આ લીલા દાણાનું પાણી વગર મહેનતે ઘટાડી દેશે તમારું વજન, જાણો સેવન કરવાની… થઇ જશો એકદમ ફીટ અને પાતળા…

મિત્રો લગભગ દરેકના ઘરમાં આખા મસાલા નો ઉપયોગ ખૂબ જ થતો હશે. તેમાં અસંખ્ય ગુણો હાજર હોય છે. અને ખાસ કરીને નાની ઈલાયચી ની વાત કરીએ તો આ ખાવાના સ્વાદને તો વધારે જ છે સાથે જ આપણા સ્વાસ્થ્યને પણ ઘણા લાભ પહોંચાડે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે. આ બધા સિવાય નાની ઈલાયચીમાં એવા તત્વો પણ ઉપલબ્ધ હોય છે જે વજનને નિયંત્રિત રાખવા અને બેલીફેટ ઘટાડવામાં મદદ કરે છે. આ કેવી રીતે કામ કરે છે અને તેના સેવનથી કેવી રીતે બેલીફેટ બર્ન થાય છે તે જાણીએ.

ઈલાયચીનું પાણી કેવી રીતે થાય છે વજન ઘટાડવામાં મદદરૂપ:- જેવી રીતે પહેલા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈલાયચીમાં અનેક એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઈલાયચીનું પાણી દરરોજ પીવાથી બ્લોટીંગ ઓછું થાય છે, પાચનતંત્ર સારું રહે છે અને પેટ હંમેશા સાફ રહે છે. સાથે જ ઈલાયચી માં મેલાટોનિન નામનું પોષક તત્વ ઉપલબ્ધ હોય છે, જે શરીરમાંથી ફેટને બાળે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જોકે ઈલાયચીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મેલાટોનિન હોય છે, પરંતુ કેટલાક અંશે આ લાભદાયક થઈ શકે છે. તેની સાથે જ એક અધ્યયનમાં એ પણ જાણવા મળે છે કે ઈલાયચીનું પાણી પેટમાં ચરબીને જમા થતા રોકવામાં મદદરૂપ થાય છે. તેના સિવાય એક અન્ય અધ્યયન થી એ સ્પષ્ટ થયું છે કે ઈલાયચી શરીરમાં બનવા વાળા પાણીને કાઢવા માટે યુરિન કાઢવાની ફ્રિક્વન્સી વધારી દે છે. લગભગ વધુ વજનવાળી 80 મહિલાઓ પર અધ્યયન કરવામાં આવ્યું. આ અધ્યયનમાં જાણવા મળ્યું કે જે મહિલાઓએ નિયમિત રૂપે ઈલાયચીનું સેવન કર્યું તેમની કમરમાં જામેલી ફેટ ઓછી થઈ.

ઈલાયચીનું પાણી બનાવવાની રીત:- ઈલાયચીનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. તમે તમારી જરૂર પ્રમાણે ઈલાયચી લઈ લો. તેને સરસ રીતે ક્રશ કરી લો. ઈલાયચીની છાલ અને તેમાંથી નીકળતા બીજને એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ વાતનું ધ્યાન રાખવું કે કાચના ગ્લાસમાં જ ઈલાયચીને પલાળવી. ઈલાયચી ને આખી રાત માટે પલાળવા માટે છોડી દો. બીજા દિવસની શરૂઆત ઈલાયચીના આ જ પાણીથી કરો. આને તમે તમારા રોજિંદા જીવનમાં પણ સામેલ કરો.ઈલાયચી ના અન્ય ફાયદા:- ઈલાયચીનું પાણી મેટાબોલિઝ્મ વધારે છે અને ઝડપથી ફેટ બાળવામાં મદદ કરે છે. ઈલાયચી ખાવાથી ભોજન ઝડપથી ડાઈજેસ્ટ થાય છે અને તેમાં એવા તત્વો હોય છે જે યુરીન ફ્રિક્વન્સીને વધારે છે, કે જે ચરબી ઘટાડવા માટે ઉપયોગી છે. સાથે જ આ બેલીફેટને બર્ન કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તેના માટે ઈલાયચી બેલી એરિયામાં ફેટને જામતા રોકે છે, જેથી બેલીફેટ વધતું નથી અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

નિષ્ણાતો પ્રમાણે દરરોજ બે થી ત્રણ ઈલાયચીનું સેવન કરવું લાભદાયક છે. ડાયજેશન માં સુધારો કરે છે. ઈલાયચીનું સેવન કરવાથી ડાયજેશન, બ્લોટીંગ અને પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. હકીકતમાં ઈલાયચી માં એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે ઉબકા આવવા, પેટ ફુલવું અને પેટમાં કળતર જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment