ફક્ત 5 મિનીટમાં જ ઘરે બનાવો શુદ્ધ અને પ્રાકૃતિક એલોવેરા જેલ, જાણો બનાવવાની સરળ રીત. પૈસા ખર્ચવાની જરૂર નહિ પડે…

કુદરતે આપણને હેલ્દી રાખવા માટે વરદાન આપ્યા છે, તેમાથી એક એલોવેરા જેલ પણ છે. જી હા, લગભગ 2 હજાર વર્ષથી બ્યુટી અને હેલ્થ માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જેલમાં જરૂરી વિટામીન્સ હોય છે જેમકે, વિટામિન એ, સી, ઇ, બી12 અને ફોલિક એસિડ જે એન્ટિઓક્સિડેન્ટની જેમ કામ કરીને આપણને હેલ્દી બનાવે છે અને તેમાં રહેલ ઘણા મિનરલ્સ જેમકે કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક આપણાં શરીરમાં ઘણી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ સિવાય આમાં રહેલ ફેટિ એસિડ એન્ટિસેપ્ટિક રીતે પણ કામ કરે છે અને દુખાવાને પણ દૂર કરે છે.

એલોવેરા જેલ તમારી સ્કીન માટે પણ ખુબ જ ઉપયોગી છે. આમાં રહેલ ફાઇબ્રોબ્લાસ્ટ સેલ્સને વધારે છે. જેનાથી શરીરમાં કોલેજન અને ઇલાસ્ટિન ફાઈબર વધી જાય છે. આ ફાઈબર સ્કીનમાં સોફનેસને વધારે છે અને કરચલીને દૂર કરે છે. આમાં રહેલ એમીનો એસિડ થિક ત્વચાને નરમ બનાવે છે. એલોવેરા જેલ ત્વચામાં નમી રાખીને ત્વચાને સુંદર બનાવે છે. જો તમારી ત્વચા સનબર્નના કારણે બળી ગઈ છે તો, એલોવેરા તમારી ત્વચાને ઠીક કરી શકે છે.

એલોવેરા જેલના એટલા ફાયદાઓ છે કે આજે લોકો પોતાને સુંદર અને હેલ્દી રાખવા માટે આનો ઉપયોગ કરે છે. આમ, તો એલોવેરા જેલ બજારમાં ખુબજ સહેલાઇથી મળી રહે છે. પરંતુ ફ્રેશ એલોવેરા જેલનો ઉપયોગ કરવો વધુ સારો રહે છે અને એલોવેરા જેલની કોઈપણ સાઈડ ઇફેક્ટ પણ નથી. તેથી જ, તમે ખુબજ સરળતાથી એલોવેરા જેલને ઘર પર જ બનાવી શકો છો. આવો જાણીએ ઘર પર શુધ્ધ અને ફ્રેશ એલોવેરા જેલ કઈ રીતે બનાવવું તેની રીત વિષે.

એલોવેરા જેલ બનાવવા માટેની સામગ્રી અને રીત : લીંબુનો રસ – ½, એલોવેરા – 1 પાંદડું, ગુલાબજળ – 9 થી 10 ટીપાં.
સૌથી પહેલા એલોવેરાને સારી રીતે પાણીથી ધોઈને, કાંટા વાળા ભાગને દૂર કરી દો. તેની ઉપરના લીલા ભાગને દૂર કરી દો. તમને જેલ જોવા મળશે. હવે આ જેલને છરીની મદદથી કાપી લો અને એક વાસણમાં કાઢી લો. પછી તેને મિકચરમાં પીસીને જેલના રૂપમાં તૈયાર કરી લો. તમારું એલોવેરા જેલ તૈયાર છે. તમે આ જેલને એક અઠવાડીયા સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો.

પરંતુ તમારે આ જેલનો ઉપયોગ સ્કીન માટે કરવો છે, તો તમે તેની અંદર લીંબુના રસને મિક્સ કરી લો. લીંબુ રસ આપણે એટલા માટે મિક્સ કરી છી કારણ કે લીંબુમાં વિટામિન-સી હોય છે, જે તમારા જેલને એક અઠવાડીયા સુધી ખરાબ થવા દેતું નથી. હવે આમાં ગુલાબજળ મિક્સ કરી લો. આમાં ગુલાબજળ એટલા માટે મેળવવામાં આવે છે, કારણ કે જેલને સારી સુગંધ મળી રહે.

સાવધાની : 1) એલોવેરા જેલ બનાવતા સમયે તમારી થોડી સાવધાની રાખવી પડશે.
2) એલોવેરા જેલ નિકાળતી વખતે તમારે તમારા હાથને સારી રીતે સાફ કરવા પડશે, કારણ કે હાથમાં રહેલ ગંદકી જેલને ખરાબ કરી શકે છે.
3) મોટા પાંદડા માથી જ એલોવેરા જેલને નિકાળો. મોટા પાંદડા માથી નિકાળેલું જેલ વધારે અસરકારક હોય છે.

4) કાપેલ પાંદડાને 10 મિનિટ સુધી રહેવા દો. આવું કરવાથી પાંદડામાં રહેલ ઘાટું પીળું પદાર્થ નીકળી જશે, આ ઘાટા પીળા પદાર્થમાં લેટેક્સ હોય છે, જે બોડી માટે નુકશાનકારક હોય છે અને સ્કીનમાં બળતરા થઈ શકે છે.
5) પ્રેગ્નેસી દરમિયાન એલોવેરા જેલનું સેવન ન કરવું જોઇ.

તમે ઘર પર જ શુધ્ધ અને ફ્રેશ એલોવેરા જેલ ખુબજ સરળતાથી બનાવીને હેલ્થ અને ત્વચાથી જોડાયેલ સમસ્યાને દૂર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment