ચોમાસાની ઋતુમાં વાળ ખરતા હોય તો અજમાવો આ ઉપાય, ખરતા વાળ અટકાવી ગ્રોથ વધારી કરી દેશે એકદમ લાંબા અને ચમકદાર…

મિત્રો જયારે ઋતુ બદલાય છે ત્યારે તેની અસર આપણા શરીર પર દેખાતી હોય છે. ક્યારેક વાળ પર પણ તેની અસર જોવા મળે છે. ચોમાસામાં લગભગ મોટાભાગના લોકને વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. આથી તેઓ અત્યારથી જ વાળની કાળજી લેવી જોઈએ. વાળને હેલ્દી રાખવા માટેની અહી કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જે તમને જરૂરથી ઉપયોગી થશે. 

ચોમાસું ટૂંક સમયમાં જ શરુ થવાનું છે અને સખત ગરમીથી રાહત મળશે. આમ વરસાદ જ્યાં ચહેરા પર નવી મુસ્કાન લાવે છે, ત્યાં તે કેટલીક હેલ્થ સમસ્યાઓ પણ સાથે લઈને આવે છે. જેમાં વાળને સમસ્યા પણ સામેલ છે. ભેજને કારણે વાળ સુકા અને બેજાન થઇ જાય છે અને વાળ ખરવા પણ લાગે છે. ડોકટરોનું માનવું છે કે વરસાદની ઋતુમાં 30% થી પણ વધુ વાળ ખરે છે. સામાન્ય રીતે પ્રતિદિન 60-70 વાળ ખરે તે સામાન્ય છે. પણ ગંભીર કિસ્સામાં 500 સુધી વધી શકે છે. વાળનું ખરવું એ મુખ્ય રૂપે સ્કેલ્પનું સુકાવું અને ખોડો તેના કારણ છે. વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે મૌસમ અનુસાર વાળની દરરોજ સંભાળ લેવી શક્ય નથી. પણ થોડી ટીપ્સને ફોલો કરીને તમે ચોમાસમાં વાળ ખરવાની સમસ્યાને દુર કરી શકો છો.1) ઘરથી બહાર નીકળતી વખતે વાળને સારી રીતે ઢાંકીને નીકળો:- ચોમાસા દરમિયાન બહાર જતા પહેલા હંમેશા માથાને સ્કાર્ફ, ટોપી અથવા છત્રી થી ઢાંકો જેથી વાળ ભીના ન થાય.વરસાદનું પાણી અમ્લીય હોય છે, જેમાં ઘણા પ્રદૂષક મિશ્રિત હોય છે. આથી તેનાથી વાળની જડ કમજોર અને સુકી થવાનું કારણ બની શકે છે. 

2) નવશેકા તેલથી મસાજ કરો:- ચોમાસા દરમિયાન વાળની નમી બનાવી રાખવા માટે તમારે નવશેકા ગરમ તેલથી માથા પર માલીશ કરવી જોઈએ. તેનાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધે છે. 3) પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો:- આજે બજારમાં વાળની સંભાળ માટે હજારો પ્રોડક્ટ ભરેલા છે. જે કેમિકલ યુક્ત હોય છે. તે વાળને સારા કરવાની જગ્યાએ વધુ નુકશાન પહોચાડે છે. રસોડામાં રહેલ પ્રાકૃતિક વસ્તુઓથી વાળને હેલ્દી રાખી શકાય છે. એલોવેરા જેલ, લીંબુ, મધ, કેળા, ઈંડા, ફુદીના, હળદર, વગેરે એન્ટી બેક્ટેરીયલ ગુણોથી ભરપુર હોય છે. જે વાળને જરૂરી પોષણ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેનું હેર પેક બનાવીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. 

4) પેરાબીસ ફ્રી શેમ્પુનો ઉપયોગ કરો:- બજારમાં રહેલ શેમ્પુને ખરીદતી વખતે થોડી સાવધાની રાખો. તમે પોતાના વાળના સ્કેલ્પ અને વાળની ગુણવતા અનુસાર શેમ્પુ લો અને સુનિશ્ચિત કરો કે તે પેરબીસ અને સલ્ફેટ ફ્રી હોય. પ્રાકૃતિક અર્ક વાળા શેમ્પુ ખરીદો. 5) હેલ્દી ડાયટ ખોરાક લો:- આપણે જે પણ કઈ ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર પડે છે. એક સ્વસ્થ આહાર, વિશેષ રૂપે ચોમાસામાં, ત્વચા અને વાળ માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. વધુ પડતા કેફીનનું સેવન બંધ કરી દો. કારણ કે તે સ્કેલ્પને નમી વગરનું કરી દે છે. વધુ પ્રમાણમાં પાણી પીવો. સ્વસ્થ અને ચમકદાર વાળ મેળવવા માટે વિટામીન ઈ અને આયરન થી ભરપુર ભોજનનું સેવન કરો. 

આમ તમે ઉચિત ડાયટ, તેમજ થોડી સાવધાની રાખીને વાળને ખરતા રોકી શકો છો. વાળની સંભાળ રાખવી એ તમારા પર આધાર રાખે છે. એક ચુસ્ત જીવનશૈલી તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે. વાળને હેલ્દી રાખવા માટે યોગ્ય અને નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી સ્કેલ્પ ખરાબ થાય છે અને વાળ બેજાન, સુકા અને ખરવા લાગે છે. આથી વાળને પુરતું પોષણ આપતા પ્રોડક્ટ અને ખોરાકનું સેવન કરવું જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment