ચોમાસામાં કપડામાંથી ભેજની દુર્ગંધ આવે તો અજમાવો આ નાની એવી ટીપ્સ, બજારમાં મળતા મોંઘા લિક્વિડની જરૂર નહિ પડે…

આમ તો ચોમાસુ આવતા જ ધરતીનું નવું રૂપ જોવું સૌ કોઈને ગમે છે, પરંતુ ચોમાસાના આગમનની સાથે જ બીમારી, ગંદકી, જીવજંતુઓનો ઉપદ્રવ અને ખાસ કરીને કપડાઓમાં દુર્ગંધ આવવાની શરૂ થઈ જાય છે. આપણે કપડાને ગમે તેટલા સાફ ધોઈ લઈએ પરંતુ તેમાંથી દુર્ગંધ તો આવે જ છે. કપડામાંથી ગંધ આવવી તે સામાન્ય છે કપડામાંથી આવતી ગંધથી લોકો ઘણા પરેશાન રહે છે.

આવું હવામાં ભેજના કારણે થાય છે કે જે દરેક પ્રકારના કપડાને પોતાનું નિશાનો બનાવે છે જોકે આપણે કપડાને થોડીવાર તાપમા સુકવીએ તો આ દુર્ગંધ દૂર થઈ જાય છે પરંતુ કેટલાક લોકો કપડામાંથી આવતી આ સ્મેલથી હંમેશા માટે છુટકારો મેળવવા ઈચ્છે છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં કપડામાંથી આવતી આ દુર્ગંધથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો નીચે કેટલીક ટ્રીક આપવામાં આવી છે તો તમે તેને અપનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.1) મશીનમાં કપડાં ભેગા ન કરવા:- મોટાભાગે એવું જોવામાં આવે છે કે આપણામાંથી કેટલાક લોકો કપડા ઉપયોગમાં ન આવ્યા બાદ તેને સીધા મશીનમાં જ નાખી દે છે. એટલે કે કપડાં ઉતાર્યા અને સીધા મશીનમાં ફેંક્યા જેથી કપડાં ધોતી વખતે ભેગા કરવાની મહેનત ન કરવી પડે. જો તમે એવું કરતા હોય તો ચોમાસામાં તમારા કપડામાંથી દુર્ગંધ જ આવશે કારણ કે સમય સાથે દુર્ગંધ વધતી જાય છે. આવી સ્મેલથી બચવા માટે કપડાને હેંગર પર લટકાવો કે ખુલ્લી જગ્યામાં રાખો. કપડાં ધોવા માટે એક અલગથી ટોપલી કે વોશિંગ મશીન પર ઢગલો કરીને ન રાખવા.

2) લીંબુનો રસ:- લીંબુની પ્રકૃતિ એસિડીક હોય છે તેથી આ અતિશય ગંધ પેદા કરતી ફૂગ ને નષ્ટ કરી શકે છે. કપડાને દુર્ગંધથી બચાવવા માટે બસ તમારે માત્ર પાણીમાં લીંબુનો રસ મેળવવાનો છે અને તે પાણીમાં કપડાને બોળી લો અને ત્યારબાદ ધોઈ લો. અથવા તો આ લીંબુના મિશ્રણ વાળા પાણીને કપડાની એવી જગ્યા પર લગાવો જ્યાંથી દુર્ગંધ આવતી હોય ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.3) સરકો:- ઘરમાં રાખેલો સરકો ખાવાની વસ્તુઓના ઉપયોગ સિવાય કપડાની દુર્ગંધને દૂર કરવા માટે પણ ઉપયોગમાં આવે છે. સરકાની પ્રકૃતિ પણ એસિડિક હોય છે અને આ દુર્ગંધ ફેલાવતા બેક્ટેરિયાને મારે છે. કપડાની દુર્ગંધ દૂર કરવા માટે દુર્ગંધ વાળી જગ્યા પર સરકો નાખો અને ત્યારબાદ કપડાને સાદા પાણીમાં ધોઈ લો. તમને જોવા મળશે કે કપડાની દુર્ગંધ દૂર થઈ ગઈ છે.

4) બેકિંગ સોડા:- બેકિંગ સોડા કપડામાંથી આવતી દુર્ગંધ અને તેને ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને મારે છે તેથી એક ડોલ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખો અને કપડાને થોડીવાર તેમાં બોળીને રાખો. ત્યારબાદ કપડાં સાદા પાણીથી ધોઈ લો.5) તિજોરીમાં ચોક કે સિલિકોન પાઉચ રાખવું:- ચોક કે સિલિકોન પાઉચ કપડાની દુર્ગંધને શોષી લે છે. તેથી તમારા કપડાને સૂકા અને સુગંધીદાર બનાવવા માટે તિજોરીમાં ચોક કે સીલીકોન પાઉચ રાખવું. આમ કરવાથી કપડામાંથી દુર્ગંધ નહીં આવે.

6) રૂમમાં સુકવો કપડા:- ચોમાસામાં સૂર્યનો તાપ ઓછો નીકળે છે તેથી કપડા મશીનમાં સૂકવવાની જગ્યાએ સારા વેન્ટિલેશન બારી વાળી જગ્યા પર સુકાવો જો વેન્ટિલેશન માટે બારી ના હોય તો રૂમમાં કપડાં સુકવવા  અને પંખો ચાલુ કરી દેવો. 7) વોળકા:- વોડકાથી ઋતુમાં ભેજના કારણે આવતી ગંધ ને દૂર કરી શકાય છે. કપડાની દુર્ગંધ દૂર કરવા માટે થોડુંક વોડકા લો અને તેમાં થોડું પાણી મિક્સ કરો તેનાથી આ પાતળી થઈ જશે અને તેને સીધી દુર્ગંધ વાળી જગ્યા પર લગાવો થોડીવાર બાદ દુર્ગંધ દૂર થઈ જશે. 

8) સારા ડિટરજન્ટ નો ઉપયોગ કરો:- કપડાં ધોવા માટે સારા સુગંધીદાર ડિટરજન્ટ નો ઉપયોગ કરવો કપડાને લગભગ 10 થી 15 મિનિટ માટે ફેબ્રિક શોફ્નર માં પલાળો જેનાથી સ્મેલ દૂર થઇ જાય.9) કપડાને કોરી જગ્યા પર રાખો:- કપડામાં ભેજના કારણે દુર્ગંધ આવવા લાગે છે તેથી કપડાને દુર્ગંધથી બચાવવા માટે કોરી જગ્યા પર રાખો. તેનાથી ન માત્ર તમારા કપડાં દુર્ગંધથી બચશે પરંતુ તેમાંથી સરસ સુગંધ પણ આવશે.

10) લાંબા સમય સુધી કપડાનો ઉપયોગ ન કરવો:- કપડાને ધોયા વગર વારંવાર ઉપયોગ ન કરવો. કેટલીક વાર લોકો કપડાને એક થી વધારે વાર પહેરી લે છે જેનાથી તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment