ઘરમાં રહેલી આ 4 વસ્તુઓ ખાતા પહેલા થઈ જાવ સાવધાન, શરીર માટે છે ધીમા ઝેર સમાન…મોટાભાગના લોકો છે અજાણ, સ્વસ્થ રહેવા માટે જાણીલો આ સંપૂર્ણ માહિતી…

આજના સમયમાં આપણે આપણા સ્વાસ્થ્યની ગમે તેટલી કાળજી રાખીએ તે છતાં કેટલીક વાર આપણે બીમારીની ઝપટમાં આવી જ જઈએ છીએ. ભલે આપણે માત્ર ઘરનું ખાવાનું જ ખાતા હોઈએ પરંતુ બીમારી આપણો પીછો નથી છોડતી અને આપણે વિચારીએ છીએ કે આવું કયા કારણોથી થતું હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ઘરનું ખાવાનું ખાધા બાદ પણ આપણને બીમારીઓ કેમ ઘેરી લે છે? 

ઘરનું ખાવાનું કેવી રીતે બનાવે છે બીમાર?:- ઘરનું ખાવાનું પણ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. કારણ કે તમારા રસોઈ ઘરમાં અનેક દુશ્મન બેઠા હોય છે. જે ચૂપચાપ તમને બીમાર બનાવે છે. આ નુકસાનકારક વસ્તુઓ તમારા હૃદય, દિમાગ અને કિડનીને ખરાબ કરે છે. તેથી આ વસ્તુઓની ઓળખ સમય પર કરી લેવી જેથી શરીરને હેલ્દી બનાવી શકાય.

1) મેંદો:- લોકો ઘરના છોલે ભટુરે કે સમોસાને હેલ્ધી સમજે છે પરંતુ મેદા થી બનેલી કોઈપણ વસ્તુઓ સંપૂર્ણ રીતે હેલ્ધી નથી હોતી. મેદાને જ રિફાઇન્ડ ફ્લોર કહેવામાં આવે છે. જેનો ઉપયોગ કૂકીઝ, કેક, બ્રેડ, પાસ્તા વગેરે વસ્તુઓ બનાવવા માટે થાય છે. વધારે પડતું મેદાનું સેવન કરવાથી હૃદય રોગ, વજન વધવું, હૃદય ની બીમારી, ખરાબ પાચન અને ત્યાં સુધી કેન્સર પણ થઈ શકે છે.

2) તેલ:- ઉત્તર ભારતમાં રસોઈ ઘરમાં તેલનો ઉપયોગ ખૂબ જ થાય છે. અવારનવાર ભજીયા, ફ્રેન્ચ ફ્રાઈઝ કે તેલથી ભરપૂર શાક બનાવવામાં આવે છે. આ ઓઇલી ફૂડ અને તેલથી ભરપૂર શાક ખાવાથી હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, સ્તન/અંડાશયના કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેંશન, વજન વધવું, સાંધામાં દુખાવો વગેરેનું જોખમ વધી જાય છે.3) ખાંડ:- માત્ર બહારની મીઠાઈ, કોલ્ડ્રીંક કે ગળી વસ્તુઓ જ સુગરને હાઈ નથી કરતી પરંતુ તમે ઘરમાં જે ખૂબ જ મીઠી ચા, કોફી મિલ્કશેક કે હલવો ખાવ છો તે પણ તમને ડાયાબિટીક બનાવી શકે છે. ખાંડનું વધારે સેવન કરવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, જે હાઈ બ્લડ પ્રેશર, સોજો, શરીરમાં ફેટ વધવી અને ફેટી લીવરના રોગોનું કારણ બને છે. 

4) મીઠુ:- ખાવામાં મીઠાનું વધારે પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે, દુનિયાના મોટાભાગના લોકો જરૂરત કરતા વધારે મીઠાનું સેવન કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર અનિયંત્રિત થઈ જાય છે અને હૃદય, મગજ અને કિડની ખરાબ થાય છે.ઘરનું ભોજન કેવી રીતે બનાવવું સ્વાસ્થ્યવર્ધક:- રસોઈ ઘરમાં હાજર મેંદો તેલ મીઠું કે ખાંડ સંપૂર્ણ રીતે નુકસાન દાયક નથી. પરંતુ ઘણી રીતે આ એનર્જી અને શરીર માટે મહત્વપૂર્ણ હોય છે. પરંતુ આનું જરૂર કરતાં વધારે પ્રમાણમાં સેવન કરવા પર નુકસાન સહન કરવું પડે છે. વળી તમે આની જગ્યાએ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો. જેવી રીતે તમે મેદાની જગ્યાએ રાગી કે આખા ઘઉંના લોટનો અને ખાંડની જગ્યાએ ગોળ જેવા સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ પસંદ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment