ખીલ, ડાઘ, કરચલીઓ અને આંખના કુંડાળા બધું કરી દેશે ગાયબ, ફક્ત આ બે વસ્તુને મિક્સ કરી લગાવી દો ચહેરા પર. ઈન્સ્ટન્ટ દેખાશે ગ્લો…

દરેક લોકો પોતાની ત્વચા અને ચહેરાને સુંદર બનાવવા માંગે છે. આ માટે આપણે અનેક કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ કરીએ છીએ. પણ તેનાથી કોઈ ફર્ક દેખાતો નથી. આથી કેમિકલ પ્રોડક્ટ કરતા નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે.

શું તમે જાણો છો કે ગોળ તમારા ચહેરા અને ત્વચા માટે ખુબ જ લાભકાર છે. ગોળના ફેસ પેકથી ત્વચામાં ચમક આવે છે. હવે તમે વિચારશો કે ગોળમાંથી ફેસ પેક કઈ રીતે બનાવી શકાય? ચાલો તો આ લેખમાં આપણે ગોળની સંપૂર્ણ જાણકારી મેળવી લઈએ.

1) સ્કીન પર ગ્લો આવે છે  : જો કે ગોળના ઉપયોગથી અનેક ફાયદાઓ થાય છે. પણ તે ત્વચાના નિખાર માટે ખુબ જ અસરકારક છે. વાસ્તવમાં ગોળમાં ગ્લાઈકોલીક એસીડ હોય છે, જે સ્કીને સારી બનાવે છે. આનાથી ગોળ તમને ગ્લોઇન્ગ સ્કીન આપે છે. સ્કીન પર નિખાર લાવવા માટે તમે ગોળમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. પછી 10 મિનીટ પછી ચહેરો ધોઈ નાખો. તેને દરરોજ લગાવવાથી સ્કીન પર ચમક વધે છે.

2) ગોળના ફેસ પેકથી ચહેરાની કરચલીઓ દુર થાય છે : ગોળના ઉપયોગથી તમારા ચહેરા પર ચમક આવે છે. ગોળના ફેસ પેકથી તમારી સ્કીન પર રહેલ કરચલીઓ દૂર થાય છે. ચહેરાનો નિખાર વધે છે. સુંદરતાને બનાવી રાખવા માટે ગોળના ફેસ પેકનો ઉપયોગ કરો. આ માટે એક ચમચી ગોળનો પાવડર લો, તેમાં એક ચમચી ટમેટાનો રસ, લીંબુનો રસ, અને એક ચપટી હળદર, મિક્સ કરી લો. 10 થી 15 મિનીટ માટે ચહેરા પર રાખો, પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાખો. તેનાથી ચહેરાની કરચલીઓ દુર થઈ જશે.

3) ખીલને ખત્મ કરે છે ગોળ : ખીલની સમસ્યા આજે દરેક લોકોને પરેશાન કરે છે. પણ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. તમે ગોળનો ઉપયોગ કરીને ખીલની સમસ્યાને પણ દુર કરી શકો છો. ગોળમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે ખીલની સમસ્યાઓ દુર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે નિયમિત રૂપે ગોળનો એક ટુકડો ખાવાની જરૂર છે. 

4) વાળને મજબુત બનાવે છે : આજે મોટાભાગના લોકો વાળની સમસ્યાથી પરેશાન છે. દરેક લોકોને આજે વાળ ખરવાની સમસ્યા પરેશાન કરે છે. ગોળમાં આયરન હોય છે, જે વાળને ખરતા અટકાવે છે. આથી ગોળને પોતાની ડાયેટમાં જરૂર સામેલ કરો. જો તમે ગોળથી તૈયાર કરેલ પેકને પોતાના વાળમાં લગાવો છો તો તેનાથી વાળમાં ચમક આવે છે. વાળને ખરતા અટકાવવા માટે અને ચમક બનાવી રાખવા માટે 1 ચમચી મુલતાની માટી લો, તેમાં 1 ચમચી દહીં અને ગોળ મિક્સ કરો. હવે આ પેકને વાળમાં લગાવો. તેનાથી તમારા ખરતા વાળ અટકી જશે. સાથે જ વાળમાં નવી ચમક આવશે.

5) કરચલીઓથી છુટકારો મળે છે : જો તમે ચહેરાના ડાઘ, તેમજ ખીલથી પરેશાન છો તો ગોળ તમારા માટે ખુબ જ લાભકારી છે. ચહેરા પર કરચલીઓ ખત્મ કરવા માટે ગોળને થોડા તલ સાથે ખાવો. આ સિવાય તમે ગોળ અને તલને પીસીને ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. તેનાથી ચહેરાની કરચલીઓ દૂર થઈ જશે.

6) ડાર્ક સર્કલને દુર કરે છે : આંખ નીચે ડાર્ક સર્કલ થવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. ડાર્ક સર્કલની અસર આપણી સુંદરતા પર ખુબ જ પડે છે. નિયમિત રૂપે ગોળનું સેવન કરવાથી તમે આંખ નીચે રહેલ ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment