આ છે ખોડો, ખંજવાળ, ખરતા વાળ સહિત વાળની તમામ સમસ્યાઓનો અકસીર ઈલાજ, અજમાવો એક વાત વાળ બની જશે એકદમ કાળા, લાંબા અને ઘાટા…

મિત્રો તમે કદાચ ડુંગળીનું સેવન કરતા હશો. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ડુંગળીના પાન પણ તમારી ઘણી મુશ્કેલીઓ દુર કરી શકે છે. ખાસ કરીને ડુંગળીના પાનનો ઉપયોગ વાળ માટે કરવામાં આવે તો તમારી વાળની અનેક સમસ્યાઓ દુર થઈ શકે છે. 

વાળ માટે ડુંગળીના ફાયદાઓ અંગે કદાચ તમે સંભાળ્યું હશે. પરંતુ ડુંગળીના પાનનો પણ તમે વાળ માટે ઉપયોગ કરી શકો છો. આજે આપણે આ લેખમાં ડુંગળીના પાનના ફાયદાઓ વિશે જાણીશું. હકીકતમાં ડુંગળીના પાનમાં ડુંગળી કરતા વધુ ગુણો રહેલા છે. એટલે કે તેમાં સલ્ફરની વધુ માત્રા રહેલી છે. આ એક એવું તત્વ છે જે વાળને મૂળથી મજબુત કરવામાં મદદ કરે છે. તે તમારા હેર ફોલીકક્લસ હેલ્દી રાખે છે અને તેને વધારવામાં મદદ કરે કામ તેનાથી વાળના ગ્રોથમાં વધારો થાય છે. તો ચાલો જાણીએ વાળ માટે ડુંગળીના પાનનો ઉપયોગ કરવાની રીત અને તેના ફાયદા.

સ્કેલ્પને હેલ્દી રાખવા : સ્કેલ્પને હેલ્દી રાખવા માટે તમે ડુંગળીના પાનનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તમે પહેલા તો ડુંગળીના પાનને ઉકાળી લો અને તેનો અર્ક કાઢી લો. હવે આ અર્કથી અઠવાડિયામાં બે વખત વાળમાં માલીશ કરો. આ તમારા સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે, તેને પોષણ આપે છે તેને અંદરથી હેલ્દી બનાવવામાં મદદ કરે છે. 

વાળને મૂળથી મજબુત કરવા : વાળને મૂળથી મજબુત બનાવવા માટે તમે ડુંગળીના પાનને પીસીને અને તેમાં એલોવેરા મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં ડુંગળીનો રસ એક એન્ટી ઓક્સીડેન્ટ એન્જાઈમ કેટેલજના સ્તરને વધારીને વાળના વિકાસને સુધારવામાં મદદ કરે છે. આ એન્જાઈમ વાળના ગ્રોથ સાયકલને નિયમિત બનાવે છે અને હાઇડ્રોજન પેરોક્સાઈડના ડીકંપોજીશનમાં મદદ કરે છે.

પાતળા વાળ માટે : જો તમારા વાળ બેજાન અને ખુબ જ પાતળા છે તો તમારે ડુંગળીના પાનને પીસીને અને તેને બટેટાના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવવા જોઈએ. તે માથાની ત્વચાને પોષણ આપવામાં અને રક્ત સંચારને વધારવામાં મદદ કરે છે. તે કોઈ પણ પ્રકારની સ્કેલ્પને લગતી સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે. તેમજ વાળને ઝડપથી વધારે છે. આ સિવાય તે વાળના રોમને સલ્ફર દેવામાં મદદ કરે છે. સલ્ફર તમારા વાળના રોમને ફરીથી પુનર્જન્મ કરવામાં જરૂરી છે. જે પાતળા વાળ અને તૂટતા અટકાવે છે. 

વાળમાં ખંજવાળ અને ખોડા માટે : ડુંગળીના પાનનો એક ખાસ ગુણ એ છે કે, તે વાળમાં ખંજવાળ અને ખોડાની સમસ્યા દુર કરે છે. તેમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે. જે વાળની ગંદકીને કારણે ઉત્પન્ન થયેલ બેકટેરિયાને ઓછા કરે છે. આ સિવાય તે ફંગલ ઇન્ફેકશનને ઓછું કરવામાં મદદ કરે છે. તમારે એ માટે બસ ડુંગળીના પાનને ઉકાળીને તેના પાણીથી વાળને ધોવાના છે. તે ખંજવાળ અને ખોડાને ઓછા કરવામાં મદદ કરે છે.

વાળમાં પ્રોટીન : તમે ડુંગળીના પાનને પીસી લો અને તેમાં ઈંડા અને બે ટીપા લીંબુના રસના મિક્સ કરો. હવે તેને વાળમાં લગાવો. તે તમારા વાળમાં પ્રોટીનની માત્રાને વધારે છે. અને તેન પોષણ આપવાનું કામ કરે છે. તેનાથી તમારા વાળ અંદરથી મજબુત બનશે. સાથે તમારા વાળમાં ચમક અને જાન આવે છે. 

વાળ માટે તમે ડુંગળીના પાનની સીરમ અને હેર પેક પણ બનાવી શકો છો. સાથે જો તમે તેને લાંબા સમય માટે ઉપયોગ કરવા માંગતા હો તો ડુંગળીના પાનનો અર્ક બનાવી અને તેને નાળિયેર તેલમાં મિક્સ કરીને સ્ટોર કરી લો. તમે ઈચ્છો તો તમે ઓલીવ ઓઈલ પણ ઉમેરી શકો છો. પછી તમે વાળમાં જે રીતે નિયમિત ચંપી કરો છો તે કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment