ટોઈલેટ સીટ પર જામેલા પીળા દાગ ફક્ત 2 મિનીટમાં થશે ગાયબ, લગાવી દો આ 1 વસ્તુ… ગંદામાં ગંદુ ટોઈલેટ થઈ જશે ચોખ્ખું ને સાફ…

આપણે ઘરની સ્વચ્છતા તો હંમેશા રાખીએ છીએ પરંતુ ટોયલેટની સ્વચ્છતા રાખવી પણ અતિ જરૂરી છે, કારણ કે જો સ્વચ્છતા ન રાખવામાં આવે તો મોટાભાગની બીમારી અહીંયાથી જ ઘરમાં પ્રવેશી શકે છે. આપણને ટોયલેટ અને બાથરૂમ માંથી જ સૌથી વધારે વાયરસ અને ઈન્ફેક્શન લાગે છે, તેથી આની સાફ-સફાઈ રાખવી અત્યંત જરૂરી છે. પરંતુ મોટાભાગે એવું થાય છે કે ટોઇલેટ સીટ પર યુરિનમાં પીળા નિશાન એવી રીતે પડી જાય છે કે ગમે તેટલું સાફ કરવા છતાં તે જતા નથી. એસિડ, ફિનાઈલ, હાર્પિક જેવા દરેક ક્લીનરનો ઉપયોગ કર્યાં બાદ પણ આ નિશાન જતાં નથી. એવામાં આજે અમે તમને જણાવીશું કેટલીક ખાસ ટિપ્સ જેનાથી તમે ટોઇલેટ સીટ પર પડેલા ગંદા નિશાનને સરળતાથી સાફ કરી શકશો.

1) સરકો:- રસોડામાં ઉપયોગ થતો સરકો માત્ર ખાવાનો સ્વાદ નથી વધારતો પરંતુ બેસ્ટ ક્લીનીંગ એજન્ટના રૂપે પણ કામ કરે છે. આનો ઉપયોગ તમે ટોઇલેટ સીટ પર ડાઘ કાઢવા માટે કરી શકો છો. તેના માટે સરકા ને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને સીધો ટોયલેટમાં સીટ પર ગંદા અને હઠીલા ડાઘ પર છાંટી દો અને એક બે કલાક માટે આમ જ રહેવા દો ત્યારબાદ નોર્મલ ક્લીનરથી તમારા ટોયલેટની સીટ ને સાફ કરી દો.2) નાના બ્રશનો ઉપયોગ:- સામાન્ય રીતે લોકો ટોઇલેટ સાફ કરવા માટે મોટા બ્રશનો ઉપયોગ કરે છે. જેનાથી મોટા મોટા ડાઘ તો નીકળી જાય છે પરંતુ નાના અને જિદ્દી ડાઘ નથી નીકળતા. તેના માટે તમે ટોઇલેટ સીટ ને સાફ કરવા માટે જૂના ટૂથબ્રશ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી આવા ડાઘ સરળતાથી સાફ થઈ જાય છે.

3) સોડા:- જી,હા સોડા પણ એક શ્રેષ્ઠ ક્લીનીંગ એજન્ટ છે. તેના માટે સોડામાં થોડું પાણી મેળવીને તેની પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર બાદ ટોઇલેટ સીટ પર પડેલા જિદ્દી ડાઘ પર લગાવીને એકથી બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેને બ્રશની મદદથી સાફ કરી લો અને તમે જોશો કે ટોયલેટ ની સીટ એકદમ ચમકી જશે.4) બોરેક્સ પાવડર અને લીંબુનો રસ:- જો તમને ટોયલેટ સીટ પર પાણીના સખત ડાઘ, પેશાબના ડાઘ, કાટના ડાઘા પડ્યા હોય તો તમે તેને બોરેક્સ અને લીંબુના રસનો ઉપયોગ કરીને સાફ કરી શકો છો. તેના માટે એક ભાગ લીંબુનો રસ નો અને તેમાં બે ભાગ બોરેક્સ પાવડર મેળવીને પેસ્ટ બનાવી લો. ટોયલેટ ના કોઈપણ ડાઘ પર આ પેસ્ટ લગાવો અને તેને લગભગ બે કલાક સુધી આમ જ રહેવા દો. ત્યારબાદ તેને સાફ કરી લો.

5) જંતુનાશક કરવાનું ભૂલશો નહીં:- તમે અઠવાડિયામાં એક કે બે વાર ટોયલેટ ની સફાઈ કરતા હશો,  પરંતુ તેને જંતુનાશક કરવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. તેના માટે તમે એક સારા જંતુનાશક નો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઈચ્છો તો અઠવાડિયામાં એકવાર ટોયલેટને ડેટોલથી પણ સાફ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment