કાળજાળ ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ કરાવશે આ ફળનું જ્યુસ, મોંના ચાંદા, ડાયાબિટીસ, વજન સહિત ઘટાડી દેશે શરીરની ગરમી… જાણો બનાવવાની રીત….

દરેક ઋતુમાં કોઈને કોઈ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખાસ હોય છે તેવી જ રીતે ઉનાળામાં બીલીનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બીલી ની તાસીર ખૂબ જ ઠંડી હોવાથી શરીરના તાપમાનને જાળવી રાખે છે. બીલીનું શરબત ઉપવાસ દરમિયાન પણ પી શકાય છે કે જે શરીરમાં એનર્જી જાળવી રાખે છે.

એક ખબર પ્રમાણે તેમાં ટેનિન, ફ્લેવોનોઈડ અને કૈમારિન જેવા પોષક તત્વો હોય છે, જે શરીરના સોજાને દૂર કરે છે. આ રક્તસ્ત્રાવ ને રોકે છે. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. જો તમે પણ શરીરમાં ઠંડક જાળવી રાખવા ઈચ્છતા હોય તો બીલીના શરબતનું નિયમિત સેવન કરવું જોઈએ. તો આવો જાણીએ બીલીના શરબતથી થતા પાંચ મોટા ફાયદા વિશે.

1) ઇમ્યુનિટી વધારે:- બીલી ના શરબતમાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી ભયંકર ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ થાય છે. તેની સાથે જ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. તેની સાથે જ આ શરીરના લોહીને પણ સાફ કરે છે. તેના માટે એ સારું રહેશે કે બીલીના શરબતમાં થોડા પ્રમાણમાં ગરમ પાણી મેળવીને પીઓ.2) વજન ઘટાડવામાં ફાયદાકારક:- બીલીનું શરબત પીવાથી શરીરનું વજન નિયંત્રિત રહે છે. તેમાં ફાઇબર વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેને પીધા બાદ તમને ખૂબ જ રાહત મળે છે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેનાથી તમને વારંવાર ભૂખનો અહેસાસ નથી થતો. જો તમને એસીડીટી કે કબજિયાતની સમસ્યા હોય, પેટ ભારે રહેતું હોય, તો તેનું સેવન જરૂર કરવો જોઈએ. બીલી પેટની ગરમીને શાંત કરે છે.

3) હાઈ બીપી માં ફાયદાકારક:- હાઈ બીપી ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી આ દર્દીઓએ બીલી ના શરબત નું જરૂર સેવન કરવું જોઈએ. તેની સાથે જ આ શરબત કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડે છે કારણ કે તેમાં લિપિડ પ્રોફાઈલ અને ટ્રાયગ્લિસેરાઈડ્સ ને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. તેની સાથે જ ઉનાળામાં ડીહાઇડ્રેશનના કારણે થતી દરેક સમસ્યાઓ પણ દૂર થાય છે. આનાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે અને લુ થી બચાવ થાય છે. 4) ડાયાબિટીસમાં લાભદાયક:- બીલી નું શરબત આમ તો અનેક બીમારીઓ માં ફાયદાકારક હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ લાભદાયક માનવામાં આવે છે. તેમાં લેક્સેટિવ્સ હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. પરંતુ તેઓએ આના શરબતમાં ખાંડનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ શરબત ની જગ્યાએ સીધુ બીલીના ફળનું સેવન પણ કરી શકે છે. જોકે દર્દીઓએ આ શરબત કેટલું લેવું જોઈએ તેના માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

5) મોઢાના છાલા થી બચાવ:- ઉનાળાની ઋતુ વધુ ગરમ હોવાના કારણે અનેક પ્રકારની નાની મોટી મુશ્કેલીઓ આવવા લાગે છે. તેમાંથી જ એક છે મોઢાના છાલા થવા. આ છાલા પડતા જ મોઢાનો સ્વાદ બગડી જાય છે. બીલીના ફળની તાસીર ઠંડી હોવાથી તેનું શરબત પીવું ખૂબ જ લાભદાયક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી મોઢામાં છાલા દૂર થાય છે સાથે જ  શરીર પર થતી અળાઈઓથી પણ છુટકારો મળે છે.👉 આ રીતે બનાવો બીલી નું શરબત:- બીલી નું શરબત બનાવવા માટે સૌથી પહેલા બીલીને તોડીને તેમાંથી બધો જ પલ્પ એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ પલ્પ વાળા વાસણમાં ઠંડુ પાણી મેળવીને તેને લગભગ એક કલાક માટે અલગ રાખી દો. ત્યારબાદ પલ્પને પાણી સાથે સરસ રીતે મેશ કરી દો.

બીલીને મેશ કરવાથી તેના રેસા અને બીજ નીકળી જશે. ત્યારબાદ જ્યુસને એક વાસણમાં ગાળી લો. હવે ગાળેલા શરબતમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખીને સરસ રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં આઈસ ક્યુબ નાખીને એક થી બે મિનિટ માટે રહેવા દો. તમારું સ્વાદિષ્ટ બીલીનું શરબત બનીને તૈયાર થઈ ચૂક્યું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment