આ 7 લક્ષણો શરીરમાં દેખાત તો તરત જ કરો ઈલાજ, નહિ તો આ ગંભીર રોગથી તૂટી જશે શરીરનું એકેએક અંગ…

મિત્રો જયારે શરીરમાં સાંધાની તકલીફ થાય છે ત્યારે અનેક ગણો દુખાવો થાય છે. આ સમયે તમારે થોડી સાવધાન થવાની જરૂર છે. આથી જ અમુક રોગોનો ઈલાજ ન કરવામાં આવે તો તમને ઘણી પરેશાની થઇ શકે છે.  12 ઓક્ટોબરના રોજ આખી દુનિયામાં વિશ્વ સંધિવા દિવસ એટલે કે, વર્લ્ડ અર્થરાઈટિસ ડે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોમાં સાંધાને અસર કરતી સંધિવા બીમારી વિશે જાગૃતિ લાવવાનો છે. સંધિવા અથવા તો કહીએ અર્થરાઈટિસ એક કે તેથી વધારે સાંધાને અસર કરી શકે છે, જેનાથી દુખાવો કે સોજો થઈ શકે છે. આ સમસ્યાથી આખા વિશ્વમાં અનેક લોકો પીડિત છે.

સીતારામ ભરતિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને હેલી ફેમિલી હોસ્પિટલ નવી દિલ્લીના વરિષ્ઠ હાડકાં રોગ વિશેષજ્ઞ  મુજબ, સંધિવાના 100થી વધારે અલગ-અલગ રૂપ છે, જોકે જૂના ઓસ્ટીયોઅર્થરાઈટિસ અને રુમેટોઈડ સંધિવા સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. તે પ્રતિરક્ષા પ્રણાલીને પણ અસર કરી શકે છે. 

સંધિવાથી થતાં નુક્સાન ક્યાં છે? તેમાં સાંધાની સાથે સાથે માંસપેશીઓ, સંયોજી ઉત્તક, ટેંડન અને રેશેદાર ઉત્તકને નુક્સાન પહોંચાડી શકે છે. તે હાથ, નિતંબ, ઘૂંટણ અને રિઢ સહિત કોઈ પણ સાંધાને નુક્સાન પહોંચાડી શકે છે. ભારતમાં સંધિવાના 180 મિલિયનથી વધારે કેસ છે, જે તેને ડાયાબિટીસ, એડ્સ અને કેન્સર સહિત ઘણી અન્ય બીમારીઓની તુલનાએ વધારે ગંભીર બનાવે છે. આ બીમારી કેટલી વ્યાપક છે, તે છતાં પણ હજુ ઘણા મિથક છે જે લોકોની સમસ્યાને વધારી શકે છે. તેના વિષે સાચી જાણકારી હોવી ખૂબ જરૂરી છે.સંધિવાના લક્ષણ:- સાંધામાં દુખાવો, સાંધામાં લાલાશ, કોમલ, ગરમ અને સોજાયેલા સાંધા, કઠોરતા જે સામાન્ય રીતે સવારે વધારે અનુભવાય છે, તાવ અને ભૂખ ન લાગવી. 

1) સંધિવા માત્ર વૃદ્ધોની બીમારી છે:- સંધિવાની ઘણી જાત છે. જે બાળકો અને યુવા વયસ્કો બંનેને પીડિત કરી શકે છે. આ સ્થિતિ વૃદ્ધ લોકોમાં વધારે જોવા મળે છે. પરંતુ તે, કિશોરોને પણ અસર કરી શકે છે. બાળકોમાં સૌથી વધારે થતાં સંધિવા જેને બાળપણનો સંધિવા કે કિશોર સંધીશોથ પણ કહેવામા આવે છે. આ સાંધાને સ્થાયી રૂપથી નુક્સાન પહોંચાડી શકે છે. 

2) બધાજ સાંધાનો દુખાવો સંધિવા છે:- ટેંડોનાઇટ્સ, બર્સાઇટ્સ અને અન્ય નરમ-ઉત્તક ઘાવ સહિત ઘણી બીમારીઓ, સાંધાના દુખાવાનું કારણ બની શકે છે અને તેમાં સંધિવા જેવો જ દુખાવો થાય છે. માટે જ કોઇ પણ પ્રકારનો દુખાવો થાય ત્યારે તેની સરખી રીતે ઓળખ કરવી મહત્વપૂર્ણ છે. 

3) સાંધાનો દુખાવો આપમેળે જ મટી જાય છે:- સંધિવાની જલ્દી ઓળખ કરવાથી અને ઉપચાર કરવાથી માત્ર તમારા સાંધાને જ નથી બચાવી શકાતા પરંતુ તમારા મહત્વપૂર્ણ અંગોને થતાં નુક્સાન પણ અટકાવી શકાય છે. અમુક પ્રકાર, જેમકે, રુમેટોઈડ સંધિવા, હ્રદય, રક્તવાહિકાઓ, મસ્તિષ્ક, ત્વચા, આંખો અને ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે. તમારે  જેટલી જલ્દી થઈ શકે સંધિવાના પ્રકારની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા ઉપચારો ઉપલબ્ધ છે, અને ઉપચારનો સરખો કોર્સ શરૂ કરવાથી તમને દીર્ઘકાલીન અસરથી બચવામાં પણ મદદ મળી શકે છે.4) સંધિવામાં એકસરસાઈઝ ન કરવી જોઈએ:- વ્યાયામ તાકાત, ગતિની સીમા અને લચીલપનને વધારતા બેચેની અને સોજો મટાડવામાં મદદ કરે છે. નિષ્ક્રિયતા લક્ષણોને બદતર બનાવી શકે છે, જેનાથી દુખાવો અને સોજો વધી શકે છે. કોઈ પણ વ્યાયામ કરતાં પહેલા એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તમારી સીમાઓ કેટલી છે. જેનાથી તમારા લક્ષણો વધારે ખરાબ થતાં અટકી શકે અને તમને વધારે દુખાવો કે સોજા ન થાય. 

5) હાથ-પગ વિકૃત રહેશે:- વિકૃતિઓ સંધિવાનું કારણ હોય શકે છે. જોકે, શરૂઆતની ઓળખ અને ઉપચારથી તેનાથી બચી શકાય છે. સંધિવાના મોટા ભાગના રોગીઓ સરખા ઉપચારથી સ્વસ્થ જીવન જીવે છે. માટે શરૂઆતમાં જ સંધિવાના પ્રકારની સરખી ઓળખ કરીને તેના સરખા ઉપચારથી તમે પણ સ્વસ્થ જીવન જીવી શકો છો. 6) ગરમ કરતાં પેડ સાંધાના દુખાવામાં રાહત અપાવી શકે છે:- બરફની સાથે સાથે ગરમીથી પણ સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. સરખી રીતે લગાડવાથી ગરમી સાંધા અને માંસપેશીઓમાં દુખાવો અને જકડન મટાડી શકે છે. ઠંડુ પેડ શેક માટે ઉપયોગમાં લેવાથી દુખાવો અને સાંધાનો સોજો મટાડવામાં મદદ મળી શકે છે. જ્યારે કોઈ સાંધો દુખાવો કરી રહયો હોય તો, લોકોએ વ્યાયામ કરતાં પહેલા તેનો ગરમ શેક કરવો જોઈએ. તેનાથી વધારે ઠંડો શેક પણ દુખાવાને મટાડી શકે છે અને જો સાંધામાં દુખાવા સાથે બળતરા પણ થતી હોય તો તેનાથી રાહત મળી શકે છે. આમ ઠંડા કે ગરમ શેકથી પણ તમે સાંધાના દુખાવા અને સોજાથી રાહત મેળવી શકો છો. 

સંધિવાના લક્ષણ મટાડવાના ઉપાયો:- ડોક્ટરે જણાવ્યુ કે, ચિકિત્સામાં પ્રગતિ છતાં પણ સંધિવા વિશે હજુ ઘણું શીખવાનું બાકી છે. રોગ પ્રક્રિયાને વિકસિત થવા અને આપણા જીવનને અસર કરતાં અટકાવવા માટે આપણે અમુક સરળ સાવચેતીઓ રાખવી જોઈએ. સંધિવા સાથે ઘણા નિયંત્રણીય અને ગેર-પરિવર્તનીય જોખમો પણ જવાબદાર હોય છે. આપણે એ વાતથી જાણીતું રહેવું જોઈએ કે, વ્યાયામ અને પૌષ્ટિક, સંતુલિત આહાર સહિત જીવનશૈલીને જાળવી રાખવાથી આપણે અમુક પ્રકારના સંધિવાના જોખમને ટાળી શકીએ છીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment