જાણો કમરની નસ દબાવાના કારણ અને તેને ખોલવા માટેના ઘરેલું ઉપાય વિશે…

મિત્રો શરીરના કોઈપણ ભાગમાં નસ દબાવાની સમસ્યા થઈ શકે છે. અને તેના લક્ષણો પણ આપણે જાણી શકતા નથી. તેવી જ રીતે જ્યારે કમરમાં દુખાવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે, આજના સમયમાં ડેસ્ક જોબ ના કારણે મોટાભાગના લોકોને કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે વધારે સમય સુધી બેસી રહેવું, એક જ બાજુ સૂઈ રહેવું, ખોટી સ્થિતિમાં સૂવું અને માસપેશીઓમાં સોજા ના કારણે કમરમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે.

પરંતુ કેટલીક વાર કમરની નસ દબાવવાના કારણે પણ કમરમાં દુખાવો થવા લાગે છે. કમરના નીચેના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થવા પર માસ પેશીઓ જકડાવા લાગે છે, જેના કારણે દુખાવો વધી જાય છે. નસ દબાવવાના કારણે નસોમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઈ નથી શકતું, જેનાથી નસોમાં સોજો અને બ્લોકેજ થઈ જાય છે.કમરની નસ દબાવવાના કારણે ખૂબ જ દુખાવો થાય છે જે કમરથી લઈને પગ સુધી પ્રભાવિત કરી શકે છે. કેટલીક વાર આ દુખાવો એટલો વધી જાય છે કે દર્દીને રોજિંદા કામો કરવામાં પણ મુશ્કેલી પડે છે. કમરની નસ દબાવવા પર ઘણા કારણો જોવા મળે છે. આ લેખમાં અમે તમને કમરની નસ દબાવાના લક્ષણ અને દબાયેલી નસો ખોલવાના ઉપાય જણાવીશું.

કમરની નસ દબાવાના લક્ષણ:- કમરમાં ખૂબ જ ભયંકર દુખાવો અને જકડન, નસ દબાવવાનું સંકેત હોઈ શકે છે. કમરની નસ દબાવવાના કારણે કમર અને શરીરના કોઈ બીજા ભાગમાં સોય ગોચાવા જેવો અહેસાસ થાય છે. કમરની નસ દબાવાના કારણે પગની ત્વચા સુન્ન પડી જાય છે. પગમાં કમજોરી કે કળતર મહેસુસ થવા પર કમરની નસ દબાવાનું લક્ષણ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં ઉધરસ ખાતા કે બેસવાની જેવી ગતિવિધિઓથી કમરમાં દુખાવો વધારે વધી શકે છે.  

કમરમાં દબાયેલી નસ ખોલવાના ઉપાય:- 

1) ગરમ શેક:- કમરની નસ દબાવવા પર ગરમ શેક કરવાથી ખૂબ જ આરામ મળે છે. તેના માટે તમે ગરમ બોટલ કે બેગ નો ઉપયોગ કરી શકો છો. એકવારમાં 10 થી 15 મિનિટ માટે અસાગ્રસ્ત જગ્યા પર ગરમ શેક કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને માસ પેશીઓમાં આરામ મળશે.2) ગરમ તેલ થી માલિશ:- કમરની નસ દબાવા પર ગરમ તેલથી માલિશ કરો. તેના માટે તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. ગરમ તેલથી માલિશ કરવા પર માસ પેશીઓમાં રાહત થાય છે અને દુખાવા અને સોજા ને દૂર કરવામાં મદદ મળશે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે વધારે જોર લગાવીને માલિશ ન કરવી.

3) યોગ્ય સ્થિતિમાં બેસો:- ખરાબ સ્થિતિમાં બેસવાના કારણે કમરની નસ દબાવવાની સમસ્યા થઈ શકે છે. દબાયેલી નસ ને ખોલવા માટે હંમેશા સારી સ્થિતિમાં બેસવું. તેનાથી કરોડરજ્જુનું હાડકા પર દબાણ ઓછું થવામાં મદદ મળશે અને નસોના દુખાવામાં રાહત થશે.4) મેથીના બીજ:- દબાયેલી નસો ખોલવા માટે તમે મેથીના બીજ નો ઉપયોગ પણ કરી શકો છો. નસોના દુખાવાને ઠીક કરવા માટે મેથીના બીજ ખૂબ જ લાભદાયક છે. તેના માટે મેથીના બીજને પાણીમાં પલાળીને રાખી દો. ત્યારબાદ તેની પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. તેનાથી દબાયેલી નસ ને ખોલવામાં મદદ મળે છે.

5) સિંધવ મીઠું:- દબાયેલી નસોના દુખાવાને ઠીક કરવા માટે સિંધવ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ મળે છે. તેના માટે એક ડોલ ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને નહાવો. કમરમાં દબાયેલી નસ ને ખોલવા માટે તમે આ ઘરેલું ઉપાય આજમાવી શકો છો પરંતુ જો તમને ફરીથી આરામ ન મળે તો તમારે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment