અપનાવો આ દેશી ઉપાય ડેન્ડ્રફની સમસ્યા દુર કરવા, મોંઘા શેમ્પુ અને કંડિશનર કરતા100% અસરકારક. વાળ કરી દેશે લાંબા, ઘાટા અને આકર્ષક.

જાડા, મુલાયમ, મજબૂત અને શાઇની વાળ દરેક મહિલા અને યુવતીનું સપનું હોય છે. પરંતુ વર્તમાન સમયમાં આપણામાંથી મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. વાળને ખરવા અને કમજોર બનવાનું એક મોટું કારણ સ્કેલ્પ પર જમા થયેલ ખોડો કે ડેનડ્રફ પણ છે. ધૂળ, માટી અને હાનીકારક કેમિકલ વાળા હેર કેર પ્રોડક્ટનો પ્રયોગ કેટલાક સામાન્ય કારણો છે. ડેનડ્રફથી છુટકારો મેળવવા માટે વાળની યોગ્ય દેખભાળ કરવી અત્યંત જરૂરી છે.

ડેનડ્રફ થી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના શેમ્પુ અને કંડિશનર નો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કંઈ ખાસ ફાયદા જોવા મળતા નથી. હવે પ્રશ્ન એ થાય છે કે એવામાં તમારી પાસે કોઈ વિકલ્પ છે? ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદિક ઉપાય ઝડપથી કુદરતી રીતે છુટકારો મેળવવા માટે તમારી મદદ કરી શકે છે. તો આ લેખ દ્વારા આપણે ડેનડ્રફ થી છુટકારો મેળવવા માટે આઠ પ્રકારના આયુર્વેદિક ઉપાય જોઈશું.ડેનડ્રફ થી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક ઉપાય:- 

1) લીમડાના પાણીથી વાળને ધોવો:- લીમડાના પાણીથી વાળ ધોવા ના અનેક લાભ મળે છે. આ વાળની સમસ્યાઓ થી છુટકારો અપાવવા માટે મદદ કરે છે. લીમડાના પાનને પાણીમાં નાખીને ઉકાળી લો. અને ઠંડુ કરી લો અને તેનાથી તમારા સ્કેલ્પ ની સરસ રીતે સફાઇ કરો. આનાથી ઘણો ફાયદો મળશે.

2) દહીમાં ત્રિફળા ચૂર્ણ મેળવીને લગાવો:- એક ગ્લાસ દહીં લો અને તેમાં એક મોટી ચમચી ત્રિફળા ચૂર્ણ મેળવીને આખી રાત માટે રાખી લો. બીજા દિવસે આ મિશ્રણને તમારા સ્કેલ પર 30 થી 40 મિનિટ સુધી લગાવી રાખો અને તમારા વાળને લીમડાના પાણીથી ધોઈ લો. આ ઉપાય તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.3) નારિયેળ તેલમાં પાંચ ગ્રામ ટંકણ ભસ્મ:- આ મિશ્રણને આખી રાત લગાવી રાખો અને બીજા દિવસે તમારા વાળને હર્બલ શેમ્પૂથી ધોઇ લો. આ ઉપાય તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

4) એલોવેરા જેલ અને એરંડા ના તેલ નું મિશ્રણ:- એક કપ એલોવેરા જેલ લો અને તેમાં બે મોટી ચમચી એરંડાનું તેલ મેળવો.આ મિશ્રણથી સ્કેલ્પમાં સરસ રીતે માલિશ કરો. આને આખી રાત લગાવીને રહેવા દો અને બીજા દિવસે ધોઈ લો.આ ઉપાય તમે અઠવાડિયામાં એક વાર કરી શકો છો.5) મેથીના દાણા અને એલોવેરા પેસ્ટ:- એક કપ મેથીના દાણાને આખી રાત માટે પલાળી દો. બીજા દિવસે તેની પેસ્ટ બનાવી લો અને તેમાં બે મોટી ચમચી એલોવેરા જેલ મેળવો.આ પેસ્ટને તમારા સ્કેલ્પ પર લગાવો. અને એક કલાક સુધી લગાવીને રહેવા દો ત્યારબાદ પહેલા તમારા વાળ ને પાણીથી ધોઈ લો અને ત્યાર પછી માઇલ્ડ શેમ્પૂથી ધોવો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

6) નારિયેળ તેલમાં લીંબુનો રસ મેળવીને લગાવો:- એક વાડકીમાં નારિયેળ તેલ લો તેને બે મિનીટ માટે ગરમ કરવું. ત્યારબાદ તેમાં એક મોટી ચમચી લીંબુનો રસ નાખીને સરસ રીતે મેળવી લો.અને તમારા વાળમાં આખી રાત સુધી રહેવા દો કે વાળને ઓછામાં ઓછા બે કલાક ધોતા પહેલા લગાવો. આ ઉપાય અઠવાડિયામાં એક વાર કરવો. 7) મેથીનો પાવડર ત્રિફળા ચૂર્ણ અને દહીંની પેસ્ટ:- એક વાડકી દહીમાં 1 મોટી ચમચી મેથી નો પાવડર અને એક મોટી ચમચી ત્રિફળા ચૂર્ણને આખી રાત માટે પલાળી દો.બીજા દિવસે આને એક કલાક માટે માસ્ક જેમ લગાવો અને માઈલ્ડ શેમ્પૂથી ધોઇ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકાય છે 

8) હેર માસ્ક માં દહી મેળવીને લગાવો:- બે મોટી ચમચી હેર માસ્ક લો. તેમાં એક વાડકી દહી મેળવો.આને તમારા સ્કૅલ્પ અને વાળમાં લગાવો એક કલાક માટે રાખો અને માઈલ્ડ હર્બલ શેમ્પૂથી ધોઇ લો.આ ઉપાય ને અઠવાડિયામાં 1થી 2 વાર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment