તમારા ઘરમાં જ મળી આવતી આ વસ્તુથી મોંઘી દવાઓ વગર જ વધી જશે હિમોગ્લોબીન, જાણો સચોટ અને દેશી ઈલાજ….

આધુનિકયુગમાં અને ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા એક સામાન્ય વાત છે. ગતિહીન  જીવનશૈલી, તણાવ, ચિંતામાં આપણે ઘેરાયેલા રહીએ છીએ. તેમાં સૌથી સામાન્ય પરિસ્થિતિમાંથી એક છે જેનાથી મહીલાઓ વધારે પડતી પીડાતી હોય છે. એ છે હિમોગ્લોબીનની ઉણપ.

હિમોગ્લોબીન એક આયરનથી ભરપુર પ્રોટીન છે. જે રેડ બ્લડ સેલ્સમાં હોય છે અને આખા શરીરમાં ઓક્સિજન લઈ જવા માટે જવાબાદાર હોય છે. જ્યારે હિમોગ્લોબીનનું સ્તર ઓછું થઈ જાય ત્યારે થાક, કમજોરી, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુઃખાવો જેવા અન્ય લક્ષણો જોવા મળી શકે છે. અને જો આ સ્થિતિ વધારે ઓછું હિમોગ્લોબીન થાય તો તે એનિમિયાના રૂપમાં ફેરવાય જાય છે.

એનિમિયા ભારતમાં ચિંતાનું સૌથી મોટું કારણ છે. સમાન ઉંમરના પુરૂષોની તુલનામા સ્ત્રીઓમાં હિમોગ્લોબીનની સંખ્યા ખુબ જ ઓછી હોય છે. મહિલાઓ તેનો શીકાર વધારે થાય છે અને ખાસ કરીને એ મહિલાઓ જે પોતાના ખોરાકમાં આયરન અને અન્ય પોષક તત્વો નથી લેતી, તેના હિમોગ્લોબીનના સ્તરમાં ઘટાડો વધારે પ્રમાણમા થાય છે. તેમા પીરીયડ્સ અને પ્રેગ્નેન્સી પણ આ સમસ્યામાં પણ વધારો કરી શકે છે. 

તેવામાં મનમા એ સવાલ થાય છે કે, હિમોગ્લોબીનના લેવલને કંટ્રોલ કેવી રીતે કરી શકાય. તો તમને જણાવી દઈએ કે પ્રકૃતિ ઉપર વિશ્વાસ રાખો. આપણી પાસે એવા ફુડ્સ છે, જે વધારે પૈસા ખર્ચ કર્યા વગર હિમોગ્લોબીનના લેવલને બનાવી રાખવામાં આપણી મદદ કરે છે. પણ એ પહેલા એ જાણી લઈ એ કે હિમોગ્લોબીન આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. 

હિમોગ્લોબીન આપણા શરીરમા કામ કેવી રીતે કરે : રેડ બ્લડ સેલ્સનું પ્રમુખ કાર્ય ફેફસામાંથી ઓક્સિજનનું પરીવહન કરવાનું છે. અને આ કાર્બન ડાયોક્સાઈડને તમારા સેલ્સમાંથી બહાર કાઢે છે. એવું માનવામા આવે છે કે, બ્લડ સેલ્સ દ્વારા લેવામાં આવતો ઓક્સિજન 97 ટકા હિમોગ્લોબીન દ્વારા થાય છે.

દાડમ : દાડમ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરની સાથે કેલ્શિયમ અને આયરનથી સમૃદ્ધ હોય છે. આ હિમોગ્લોબીન વધારવા માટેના સૌથી સારા ઉપાયોમાંથી એક છે. આપણા હિમોગ્લોબીનના લેવલને સુનિશ્રિત કરવા માટે રોજ દાડમ ખાવ. પણ એક વાતનુ ધ્યાન રાખવાનું છે કે દાડમ ખાવાના છે. તેનું જ્યુસ પીવાથી બચવું જોઈએ. કારણ કે આનું જ્યુસ પીવાથી વજન વધી શકે છે. 

બીટ : બીટ હિમોગ્લોબીનના લેવલને વધારવા માટેના સર્વોતમ ઈલાજોમાંથી એક છે. તેમાં ફક્ત આયરનની માત્રા તો વધારે હોય છે સાથે સાથે પોટેશીયમ અને ફોલિક એસિડ પણ હોય છે. હેલ્ધી બ્લડ કાઉન્ટ સુનીશ્રિત કરવા માટે રોજ બીટ ખાવા જોઈએ. 

પાલક : લીલા શાકભાજીમાં પાલક આયરનનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે શરીરમાં હિમોગ્લોબીનના સ્તરને વધારવામાં મદદ કરે છે. આ સિવાય પાલકમાં વિટામીન સી પણ હોય છે. જે લોહીમાં આયરન અવશોષોશણમાં મદદ કરે છે. જો શરીરમાં લોહીની ઉણપ છે તો રોજ સવાર અને સાંજ પાલકનું જ્યુસ પીવો.

પનીર : આપણી ડાયટમાં રોજ પનીર લેવાથી હિમોગ્લોબીનની માત્રા વધે છે. 50 ગ્રામ પનીર તમે રોજ લઈ શકો છો. જી હા મિત્રો, પનીરમાં ઘણા વિટામીન અને મીનરલ્સ રહેલ હોય છે. તેના રોજિંદા સેવનથી શરીરમાં હિમોગ્લોબીનનું પર્યાપ્ત ઉત્પાદન સુશ્ચિત થાય છે. 

આમ તમે જો પોતાના શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવા માંગતા હો તો તમારે પોતાના ડાયટમાં અહીં આપેલ ચાર ફૂડસનું જરૂરથી સેવન કરવું જોઈએ. તેનાથી તમને અચૂક લાભ મળશે. તેમજ તમારું સ્વાસ્થ્ય પણ સારું બનશે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment