ઉનાળામાં ખુબ ભાવતું ઠંડું પાણી શરીર માટે છે ઝેર સમાન, પીવાથી થાય છે આવા ખતરનાક રોગ… જાણી ઉડી જશે હોંશ….

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ ઋતુમાં આપણે મોટાભાગે ઠંડા પીણા પીવાનો આગ્રહ રાખીએ છીએ. તેમજ પાણી પણ આપણે ઠંડુ જ પીએ છીએ.આ ઋતુમાં પાણી પીવું અને સારી રીતે હાઈડ્રેટ રહેવું તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. કેટલાક લોકો એકદમ ચીલ્ડ પાણી પીવાના શોખીન હોય છે.

શું તમે પણ તાપમાંથી આવ્યા બાદ ફ્રીજમાંથી પાણી કાઢીને પીવા લાગો છો? જો આમ કરતા હોય તો સાવધાન થઈ જાઓ. ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધી નુકસાન પણ થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ઠંડુ પાણી શરીરમાં અસંતુલન પેદા કરે છે અને પાચન ક્રિયાને ધીમી કરી દે છે. તો આવો તમને વધારે ઠંડુ પાણી પીવાથી થતા નુકસાન જણાવીએ.1) કબજીયાત ની સમસ્યા:- જો કોઈ વ્યક્તિ સતત ઠંડુ પાણી પીવે છે તો તેને કબજિયાતની સમસ્યા થઈ શકે છે જ્યારે તમે ઠંડુ પાણી પીવો છો તો ભોજન શરીરમાંથી પસાર થતી વખતે સખત બની જાય છે. આંતરડા પણ સંકોચાવા લાગે છે જે કબજિયાતના મુખ્ય કારણો માંથી એક છે.

2) પાચન સંબંધી સમસ્યા:- વધારે ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે તેનાથી ખાવાનું પચવામાં મુશ્કેલી આવી શકે છે. ઠંડુ પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, બેચેની, પેટ ફુલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. 

3) માથામાં દુખાવો:- સતત વધારે ઠંડુ પાણી પીવાથી બ્રેન ફ્રીઝ ની સમસ્યા થઈ શકે છે.આ કરોડરજ્જુની અનેક સંવેદનશીલ નસોને ઠંડી કરી દે છે અને તુરંત જ આ તમારા મગજ ને સંદેશો મોકલે છે જેના કારણે માથાનો દુખાવો થવા લાગે છે. સાથે જ જે લોકોને સાઇનસની સમસ્યા હોય તેમના માટે પણ મુશ્કેલી વધી શકે છે.4) હૃદયની ગતિ ઓછી થાય:- ખૂબ જ વધારે ઠંડુ પાણી પીવાથી હૃદયની ગતિ ઓછી થઈ શકે છે. આ શરીરને અનૈચ્છિક કાર્યોનું નિયંત્રણ કરવાવાળી તાંત્રિકાને ઉત્તેજિત કરે છે, જેને વેગસ તંત્રીકા (Vagus nerve) કહેવામાં આવે છે. આ નર્વ નર્વસ સિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. કારણ કે વેગસ નર્વ પાણીના ઓછા તાપમાનથી સીધું પ્રભાવિત થાય છે, જેથી હૃદયની ગતિ અંતતઃ ધીમી થઈ જાય છે. આ હૃદય માટે યોગ્ય નથી હોતું કારણકે તેમાં હૃદયથી સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. 

5) વજન વધવાનું જોખમ:- જ્યારે કોઈ વ્યક્તિ વધારે ઠંડુ પાણી પીવે છે તો શરીરમાં હાજર ફેટ બળવામાં મુશ્કેલી આવે છે. ઠંડુ પાણી શરીરની ફેટને સખત બનાવી દે છે જેથી ચરબીને બાળવામાં સમસ્યા આવવા લાગે છે. વધુ ઠંડુ પાણી પીવાથી વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment