સવારે ઉઠતાની સાથે કરો આનું સેવન, શરીરમાં થશે ગજબના ફાયદા. મોટા ભાગના લોકો છે અજાણ, જાણો આ ખાસ માહિતી.

મિત્રો તમારા માંથી ઘણા લોકો સવારે ખાલી પેટ પાણી પીતા હોય છે. જયારે ઘણા લોકો નવશેકું ગરમ પાણી પીવે છે. જો કે સવારે પાણી પીવાથી તમારી અપચાની સમસ્યા, તેમજ જો પેટનો દુખાવો કે પેટ સાફ ન આવતું હોય તો તે તકલીફ દુર થાય છે. પણ સવારે નવશેકું ગરમ પાણી કેટલું હિતાવહ છે. અથવા તો કેટલું પાણી પીવું જોઈએ. જો તમે પણ આ સવાલનો જવાબ મેળવવા માંગતા હો તો તમે આ લેખ જરૂરથી વાચી શકો છો.

સવાર-સવારમાં અમુક લોકો ગરમ ચા કે કોફી પીવાનું પસંદ કરતાં હોય છે, જ્યારે અમુક લોકોને જાગ્યા પછી લીંબુ પાણી પીવાનું પસંદ હોય છે. પરંતુ શું ઓવર ઓલ હેલ્થ અને ફિટનેસને સુનિશ્ચિત કરવા અને દિવસને કીક સ્ટાર્ટ આપવા માટે કોઈ એક ઉપાયની સિફારીશ કરી શકાય છે? આ બાબતમાં આયુર્વેદિક નિષ્ણાત નો સુજાવ છે કે, તમે તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા પાણીથી કરો. જોકે તેમનું એ પણ કહેવું છે કે, જો તમેવ હાઇપરએસિડિટી, અલ્સર કે વધારે પડતી ગરમીથી જોડાયેલી સમસ્યાથી જજૂમી રહ્યા હોય તો તેનાથી બચવું જોઈએ.આયુર્વેદ આ વિશે પોતાની પોસ્ટમાં લખે છે કે, “તમારે સવારે સૌથી પહેલા નવશેકું પાણી પીવાનો પછતાવો થશે નહીં. વિશેષ રૂપથી યાત્રા દરમિયાન, સવારે સૌથી પહેલા નવશેકું પાણી પીવું તમારા માટે સારું ગણવામાં આવે છે.”  જયારે આ વિશે બીજી એક અન્ય પોસ્ટમાં જણાવ્યુ કે, સવારે નવશેકું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઇ શકે છે. ખાસ કરીને જો તમે કોઈ યાત્રા પર હોય ત્યારે. 

તે કેવી રીતે મદદ કરે છે?:-

  • તે તમારા આંતરડાને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે. 
  • તમારી લાલસાને દૂર રાખે છે. 
  • તમને હળવું અનુભવ કરવામાં મદદ કરે છે, તમને બ્લોટિંગ અને ગેસ્ટ્રીક સમસ્યાઓથી દૂર રાખે છે. 
  • તમારી ભૂખમાં સુધારો કરે છે. 
  • તમારી સ્કિનને સાફ કરે છે. 

સૌથી સારી વાત એ છે કે, તે તમને યાત્રા દરમિયાન તમારા દ્વારા ખાવામાં આવતા ભોજનને કારણે વજન વધવાથી દૂર રાખે છે. આયુર્વેદ શરીરના પ્રકાર અથવા દોષ આધારિત નવશેકું પાણી પીવાના ત્રણ અલગ-અલગ તાપમાનોનો સુજાવ કરે છે. મતલબ ક્યાં દોષ વાળાએ કેટલું ગરમ પાણી પીવું જોઈએ.

આદર્શ તાપમાન ક્યૂ છે?:- કફ દોષ માટે ગરમ પાણીની ચૂસ્કી લઈ શકો છો. તે શરીરમાંથી ટોક્સિક બહાર કાઢે છે. જેનાથી કફ ટાઈપની સ્કીન તૈયાર થાય છે. પિત્ત દોષ વાળાએ ઉકાળેલા પાણીને શરીરના તાપમાન સુધી ઠંડુ કરવું જોઈએ અને પછી તેને સિપ કરવું જોઈએ. ગરમ તાપમાનથી બચવા માટે પિત્ત દોષ વાળાએ સાવધાન રહેવું જોઈએ.  વાત દોષ વાળા લોકો ગરમ અને ઠંડા પાણીથી કાળજી રાખતા નવશેકું પાણી પી શકે છે. તેમની ઠંડી, ડ્રાઈ સ્કીનને હાઈડ્રેડ કરવા માટે, નાડીઓને સાફ કરવા માટે અને અપચાને દૂર કરવા માટે નવશેકા તાપમાન વાળું પાણી પીવાની જરૂરિયાત હોય છે.તો દરેક પ્રકારે, જો તમે તમારું વજન ઘટાડવા કે તેને મેંટેન કરવા માંગતા હોય, તમારા મેટાબોલીજ્મમાં સુધારો કરવા માંગતા હોય, કબજિયાત અને બ્લોટિંગ દૂર કરવા માંગતા હોય અને તમારી સ્કીન સાફ રાખવા માંગતા હોય તો સવારે નવશેકું પાણી પીવું તમારા માટે સૌથી સારી રીત છે. 

આમ તમે અહી આપેલ આ માહિતીને અનુસરીને સવારે પોતાના સ્વાસ્થ્ય અનુસાર ગરમ પાણી પી શકો છો. તેમજ સવારે ગરમ પાણી પીવાથી તમે સરળતાથી પેટની બીમારીઓ દુર કરી શકો છો. આમ નવશેકું ગરમ પાણી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment