દાંતને દૂધ જેવા સફેદ અને લોખંડ જેવા મજબુત કરવાનો એકમાત્ર ઉપાય, જીવો ત્યાં સુધી નહિ પડે એક પણ દાંત…. સડો અને પેઢાનો દુખાવો રહેશે દુર…

દાંત અને પેઢા સ્વસ્થ હોવા અનેક રીતે સ્વસ્થ જીવનની નિશાની છે. જો દાંત અને પેઢા કમજોર હશે તો આપણને ભોજન કરવામાં મુશ્કેલી થશે તેથી આપણે યોગ્ય પોષક તત્વો પ્રાપ્ત નહીં કરી શકીએ. તેમજ દાંત જો ખરાબ દેખાય તો તેનાથી પર્સનાલિટી પર પણ અસર પડે છે.

મોટાભાગના લોકો દાંત અને પેઢાની સમસ્યાઓ, ગંદકી, સોજો, જડબા અને દુખાવો વગેરે સમસ્યાઓથી સંઘર્ષ કરતા રહે છે. દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે અનેક વિટામિન અને મિનરલ ની જરૂર હોય છે. તેના માટે યોગ્ય ડાયટ લેવો જોઈએ અને ખરાબ ટેવો થી દૂરી બનાવી લેવી જોઈએ.જો દાંતનું સ્વાસ્થ્ય સારું હોય તો કોઈ બાહ્ય સૂક્ષ્મ જીવોનો હુમલો નહીં થાય. ફંગસ કે બેક્ટેરિયાનો હુમલો પણ ત્યારે થાય છે જ્યારે આપણા શરીરમાં કંઈક જરૂરી વિટામિન અને જરૂરી મિનરલની કમી આવી જાય છે. તેનાથી જિંજીવાઇટિસ અને પેરિયોડોન્ટાઇટિસ, દાંતમાં સડો, દુખાવો, સોજો, પીળાશ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓ માટે તમારા ડાયટમાં કેટલાક એવા ફૂડ છે જેને વધુ પડતા સામેલ કરવા જોઈએ જેથી આ બીમારીઓ નહીં થાય.

👉 દાંતોની મજબૂતી માટે જરૂરી ફૂડ:-

1) દૂધ છાશ અને ચીઝ:- એક વેબસાઈટ પ્રમાણે દાંત અને પેઢા ને હેલ્ધી અને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ અને પ્રોટીન ની સૌથી વધારે જરૂર હોય છે. તેના માટે ચીઝ, દૂધ અને છાસનું ભરપૂર પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ચીઝમાં વધારે પ્રમાણમાં ફોસ્ફેટ હોય છે. જે દાંતના પીએચ ના સ્તરને બેલેન્સ રાખે છે. મોઢામાં લાળ ના નિર્માણ માટે ફોસ્ફેટ ની જરૂર હોય છે. છાસ માં હાજર પ્રોબાયોટિક મોઢામાં એસિડ લેવલને ઓછું કરે છે જે દાંત અને પેઢા ના ધોવાણ ને અટકાવે છે.2) પાણી:- પાણી જીવન માટે સૌથી જરૂરી છે જ, આ દાંત અને પેઢા માટે પણ ખૂબ જ જરૂરી છે. આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે તેથી પાણી દરેક વસ્તુ માટે જરૂરી છે. પાણીને જો ફ્લોરાઈડ સાથે પીવામાં આવે તો તેનાથી બે ગણા ફાયદા મળે છે. આ દાંત ની કેવિટીમાં જામેલી ગંદકીને સાફ કરી દે છે.

3) ફળ:- તાજા ફળો દાંત અને પેઢા માટે ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. ફળમાં વિટામિન સી અને અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે પેઢાની રક્ષા કરે છે અને બેક્ટેરિયાના હુમલા થી બચાવે છે. તેના સિવાય આ ટીશ્યુને ડેમેજ નથી થવા દેતા. ઓરેન્જ, સ્ટ્રોબેરી, કીવી, ગાજર વગેરે દાંત માટે શ્રેષ્ઠ ફળ છે.4) નટ્સ:- નટ્સ એટલે કે બદામ દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ડ્રાયફ્રુટ છે. નટ્સમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, નીયાસીન, આયર્ન, થિયામીન,વિટામિન ઈ અને વિટામિન ડી6 ઉપલબ્ધ હોય છે જે બેક્ટેરિયાથી લડે છે અને દાંતમાં સડો થતા બચાવે છે. બદામમાં વિટામીન ડી પણ હોય છે જે પેઢા માટે ખૂબ જ ફાયદાકારક છે 

5) ફિશ:- ઓઇલી ફિશ દાંતો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં દરેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે દાંતોની મજબૂતી માટે જરૂરી છે. આ મોઢામાં વધારે પડતું લાળ નું નિર્માણ કરે છે જેથી દાંત ની સફાઈ થતી રહે છે.

6) ખરાબ આદતો છોડવી:- દાંત અને પેઢાની રક્ષા માટે સિગરેટ, દારૂ, તમાકુ, ગુટખા વગેરે છોડવું પડશે. આ વસ્તુઓ દાંતના દુશ્મન છે. તેથી આ દરેક વસ્તુથી દૂરી બનાવી લો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment