ખાણીપીણી પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો કે ડાયાબીટીસ એ અમુક વસ્તુઓના સેવન થી થતો રોગ નથી પણ ઘણી વખત માનસિક ટેન્શનને કારણે પણ ડાયાબીટીસ વધી અથવા તો ઘટી જતું હોય છે. આથી તમારે ડાયાબીટીસમાં તમારે ખાણીપીણી પર પણ ધ્યાન રાખવું પડે છે. જેથી કરીને ડાયાબીટીસ કંટ્રોલમાં રહી શકે. ફુદીનાનું પાણી પીવાથી માત્ર બ્લડ શુગર જ કંટ્રોલ નથી થતું પરંતુ, ડાયાબિટીસમાં થતી ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

તમે સરળતાથી ઘરે ફુદીનાનું પાણી બનાવી શકો છો. તે માટે સૌથી પહેલા થોડાક સાફ ફુદીનાના પાંદડા લો અને તેને સાફ પાણીમાં નાખી લો. ત્યાર બાદ સવારે તે પાંદડાને તે જ પાણીમાં સરખી રીતે ઉકાળીને ફુદીનાનું પાણી તૈયાર કરી શકાય છે. તે સિવાય ફુદીનાના સાફ પાંદડાને મરી અને લીંબુના રસ સાથે મિક્સ કરીને મિક્સરમાં પીસી લો ત્યાર બાદ આ પાણીને સરખી રીતે ગાળી લો. તેનું સેવન નિયમિત રીતે કરવું ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક રહે છે. 

ડાયાબિટીસની સમસ્યામાં ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાણીપીણી અને જીવનશૈલીથી જોડાયેલી બેદરકારી ડાયાબિટીસમાં ભારે પડી શકે છે. નિયમિત રૂપથી ફુદીનાના પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો મળે છે. પરંતુ તેનું સેવન કરતાં પહેલા તેના ડોઝ અને રીત વિશે ડાયેટિશિયન કે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આમ તમારે ડાયાબીટીસમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment