કબજિયાત મટાડવા અને પેટને સાફ કરતી ગોળીઓ કે ચૂર્ણ લેવાની ભૂલ ક્યારેય ન કરતા. થઈ શકે છે આવી સમસ્યાઓ. જનો પેટ સાફ કરવાની અને કબજિયાત દુર કરવાના દેશી ઉપાય..

આજના સમયમાં કબજિયાત અથવા તો પેટને લગતી તકલીફો લગભગ દરેક લોકોના ઘરમાં જોવા મળે છે. પણ માણસ આનાથી છુટકારો મેળવવા માટે અક્સર ચૂર્ણ અથવા તો ટેબ્લેટ લેતા હોય છે. પણ લાંબો સમય તેના સેવનથી નુકશાન થઈ શકે છે. 

આવી દવાઓના દરરોજ સેવનથી એક દિવસ માટે તો તે તમારું પેટ સાફ કરી દે છે પણ તેનાથી કાયમ માટે આ પરેશાની નથી જતી. પણ આ દવાઓની ધીમે ધીમે કરતા આદત પડી જતી હોય છે. આમ એક દિવસ તમને અનુભવ થશે કે પેટ સાફ થઇ ગયું પણ બીજા દિવસે એવો અનુભવ થાય છે પેટ સાફ નથી થયું. આમ ધીમે ધીમે તેની આદત પડવા લાગે છે. જયારે મેડીકલ ભાષામાં તેને લેક્સેટીવ કહેવાય છે. એટલે કે આ વસ્તુઓ પેટ તો સાફ કરે છે પણ તેને દરરોજ લેવાથી નુકશાન થઈ શકે છે.

પેટ સાફ કરતી દવાઓથી થતા નુકશાન : એક્સપર્ટ જણાવે છે કે લેક્સેટીવ ઘણા પ્રકારના હોય છે, કે એક તો એવી દવાઓ જે પેટમાં ભાર કરી દે છે, અને તેનાથી આંતરડા તેને જલ્દી બહાર કાઢી દે છે. તેને કામ કરતા 2 થી 3 દિવસ થાય છે. જેમ કે ઇસબગોલ. બીજી બાજુ એવી ગોળીઓ જે લેક્ટુલોઝ ઘોલ અને પોલીથીન ગ્લાઈકોલ જે કબજીયાર દુર કરે છે, અને તમારા આંતરડાની માંસપેશીઓને ઉત્તેજિત કરે છે, જેના કારણે તમારા મળને પાછળની બાજુ લઇ જવામાં મદદ કરે છે. તેને કામ કરવામાં 6 થી 12 કલાક લાગે છે. ત્રીજા છે લેક્ટેસિવ ચૂર્ણ, જે પેટને સાફ કરે છે. તે તમારા શરીરના બાકીના ભાગોથી મળને નરમ કરવા માટે આંતરડામાં પાણી ખેચે છે. આથી મળ ત્યાગ કરવો સરળ રહે છે. આ બધા જ અલગ અલગ નુકશાન છે.

1) ઇલેક્ટ્રોલાઈટ્સનું નુકશાન કરે છે : વધુ પડતું લેક્સેટીવ લેવાથી ઇલેક્ટ્રોલાઈટ્સ ને નુકશાન થાય છે. એટલે કે તે શરીરથી સોડીયમ અને પોટેશિયમ ફાસ્ફેટનું નુકશાન કરે છે. તેનાથી શરીરમાં ઘણા પ્રકારના લક્ષણ જોવા મળે છે. જેમ કે ઇલેક્ટ્રોલાઈટ્સની કમી અને ડીહાઈડ્રેશન. લાંબા સમય સુધી લેક્સેટીવ લેવાથી તમારા શરીરમાં પાણીની કમી ઉભી થાય છે અને તેનાથી બીમારી આવી શકે છે. જેમ કે તેનાથી કીડની ફેલ થઇ શકે છે.

2) મળાશયને લગતી સમસ્યા : મળાશય એટલે કે શરીરના પાચન તંત્રનો એક મહત્વનો ભાગ. જયારે તમે પેટ સાફ કરવાની દવાઓનું વધુ સેવન કરો છો તો તે મળાશયમાં સોજા અને દુખાવાનું કારણ બને છે. તેનાથી મળાશય વધુ એક્ટીવ થઇ જાય છે અને તેનાથી પેટમાં દુખાવો, દસ્ત, એઠન જેવી સમસ્યા થઇ શકે છે.

3) એસીડીટી અને બ્લોટિંગ : વધુ લેક્સેટીવ લેવાથી એસીડીટી અને પેટ ફૂલવાની સમસ્યા પણ થઇ શકે છે. વાસ્તવમાં જયારે તમે વધુ પ્રમાણમાં પેટ સાફ કરવાની દવાઓ કે ચૂર્ણનું સેવન કરો છો તો પેટ ફૂલવાની સમસ્યાનું કારણ બને છે. આ પેટમાં થતા સોજાનું કારણ બને છે. આ કારણે તમારા આંતરડામાં લાંબા સમય માટે સોજો રહી શકે છે અને તમે પોતાને હંમેશા બીમાર હોવાનો અનુભવ કરો છો. સાથે જ તમે જે ખાશો તે યોગ્ય રીતે પચશે નહિ અને તમને અપચો અને એસીડીટી થાય છે.

4) કબજિયાત વધે છે : કબજિયાત વધારવામાં લેક્સેટીવ મોટી ભૂમિકા ભજવે છે. વાસ્તવમાં લેક્સેટીવ તમારા પેટને વારંવાર સાફ કરવાની સાથે નેચરલ રૂપે અડચણ પેદા કરે છે. આથી થોડા સમય પછી આપણી માનસિકતા જ એવી થઇ જાય છે કે આપણને હંમેશા કબજિયાત રહે છે અને લેક્સેટીવની જરૂર પડે છે. આમ તમારી કબજીયાતની તકલીફ વધતી જાય છે.

5) શરીરની કુદરતી પ્રોસેસને બગાડી દે છે : વધુ લેક્સેટીવ લેવાથી શરીરની કુદરતી પ્રક્રિયા ખરાબ થઇ જાય છે. તે તમારા ખાનપાન અને પાચનતંત્રને પ્રભાવિત કરે છે ત્યાં જ તમને માનસિક રૂપે પણ પરેશાન કરે છે. આથી આપણે સતત એવો અનુભવ કરીએ છીએ કે આપણું પેટ સાફ નથી થતું. આમ લેક્સેટીવનો વધુ ઉપયોગ પાચનતંત્ર સિવાય અન્ય અંગોને પણ પ્રભાવિત કરે છે. જેમ કે લેક્સેટીવના વધુ ઉપયોગથી નીર્જલીકરણ ના કારણે ઇલેક્ટ્રોલાઈટ્સ અસંતુલનને કારણે હૃદય પ્રભાવિત થાય છે. તેનાથી થાક, બેભાનપણું કે હાર્ટ એટેક પણ આવી શકે છે. 

લેક્સેટીવના દુરુપયોગના લક્ષણો : જુની કબજીયાતની તકલીફ, વારંવાર દસ્ત આવવા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ગડબડ, જેમ કે જુનો સોજો, ગેસ અને અપચો, એઠન, માંસપેશીઓમાં દુખાવો, મળમાં રક્ત, મતલી કે ઉલ્ટી.

પેટ સાફ કરવાની દવાઓથી કેવી રીતે બચવું? : પેટ સાફ કરવાની દવાઓને બને એટલી ઓછી કરવી જોઈએ. ક્યારેય પણ કબજિયાત થવા પર જુલાબ વગેરે ન લો પણ તેને કુદરતી રીતે ઠીક કરવાની કોશિશ કરો. બને એટલું કબજિયાતથી બચવું જોઈએ. આ માટે પોતાની ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો.

1) ડાયેટમાં સામેલ કરો : પોતાની ડાયેટમાં ફાઈબર યુક્ત ખોરાકને વધુ સામેલ કરો, જેમ કે ચોકર વાળો લોટ, ચોખાનું ભૂસું, મોટા અનાજ જેમ કે બાજરો, રાગી. સાથે જ રેસાયુક્ત ફળ અને શાકભાજીનું સેવન કરો. ફાઈબર વાળા પદાર્થનું સેવન કરો, જેમ કે પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થ અને ડેરી ઉત્પાદ વગેરે.

2) તરલ પદાર્થનું સેવન : તમે ઈચ્છો તો પાણી પીવો, ફળોના રસ પીવો, સૂપ પીવો, પાણી યુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરી શકો છો. આમ તમારા પ્રવાહી પદાર્થને વધારો. જેમ કે ફાઈબર અને પ્રોટીનથી ભરપુર સંતુલિત આહારની સાથે 2-3 લીટર પાણી પીવો. પ્રવાહી પદાર્થ પેટને સાફ કરે છે અને આંતરડાની સફાઈ કરે છે. આમ રેગ્યુલર કરવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે. અને દવાઓનું સેવન કરવાની જરૂર નહિ પડે.

3) કસરત કરો : કસરત કરવાથી તમારું પેટ હંમેશા સાફ રહે છે. તેનાથી શરીર કુદરતી રીતે સાફ થાય છે. નિયમિત વ્યાયામ અને શારીરિક ગતિવિધિથી મળ ત્યાગને નિયંત્રિત કરી શકાય છે. વ્યાયામ તમારી પાચનક્રિયામાં સુધાર કરે છે અને મોટા આંતરડામાં માંસપેશીઓમાં સંકુચનને વધારે છે. જે મળત્યાગને રેગ્યુલર બનાવે છે. જો તમને કબજિયાત રહે છે અને વ્યાયામ કરવાથી તેના લક્ષણોમાં બદલાવ જોવા મળે છે તો તમારે નિયમિત રૂપે કસરત કરવી જોઈએ. આ સિવાય તનાવ પણ તમારી ડાઈજેસ્ટીવ ક્રિયા પર અસર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment