મહિલાઓને સમયસર પિરિયડ્સ આવતા ન હોય, તો થઈ શકે છે આવી ગંભીર બિમારીનું છે જોખમ…. જાણો કંઈ છે એ જીવલેણ બીમારી… 

મહિલાઓ માટે માસિક ધર્મ એ એક એવું ચક્ર છે જેમાં કોઈ અવરોધ આવી જાય તો મહિલાઓએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માસિક ધર્મની સમસ્યાઓમાં માસિક વહેલું આવવું, અથવા તો મોડું આવવાથી અનેક બીમારી થઈ શકે છે. કારણ કે જો શરીરમાંથી બગાડ બહાર નથી નીકળતો તો શરીર અનેક બીમારીઓનું ઘર બની જાય છે. આથી સમયસર તેનો ઈલાજ કરાવવો ખુબ જ જરૂર છે. 

એક નવી રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, જે મહિલાઓના માસિક ધર્મ લાંબા અને અનિયમિત હોય છે, તેમનામાં લીવર સંબંધિત એક સમસ્યા વિકસિત થઈ જાય છે. એવી કંઈ બીમારી છે જે પિરિયડ્સ અનિયમિત થવા પર થઈ શકે છે, તેના વિશે આર્ટિકલમાં જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પિરિયડ્સ એક સામાન્ય પ્રાકૃતિક જૈવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 12 વર્ષની ઉંમરથી દીકરીઓને પિરિયડ્સ આવવાના શરૂ થઈ જાય છે, જે લગભગ 45-55 વર્ષ સુધી મોનોપોઝ આવે ત્યાં સુધી ચાલુ રહે છે. દરેક મહિલાનું પિરિયડ ચક્ર અલગ હોય છે અને તે શરીર પર નિર્ભર કરે છે. સામાન્ય પિરિયડ સાઈકલ 2 થી 8 દિવસ સુધી ચાલી શકે છે પરંતુ, મોટાભાગની મહિલાઓને પિરિયડ્સ 4 દિવસ સુધી રહે છે. 

પિરિયડ્સ અથવા માસિક ધર્મ દરમિયાન મહિલાઓમાં ઘણા હોર્મોનલ અને શારીરિક બદલાવ જોવા મળે છે. ઘણી વખત પિરિયડ્સથી જોડાયેલા લક્ષણો સામાન્ય સમજીને તેને નજરઅંદાજ કરવામાં આવતા હોય છે. પરંતુ ઘણી વખત આ લક્ષણો નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે. હાલમાં જ થયેલી એક રિસર્ચ મુજબ, પિરિયડ્સનું અનિયમિત હોવું એ લિવરથી જોડાયેલી બીમારીઓના જોખમને વધારી શકે છે. આથી માસિક અનિયમિત થાય તો તેનો યોગ્ય સમયે ઈલાજ કરવો જરૂરી છે. 

40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ પર થયેલી સ્ટડી : હાલમાં જ થયેલી એક રિસર્ચ મુજબ, અનિયમિત પિરિયડ્સ લિવર સંબંધી રોગોનું જોખમ વધારી શકે છે. યુ.એસ. ઓફિસ ઓન વુમન હેલ્થના મત મુજબ, જો પિરિયડ્સ 24 થી 38 દિવસમાં આવતા હોય તો પણ તે નિયમિત ગણવામાં આવે છે. 

40 વર્ષથી ઓછી ઉંમરની 72,092 મહિલાઓ પર થયેલી સ્ટડી મુજબ, જે મહિલાઓમાં લાંબા કે અનિયમિત પિરિયડ્સની સમસ્યા જોવામાં આવી રહી હતી, તેમાં 26 થી 30 દિવસ સુધીના સામાન્ય પિરિયડ્સ વાળી મહિલાઓની અપેક્ષાએ નોન-આલ્કોહોલિક ફૈટી લિવર ડિસીઝ વિકસિત થવાની સંભાવના 49 ટકા વધારે હતી. આથી અનિયમિત માસિક લિવરની સમસ્યાને વધારે છે.

કાંગબુક સૈમસંગ હોસ્પિટલ અને સિઓલ, દક્ષિણ કોરિયામાં સુંગક્યુંકવાન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના એમડી સેઉન્ઘો રયૂએ કહ્યું કે, અમારી સ્ટડી જણાવે છે કે, લાંબા અથવા અનિયમિત પિરિયડ સાઈકલ નોન-આલ્કોહોલિક ફૈટી લિવર ડિસીઝના જોખમનો વિકાસ કરી શકે છે. 

હાર્મોન બેલેન્સ બગાડવાથી લિવર પર અસર : ઑક્સફર્ડ વિશ્વવિધ્યાલયના ડાયેટિશિયન અને ઓવીસીટી રિસર્ચર ડો. દિમિત્રિયોસ કૌટૌકીડિસે જણાવ્યું કે, આ સ્ટડી એ જોવા માટે કરવામાં આવી હતી કે, શું હોર્મોન્સથી લિવર પર કોઈ અસર પડે છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે, યૌન સંબંધિત હાર્મોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટોરોનનું અસામન્ય સ્તર નોન-આલ્કોહોલિક ફૈટી લિવરના રોગોના જોખમને વધારી શકે છે. ડો. કૌટૌકીડિસે આગળ કહ્યું કે, ફૈટી લિવરથી જોડાયેલી બીમારીઓને રોકવા માટે અનિયમિત અથવા અસામાન્ય રૂપથી લાંબા પિરિયડ સાઈકલ વાળી મહિલાઓ માટે કોઈ સ્ટિક ઉપાય નથી. પરંતુ છતાં પણ લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરીને લિવર સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડી શકાય છે. તે માટે તમારું વજન ન વધવા દેવું, વધારે ડ્રિંક ન કરવું અને ધૂમ્રપાન ન કરવું જોઈએ. 

ડોક્ટરના કહ્યા મુજબ અસામાન્ય રૂપથી લાંબા પિરિયડ સાઈકલ વાળી મહિલાઓમાં લાઇફસ્ટાઇલ બદલવાથી નોન-આલ્કોહોલિક ફૈટી લિવરના રોગોની સાથે કાર્ડિઓમેટાબોલિક રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment