ગરમ દૂધ સાથે પીવો આ પાવડર, ગેસ, કબજિયાત અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ જશે ગાયબ. કોલેસ્ટ્રોલ અને વાત્ત પણ આવી જશે કંટ્રોલમાં…

મેથીના દાણા અથવા મેથીના બીજ ઉધરસ, અસ્થમા, બ્રોન્કાઈટીસ,  છાતીમાં કફનો ભરાવો, જાડાપણું જેવી અનેક સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે. આયુર્વેદિક નિષ્ણાંતોનું પણ કહેવું છે કે મેથીના દાણા આવી સમસ્યાઓનો અકસીર ઈલાજ છે.

આયુર્વેદિક ડોક્ટરોનું માનવું છે કે ભારતના રસોડામાં વપરાતા મસાલા અનેક સ્વાસ્થ્ય સંબંધી તકલીફોમાં અકસીર ઈલાજ છે, માટે નિષ્ણાતો રોજ તેના સેવનની સલાહ આપે છે. મેથીના દાણા અનેક સમસ્યામાં ઉપયોગી હોવાથી આયુર્વેદ પણ રોજીંદા ભોજનમાં લેવાની સલાહ આપે છે.

આ પોષકતત્વોથી ભરપૂર છે મેથીના દાણા : ખરેખર મેથીના દાણા આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે ડાયાબીટીસથી  માંડીને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. ઉપરાંત ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મેથીમાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, વિટામીન ઈ, સી, કે, બી, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝીંક, ફાઈબર અને પાણી. આમ મેથી અનેક પોષકતત્વોથી ભરપૂર છે.

મેથીના દાણાના સ્વાસ્થ્ય લાભ : 1) પાચનશકિતમાં સુધારો કરે છે : નબળી પાચનશકિત વાળા લોકો માટે મેથીના દાણા ખૂબ ઉપયોગી છે. મેથીના દાણા ભૂખ અને પાચનશકિત વધારે છે. સ્તનપાનમાં પણ મેથીના દાણા ફાયદાકારક છે.

2) ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલમાં : ડાયાબીટીસની સમસ્યા ધરાવતા લોકો માટે મેથીના દાણા વરદાનરૂપ છે, તે કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરની સમસ્યામાં સુધારો કરે છે.

3) સંધિવાની સમસ્યામાં : મેથીના દાણા ત્વચા તેમજ ખરતા વાળની સમસ્યામાં ઉપયોગી છે. આ સિવાય મેથીના દાણા સંધિવા અને બ્લડ લેવલમાં સુધારો લાવવામાં તેમજ બ્લડ ડીટોકસીફીકેશન ફાયદાકારક છે.

4) વાતની સમસ્યામાં : નિષ્ણાંતોની કહેવા મુજબ મેથીના દાણા વાતની સમસ્યા જેવી કે નસોમાં દુખાવો, કબજિયાત, પેટમાં દુખાવો, સ્નાયુઓમાં ખેચાણ, લકવો વગેરે અનેક સમસ્યાઓમાં ઉપયોગી છે.

5) કફની સમસ્યામાં : મેથીના દાણા કફની સમસ્યા જેવી કે ઉધરસ, અસ્થમા, છાતીમાં કફનો ભરાવો, બ્રોન્કાઈટીસ, જાડાપણું જેવી અનેક સમસ્યામાં ઉપયોગી છે.

1) એક થી બે ચમચી મેથીના દાણા લઈ રાત્રે પાણીમાં પલાળી દેવા, સવારે તેને ખાઈ શકો છો અને ચા માં નાખીને પણ પી શકો છો.
2) એક ચમચી મેથીનું ચૂર્ણ દિવસમાં બે વાર જમતા પહેલાં અથવા રાત્રે ગરમ દૂધ સાથે લેવું.

3) મેથીના દાણાનો પાવડર બનાવી તેને દહીં, એલોવેરા જેલ કે પાણી સાથે મેળવી માથામાં લગાવવાથી ખોડો, ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળે છે.
4) મેથીનો પાવડર ગુલાબ જળમાં મેળવી પેસ્ટ બનાવી લગાવવાથી ડાર્ક સર્કલ, કરચલી અને ખીલના ડાઘ વગેરે દૂર કરવામાં ઉપયોગી છે.

મેથીદાણાને ઉપયોગમાં લેતા પહેલાં રાખવાની સાવચેતી : મેથીદાણાની તાસીર ગરમ હોય છે, તેથી તેનો ઉપયોગ પીરીયડસ, રક્તસ્ત્રાવ અને નાક માંથી લોહી નીકળતું હોય ત્યારે કરવો નહી. આયુર્વેદિક ડોકટરના કહેવા મુજબ મેથીના દાણા તેની ગરમ તાસીરના કારણે જ શરીરમાં વાત અને કફને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. હંમેશા ઔષધિ તરીકે મેથીના દાણાનો ઉપયોગ કરતા પહેલાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment