આ બીજ મહિલાઓ માટે છે વરદાન સમાન, વાળ અને ત્વચાની સમસ્યા સહિત વજન અને બ્લડ શુગર કરી દેશે કંટ્રોલ… હૃદય અને હાડકા રાખશે આજીવન મજબુત…

મિત્રો તમે ચિયાના બીજનું નામ તો સાંભળ્યું જ હશે. આ બીજ મહિલાઓ માટે અતિ લાભકારી હોય છે. મહિલાઓની અનેક સમસ્યાઓમાં ઉપયોગી એવા આ બીજમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસની ભરપુર માત્રા ઉપલબ્ધ હોય છે. આને તમે સરળતાથી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તમે આને ડાયટમાં સવારમાં નાસ્તામાં, સ્મુધી કે સ્નેક્સના રૂપમાં સામેલ કરી શકો છો..

મહિલાઓનું આ વજન ઘટાડવાથી લઈને હૃદયની સમસ્યાઓથી બચાવ કરવામાં અત્યંત ફાયદાકારક છે. આની સાથે જ હાડકાંને મજબૂત બનાવવા અને શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ ચીયાના બીજ ઘણાં લાભદાયક છે. ત્વચા અને વાળ માટે પણ ચિયાના બીજ નો ઉપયોગ ઘણો ફાયદાકારક  છે. આ બીજમાં પ્રાપ્ત થતાં હેલ્ધી ફેટ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. અને સાથે જ વાળને સ્વસ્થ રાખે છે. તો જાણીશું ચિયાના બીજના અદભુત ફાયદા.મહિલાઓ માટે ચિયાના બીજ ના ફાયદા:-

1) વાળ માટે ફાયદાકારક:- ચિયાના બીજ વાળ માટે ઘણાં લાભદાયક સાબિત થાય છે. આ બીજ વાળના ગ્રોથ માટે ઘણા સારા માનવામાં આવે છે. આમાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હાજર હોય છે જે વાળને તૂટતા અટકાવે છે. અને તેને જડથી મજબૂત બનાવે છે. તેની સાથે જ આમાં એમિનો એસિડ ઉપલબ્ધ હોય છે જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

2) ત્વચા માટે ફાયદાકારક:- ચિયાના બીજ તમારી ત્વચાને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે સાથે જ આનાથી તમારી સ્કિન હાઇડ્રેટ રહે છે અને આમાં હાજર પ્રોટીન સ્કિનને રિપેર કરવામાં મદદરૂપ થાય છે. આમા ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે સ્કિનમાં સોજાને દૂર કરવામાં મદદ કરે છે એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સને લડવામાં મદદ કરે છે જેના કારણે મહિલાઓની ત્વચા જવાન અને તેની સુંદરતા જળવાઈ રહે છે.3) વજન ઘટાડવા માટે ફાયદાકારક:- મહિલાઓ પોતાના ફીગર અને લુકને લઈને પુરૂષોની તુલનામાં વધારે સજાગ રહે છે. એવામાં તેમના માટે સુંદર અને સુડોળ દેખાવું વધારે વિશેષ બની જાય છે. તેના માટે મહિલાઓ ચિયાના બીજનું સેવન કરી શકે છે આમાં હાજર સોલ્યુબલ ફાઈબર તમારા પાચનને વધારો કરે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. આનાથી તમને અપચો અને એસિડિટીની સમસ્યા પણ નથી થતી.

4) હાડકા માટે ફાયદાકારક:- આ બીજમાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે મહિલાઓના હાડકાને મજબૂત બનાવે છે. આનાથી હાડકાં સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘણું જ ઓછું રહે છે.5) બ્લડ સુગર નિયંત્રિત રાખે:- ચિયાના બીજનું સેવન તમારું બ્લડ શુગર પણ નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસથી પીડિત મહિલાઓ જમ્યા બાદ પલાળેલા ચીયાના બીજનું સેવન કરી શકે છે, તેનાથી તેમને ઘણો લાભ થાય છે.

ચિયાના બીજનું સેવન કરવાની રીત:-  મહિલાઓ ચીયાના બીજનું અનેક રીતે સેવન કરી શકે છે તેના માટે તમે ચિયાના બીજને પલાળીને ડ્રાયફ્રુટ સાથે ખાઈ શકો છો સાથે જ તમે આનું સેવન સલાડ, સ્મુધી કે જ્યુસની સાથે પણ કરી શકો છો. ઘણા લોકો સ્નેક્સ ના રૂપમાં પણ ચીયાના બીજનું સેવન કરે છે. આમ તો ચિયાના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે પરંતુ જો તમે કોઇ ખાસ સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાથી પીડિત હોવ તો આનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment