પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ પાણી, દૂર રાખે છે નાની મોટી અનેક બીમારીઓથી, આયુર્વેદ અનુસાર જાણો કુદરતી ફિલ્ટરના ફાયદા…

મિત્રો ઉનાળામાં માટલાનું પાણી પીવું ફાયદાકારક હોય છે. આ કુદરતી ફિલ્ટર ની જેમ કામ કરે છે અને પીવા માટે શુદ્ધ પાણી પ્રદાન કરે છે. કેટલીક બીમારીઓથી બચવામાં પણ આ મદદ કરે છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા મોટાભાગના ઘરોમાં માટલા જોવા મળતા હતા. ધીમે ધીમે તેની જગ્યા નોર્મલ ફિલ્ટરે લઈ લીધી અને ત્યારબાદ આરઓ ના પાણી સૌથી શુદ્ધ જણાવવામાં આવી રહ્યા છે. બજારના દબાણમાં આપણે પ્રકૃતિએ આપેલા કુદરતી ફિલ્ટરને બેકાર સમજવા લાગ્યા.

આયુર્વેદિક એક્સપર્ટ પ્રમાણે માટલાનું પાણી દવાની જેમ કામ કરે છે. આ કુદરતી રૂપે પાણીને શુદ્ધ બનાવે છે. જો તમે યોગ્ય રીતે માટલા નો ઉપયોગ કરો છો તો આ કોઈપણ આરઓ વોટર ફિલ્ટર થી વધારે ફાયદાકારક સાબિત થશે.

1) ગેસ-એસીડીટી ની દવા:- આયુર્વેદિક ડોક્ટર માટલાના પાણીને કોઈ ઔષધીની જેમ માને છે. કારણકે આ પાણીમાં કુદરતી આલ્કલાઇન હોય છે, એટલે કે પેટમાં વધારે પડતા એસિડને શાંત કરવામાં મદદ કરે છે. આ કારણે ગેસ-એસીડીટી ની સમસ્યાથી છુટકારો મળે છે. 2) લુ થી બચાવે:- ઉનાળામાં લુ લાગવી ખૂબ જ ખતરનાક હોય છે જેના કારણે તાવ, ભ્રમ, ચક્કર, બેહોશી જેવી સમસ્યા થઈ શકે છે. માટલાના પાણીમાં કેટલાક મિનરલ હાજર હોય છે જે શરીરના તાપમાનને નોર્મલ કરીને હિટસ્ટ્રોક થી બચાવે છે.

3) હાઇડ્રેશનની શ્રેષ્ઠ રીત:- શરીરને હાઈડ્રેટ કરવા માટે ના ગરમ પાણી જોઈએ ન ઠંડુ. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થયેલું પાણી જ ડીહાઇડ્રેશનને દૂર કરી શકે છે. તેથી માટલાનું પાણી શરીરને હાઈડ્રેટ કરવા માટે શ્રેષ્ઠ છે.4) નેચરલ ફિલ્ટર છે માટલું:- માટલા ને કુદરતી ફિલ્ટર માનવામાં આવે છે. આ ગંદકી અને દૂષિત કણોને પોતાના નાના નાના છિદ્રો માં બ્લોક કરીને પાણીને શુદ્ધ બનાવે છે. તેની શુદ્ધતા વધારવા માટે  તેની ઉપયોગ કરવાની તમને યોગ્ય રીતની જાણ હોવી જરૂરી છે.

👉 માટલામાં પાણી સ્ટોર કરવાની યોગ્ય રીત:- સૌથી પહેલા પાણીને એક મિનિટ સુધી ઉકાળવું જોઈએ. ત્યારબાદ પાણીને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને માટલાની અંદર સ્ટોર કરી લો. જરૂર પડવા પર આ પાણીને કાઢો અને પાછું ઢાંકી દો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment