વધારે પડતું મીઠું ખાતા લોકો ચેતી જજો, નહીતો શરીરમાં થશે હાર્ટ એટેક જેવી અનેક ગંભીર બીમારીઓ…

ભારતમાં કરોડો લોકો અનેક બીમારીઓથી પરેશાન રહે છે. તેની પાછળનું કારણ છે આપણી ખાન પાન પર નિષ્કાળજી. આપણા દેશમાં અનેક લોકો હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શનની બીમારીથી લડી રહ્યા છે  અને આ આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજના સમયમાં દરેક ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ખરાબ જીવનશૈલી, અનહેલ્દી ડાયટ અને તણાવ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધે છે. તેવી જ રીતે તેનું એક મુખ્ય કારણ વધુ પડતું મીઠાનું સેવન કરવું પણ છે. મીઠું બ્લડ પ્રેશર પર ખરાબ અસર કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે એક દિવસમાં પાંચ ગ્રામથી વધારે મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના વધી જાય છે જેનાથી આગળ જતા બીમારીઓ પણ થઈ શકે છે. અમેરિકન જનરલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશિયનમાં પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે સામાન્ય રીતે દરેક પ્રકારના ખાવામાં 3.8 ગ્રામ મીઠું હોય છે જે જમ્યા બાદ રક્તવહિનીઓને ખુલવાની ક્ષમતા પર અસર કરે છે. અભ્યાસકારો દ્વારા જાણવા મળે છે કે ભોજનમાં વધારે મીઠાનું સેવન કરવાથી ધમનીઓ સંકોચાવા લાગે છે અને લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થિતિ ભોજનના અડધા કલાક પછી જ થવા લાગે છે.વધારે મીઠાનું સેવન શરીરને કરે છે નુકસાન:- ભોજનમાં મીઠાનું સેવન બ્લડપ્રેશર હાયપરટેન્શન અને સામાન્ય હૃદય રોગના જોખમને વધારે છે. કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ દિવસમાં કોઈપણ હાલતમાં પાંચ ગ્રામથી વધારે મીઠાનું સેવન ન કરવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે સંપૂર્ણ દિવસ દરમિયાન લગભગ બે ગ્રામ મીઠું જ તમારા શરીરમાં જાય. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે હાઇપર ટેન્શનથી સંઘર્ષ કરતા લોકો માટે એક દિવસમાં 1.5 ગ્રામથી વધારે મીઠાનું સેવન નુકસાનદાયક થઈ શકે છે.

(who) ડબલ્યુ એચ ઓ નું પણ કહેવું છે કે પાંચ ગ્રામ મીઠામાં બે ગ્રામ સોડિયમ હોય છે. કોઈપણ પુખ્ત વયના વ્યક્તિએ દરરોજ બે ગ્રામથી વધારે સોડિયમ ન ખાવું જોઈએ. એટલે કે દરરોજ 5 ગ્રામ થી વધારે મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.મીઠા વગરનું સ્વાદિષ્ટ ભોજન પણ ફીકુ લાગે છે. માત્ર ખાવાનો જ ટેસ્ટ નહીં પરંતુ મીઠું શરીર ને પણ ફાયદા પહોંચાડે છે. તેનાથી આપણને આયોડિન મળે છે. આ થાઇરોડ ગ્લેન્ડને રેગ્યુલર કરવા શરીરમાં ફલ્યુડ્સનું પ્રમાણ સંતુલિત કરે છે. તેના અનેક ફાયદા છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીરને ખરાબ રીતે નુકસાન પણ પહોંચાડે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે દિવસમાં કેટલું સોડિયમ ખાઈ રહ્યા છો. જો તમે તમારા ભોજનમાં મીઠાનો ઉપયોગ સીમિત પ્રમાણમાં કરશો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો અને સ્વાસ્થ્યવર્ધક જીવનનો આનંદ માણી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment