ખોડો, ખરતા વાળ સહિતની તમામ સમસ્યા થઈ જશે ગાયબ, કરો આ મફત પ્રાકૃતિક ઉપાય. વાળ થઈ જશે કાળા, લાંબા અને આકર્ષક…

શું તમારા વાળ ખરે છે, શું તમને વાળમાં શેમ્પુ કે દાંતિયો ફેરવતા ડર લાગે છે. કારણ કે તમે જાણો છો કે, તેનાથી ઘણા વાળ ખરી જશે ? પોતાના વાળને કપડા પર જોઈને તમે શરમ લાગે છે. તો પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને એક એવો કુદરતી ઉપાય જણાવશું, જેની મદદથી વાળ ખરતા બંધ થઈ જશે. પણ સૌથી પહેલા વાળ ખરવાના કારણોને જાણવા ખુબ જરૂરી છે.

ખરતા વાળ માટે ખોડો, લાંબી બીમારી, અપર્યાપ્ત આહાર, તણાવ, વંશાનુગત કારક, અનહેલ્દી ડાયટ, વાળની યોગ્ય દેખભાળ ન કરવી, ખરાબ પાણી અને કેમિકલ્સ યુક્ત શેમ્પુ અથવા કંડીશનરનો ઉપયોગ હોય શકે છે. આ સિવાય બદલાતી ઋતુ પણ કારણ હોય શકે છે. વિશેષ રૂપે આ વર્ષનો એ સમય છે જ્યારે ઘણા લોકો ખરતા વાળની સમસ્યાથી પરેશાન છે. આથી વાળની સંભાળ લેવી જરૂરી છે.

ખરતા વાળના ઈલાજ માટે પ્રાકૃતિક અવયવોનો ઉપયોગ કરવો વધુ સારો છે. ખરતા વાળને નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરવામાં આવતો સૌથી જુનો ઉપાય અરીઠા છે. આ તમારા વાળની બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. તે વાળ માટે અદ્દભુત રીતે કામ કરે છે. તે ખરતા વાળ માટેનો સચોટ ઈલાજ છે. તેમજ તે વાળના સ્વાસ્થ્યને પણ સારું કરવામાં મદદ કરે છે. 

તે વાળના ગ્રોથમાં વધારો કરશે. તેના રેગ્યુલર ઉપયોગથી તમને લાંબા અને ઘટ વાળ મેળવવામાં મદદ મળશે. હવે તમારે વાળના ગ્રોથ માટે કૃત્રિમ ઉત્પાદકો પર નિર્ભર રહેવાની જરૂર નથી, તમે અરીઠાનો અદ્દભુત ઉપયોગ કરી શકો છો. ચાલો તો જાણી લઈએ તેનો ઉપયોગ કરવાની રીત… 

સામગ્રી : પાણી – 2 કપ, અરીઠા – થોડા.

બનાવવાની રીત : 2 કપ ગરમ પાણીમાં અરીઠાને આખી રાત પલાળીને રહેવા દો. બીજા દિવસે તેને પાણીમાં જ 15 થી 20 મિનીટ ઉકાળો. હવે તેને ઠંડુ થવા માટે મૂકી દો. પછી આ મિશ્રણને ગાળી નાખો. પોતાના વાળને પાણીથી ધોઈ નાખો. પછી વાળમાં અરીઠાનું પાણી નાખો. 

5 થી 10 મિનીટ તેનાથી મસાજ કરો અને પછી નોર્મલ પાણીથી ધોઈ નાખો. આ પ્રક્રીયા ફરીથી કરો. તમે જોશો કે મિશ્રણમાં થોડા ફીણ થવા લાગશે. આ સ્ટેજ પર ફરીથી તેના પાણીથી ધોઈ નાખો. આ પ્રક્રિયા દર બીજા દિવસે કરો.

શા માટે અરીઠા ? : અરીઠા એક આયુર્વેદિક સામગ્રી છે, જેનો ઉપયોગ મહિલાઓ વર્ષોથી પ્રાકૃતિક શેમ્પુના રૂપમાં કરે છે. અરીઠા એ વાળ માટે તેમજ તેના વિકાસ માટે સૌથી સારો આયુર્વેદ ઉપચારમાંથી એક છે. તે વાળમાં સુધારો કરે છે, વાળની વેલ્યુ વધારે છે, તેને સારી રીતે સાફ કરે છે. તેના રેગ્યુલર ઉપાયથી ખરતા વાળ અટકી જાય છે.

આ ઉપાયને નિયમિત રૂપે ઉપયોગ કરવાથી તમને થોડા જ દિવસોમાં અસર જોવા મળશે. આ વાસ્તવમાં ખરતા વાળ માટે સૌથી સારો ઘરેલું ઉપચારમાંથી એક છે. આ ઉપાય પૂરી રીતે પ્રાકૃતિક છે જેની કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી. પણ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત ટેસ્ટ જરૂર કરી લો. કોઈ પણ સમસ્યા થવા પર તેને બંધ કરી દો. આમ તમે અરીઠાના ઉપયોગથી પોતાના ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો. તેમજ વાળની અન્ય સમસ્યાઓને પણ દુર કરી શકો છો. આ એક પ્રાકૃતિક શેમ્પુ હોવાથી તમને જલ્દી અનુકુળ આવી શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment