વોટ્સએપમાં ભૂલથી પ્રાઈવેટ ફોટો કે મેસેજ સેન્ડ થઈ ગયો હોય, તો ન કરો ચિંતા. વર્ષો જૂના મેસેજ પણ કરી શકશો ડિલીટ !

ઘણી વખત એવું થાય છે કે, કોઈને મેસેજ કે ફોટો મોકલવાના બદલે ઉતાવળમાં ભૂલથી અન્ય કોઈ વ્યક્તિને ફોટો કે મેસેજ મોકલાય જાય છે. જે તે વ્યક્તિ વાંચે તે પહેલાં તેને કાઢી નાંખવાનું મન થાય છે, પરંતુ આપણે ડિલીટ કરી શકતા નથી. ફક્ત સામે વાળી વ્યક્તિને સોરી જ કહીએ છીએ. લગભગ તમામ વોટ્સએપ યુઝર્સને ખબર હશે કે, કોઈ ટેક્સ્ટ મેસેજ કે અન્ય કોઈ પણ ફાઈલ ભૂલથી અન્ય યુઝર્સ અથવા ગ્રુપમાં સેન્ડ થઈ જાય, તો એને બંને તરફથી ડિલિટ કરવા માટે ‘DELETE FOR EVERYONE’ ઓપ્શન અવેલેબલ છે.

તમને જણાવી દઈએ કે, આ ખુબ જ કામનું ફીચર છે પરંતુ તેની પણ પોતાની લિમિટ પણ છે. આ ઓપ્શન મેસેજ સેન્ડ કર્યાના 1 કલાક સુધી જ એક્ટિવ રહે છે. ત્યાર બાદ માત્ર ‘DELETE FOR ME’ જ ઓપ્શન એક્ટિવ રહે છે. જો તમારે 1 કલાક બાદ અથવા વર્ષો જૂના મેસેજ માટે ‘DELETE FOR EVERYONE’ ઓપ્શન યુઝ કરવો હોય તો અમે તમારા માટે જોરદારની ટેક ટિપ્સ લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ આ ફીચરની બધી જ માહિતી. માની લો કે, 16 સપ્ટેમ્બર 2020 એ 2 :11pm એ મોકલેલો મેસેજ તમે તમારી અને અન્ય યુઝર્સ બંને તરફથી ડિલિટ કરવા માગો છો, અર્થાત 22 સપ્ટેમ્બરથી 5 દિવસ જૂનો મેસેજ ડિલિટ કરવા માગો છો. તો ડિલિટ કરવા માંગતા મેસેજ પર લોન્ગ પ્રેસ કરવાથી Cancle અને DELETE FOR ME આ બે ઓપ્શન જોવા મળશે અર્થાત તમે માત્ર તમારા તરફથી આ મેસેજ ડિલિટ કરી શકશો.

બંને તરફથી મેસેજ ડિલિટ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો : સૌપ્રથમ ઈન્ટરનેટ ઓફ કરી દો, સેટિંગમાં જઈ APP પર ક્લિક કરો, ત્યાર બાદ Whatsapp પર ક્લિક કરો. Whatsapp પર જઈને નીચેની તરફ Force Stop પર ક્લિક કરો, હવે ફરી જે મેસેજ અથવા કોઈ પણ કન્ટેન્ટ ડિલિટ કરવું છે, તેના પર જાઓ અને એ દિવસની તારીખ અને મેસેજનો ટાઈમ નોટ કરી લો, કારણ કે એ કામમાં આવશે.ફરી સેટિંગમાં જઈ Date and time ઓપ્શન પર જાઓ. તેમાં Use Netowrk Provided Time Zone, Time Zone અથવા Automatic Date and time ઓપ્શન ઓફ કરો. (નોંધ : ફોન પ્રમાણે આ ઓપ્શન અલગ અલગ હોઈ શકે છે) હવે અહીં તમારે Date ફરી સેટ કરવી પડશે, જે અગાઉ નોટ કરી મેસેજ ડિલિટ કરવાની Date (16 સપ્ટેમ્બર 2020) સબમિટ કરો. આ જ રીતે ટાઈમ સેટ કરો (ઉદાહરણ તરીકે 2 : 11pm નો મેસેજ ડિલિટ કરવાનો છે તો એની 5 થી 10 મિનિટ પહેલાંનો સમય સેટ કરો.)હવે ફરી વોટ્સએપ પર જાઓ. તો 16 સપ્ટેમ્બરને બદલે Today જોવા મળશે. તમે મેસેજ ડિલિટ કરવા માટે લોન્ગ પ્રેસ કરશો તો તમને ‘DELETE FOR ME’ ને બદલે ‘DELETE FOR EVERYONE’ નો ઓપ્શન જોવા મળશે. હવે તમે ‘DELETE FOR EVERYONE’ ની પસંદગી કરી મેસેજ ડિલિટ કરી દો. ડિલિટ કર્યા પછી ઈન્ટરનેટ ઓન કરી ફરી Date and time પર જઈ આજની ડેટ અને ટાઈમની પસંદગી કરવાનું ન ભૂલો. પરંતુ એક ખાસ વાત કે, આ ટ્રિક વોટ્સએપના લેટેસ્ટ વર્ઝન પર જ કામ કરશે, તેથી વ્હોટ્એપ અપડેટ કરવાનું ન ભૂલો.

Leave a Comment