વગર ખર્ચે ઉધરસ, શરદી, કફ, ગળામાં દુઃખાવો, ખરાશ અને ઇન્ફેક્શન દૂર કરવાનો ઉપચાર, તમારા ઘરમાં જ મળી આવશે આ વસ્તુ…

મિત્રો તમે જાણતા જ હશો કે આજકાલ શરદી, ઉધરસ તેમજ તાવના વાયરા જોવા મળી રહ્યા છે. જેને કારણે આજકાલ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગેલી છે. આ સમયે જો તમે થોડા ઘરેલું ઉપચાર અપનાવો તો તમને આવા વાયરાથી બચી શકો છો. તેમજ અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો. તો ચાલો જાણીએ એ ઘરેલું ઉપચાર વિશે.

પહેલો ઉપાય : તમારે એલચી, લવિંગ, શકેલું લીંબુ અને તાજ લેવાના છે. આ બધી વસ્તુઓને પહેલા તો ગરમ પાણીમાં પલાળી દો. લીંબુને ગરમ કરવા માટે એક ટુકડાને ધીમા તાપે ત્યાં સુધી રાખો જ્યાં સુધી તે ગરમ ન થઈ જાય. એટલે કે થોડું બળી જવું જોઈએ. આ બધી વસ્તુઓને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. આ ઘરેલું ઉપચાર તમારા ગળાની ખરેડીનો અસરકારક ઈલાજ છે.

બીજો ઉપાય : ગરમ પાણી અને મીઠું ગળાની ખરેડીને દૂર કરવાનો અસરકારક ઉપાય છે. ગરમ પાણીમાં મીઠું નાખીને પીવાથી ગળાનો શેક થાય છે અને તમને જલ્દી રાહત મળે છે. આ સાથે જ ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી પણ આરામ મળે છે. 

ત્રીજો ઉપાય : બેકિંગ સોડાને મીઠાના પાણીમાં મિક્સ કરીને કોગળા કરવાથી ગળાની ખરેડીમાં રાહત મળે છે. આ મિશ્રણથી કોગળા કરવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે. તેમજ તે ખમીર અને કવકના વિકાસને રોકે છે. એક કપ ગરમ પાણી, ¼ ચમચી બેકિંગ સોડા અને 1/8 ચમચી મીઠું મિક્સ કરીને કોગળા કરો. 

ચોથો ઉપાય : ફુદીનો એ શ્વાસ લેવામાં સુધાર કરવા માટે ઓળખાય છે. પેપરમીટ ઓઈલ સ્પ્રે પણ ગળાની ખરેડીથી રાહત અપાવે છે. ફૂદીનામાં મેન્થોલ હોય છે, જે કફને પાતળો કરીને ગળાની ખરેડી અને ઉધરસને દૂર કરે છે. તેમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી વાયરલ ગુણ રહેલા છે.

પાંચમો ઉપાય : મેથીના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. તેના પણ ઘણા રૂપ છે. તમે મેથીના બીજ ખાઈ શકો છો, સામાયિક તેલનો ઉપયોગ કરી શકો છો. મેથીની ચા પણ પીય શકો છો. મેથીની ચા ગળામાં ખરેડી માટે એક પ્રાકૃતિક ઉપચારનું કામ કરે છે. તેમાં દુઃખાવાને દૂર કરવાની, સોજો અથવા જલન પેદા કરતા બેક્ટેરિયાને નષ્ટ કરવાની ક્ષમતા રહેલી છે. 

છઠ્ઠો ઉપાય : ગળાની ખરેડી દૂર કરવામાં મધ  પણ ખુબ જ અસરકારક છે. એક ચમચી મધને નવશેકા ગરમ પાણીમાં નાખીને પીવાથી ફાયદો થાય છે. મધથી દુઃખાવામાં રાહત મળે છે. સાથે જ તે સંક્રમણથી લડવામાં તમારી મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમણે આ ઉપાય ન કરવો જોઈએ. 

આમ તમે શરદી, તાવ અને ઉધરસ માટે ઘરેલું ઉપચાર તરીકે અહીં આપેલ ઉપાયો અજમાવી શકો છો. તેમજ અન્ય સ્વાસ્થ્ય લાભ પણ મેળવી શકો છો. જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment