માથાના દુખાવાથી બે જ મિનીટમાં મળશે રાહત, ઘરે જ બનાવી લગાવી દો આ એક તેલ… તણાવ, અનિંદ્રાની સમસ્યા દુર કરી મનને કરી દેશે એકદમ શાંત…

આપણી રસોઈમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણને દરરોજ નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ બની શકે છે. જેમ કે આપણને જ્યારે માથાનો દુખાવો થાય ત્યારે નીલગીરી અને જાયફળ જેવી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ખરેખર તો માથાના દુખાવામાં જાયફળ અને નીલગીરીથી બનાવેલ તેલ માથાના સ્નાયુઓને શાંત કરે છે અને આપણા દિમાગને તણાવમુક્ત બનાવે છે. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે. અને વ્યક્તિ અલગ અનુભવ કરે છે.

તેવી જ રીતે આ તેલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે, સોજા અને દુખાવાને શાંત કરે છે. તથા માથાના દુખાવાથી નિજાત અપાવે છે. તે સિવાય માથાના દુખાવામાં નીલગીરી અને જાયફળથી બનાવેલ તેલ ઘણી બધી રીતે ફાયદાકારક છે. તો ચાલો પહેલા જાણીએ આ તેલ બનાવવાની રીત…

નીલગીરી અને જાયફળનું તેલ કેવી રીતે બનાવવું : નીલગીરી અને જાયફળનું તેલ બનાવવા માટે સૌપ્રથમ નીલગીરીના અમુક પાન લો અને ત્યારબાદ તેમાં જાયફળને વાટીને રાખો. હવે એક વાટકી લો અને તેમાં 100 ગ્રામ નારિયેળનું તેલ અથવા જૈતુનનું તેલ નાખો. ત્યારબાદ વાટેલા નીલગીરી પાન અને જાયફળને તેલમાં નાખો અને તેને બરાબર ઉકાળો

હવે ઉપરથી ત્રણ લવિંગ નાખો અને તેલને ફરીથી ઉકાળો. હવે જ્યારે તેલમાં સુગંધી આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. તેલને ઠંડુ થવા દો અને પછી તેને માથા ઉપર લગાવો. હળવા હાથથી મસાજ કરો અને તમે જોશો કે તમારો માથાનો દુખાવો ઓછો થવા લાગશે. તો ચાલો જાણીએ નીલગીરી અને જાયફળનું તેલ લગાવવાના ફાયદા…

1 ) માથાના સ્નાયુઓને આરામ માટે : નીલગીરી અને જાયફળનું તેલ માથાના સ્નાયુઓને આરામ પહોંચાડે છે અને માથાના દુખાવામાં આરામ આપે છે. તે તણાવના કારણે માથામાં થઈ રહેલ ખેંચાણને ઓછું કરે છે. અને બેચેની ઓછી કરે છે. જાયફળમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. ત્યાં જ નીલગીરીના પાનમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. જે એન્ટિઓક્સિડન્ટની જેમ કામ કરે છે. અને માથાના દુખાવાને ઓછો કરે છે. આ રીતે આ તેલ માથાના દુખાવાને દૂર કરવા માટે મદદરૂપ છે.

2 ) અનિદ્રાની સમસ્યામાં : ઊંઘ આપણા દિમાગ માટે એક ટોનિકની જેમ કામ કરે છે અને એ જ કારણે આપણું દિમાગ શાંત થઈ જાય છે. પરંતુ ઊંઘ ન આવે ત્યારે માથા સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બને છે અને ઊંઘ સાથે જોડાયેલી સમસ્યાઓને વધારે છે. તેવામાં જાયફળ ઊંઘ વધારો આપવા માટે ખુબ જ પ્રભાવી રીતે કામ કરે છે. તે તણાવમુક્ત પ્રભાવની મદદથી ઊંઘ વધારે છે. તેની સાથે જ નીલગીરી આંખોથી જોડાયેલી નસમાં શાંતિ લાવે છે. જેના કારણે તમે તારો અનુભવ કરો છો અને તમને ઊંઘ આવે છે. તથા સારી ઊંઘ માથાના દુખાવાને દૂર કરે છે.

3 ) તણાવ : તણાવ દુર કરવામાં નીલગીરી અને જાયફળનું તેલ ખુબ જ ફાયદાકારક છે. આ તેલથી માથામાં માલિશ કરવાથી તેમાં ઠંડું થઈ જાય છે. અને થોડા સમયમાં જ તમે ખૂબ જ સારો અનુભવ કરો છો આ રીતે દિવસભરનો થાક અને તણાવને ઓછો કરે છે. તથા માથાના દુખાવાને ઓછો કરે છે. તો સુતા પહેલા બે ચમચી તેલથી તમારા માથાની માલિશ કરો.

4 ) મનને શાંત કરવા : નીલગીરીની પ્રકૃતિ ઠંડી છે અને જ્યારે તમે તેને તમારા માથામાં લગાવો છો, ત્યારે તમારા માથામાં ચાલી રહેલ હલચલને શાંત કરે છે. જેનાથી તમારું મન શાંત થઈ જાય છે. તેની સાથે જ તમારા આંખોની એ જ મોમેન્ટમાં પણ ઊણપ લાવે છે. જે ઘણી વખત તણાવના કારણે વધી જાય છે અને ઊંઘ ન આવવાના કારણે માથાના દુખાવાનું કારણ ઊભું થાય છે. એવામાં આ તેલ હ્રદય અને દિમાગને આરામ આપે છે અને તમને સારો અનુભવ કરાવે છે.

આ રીતે તમે આ તમામ કાયદા માટે આ તેલનો ઉપયોગ કરી શકો છો, તેની સાથે જ ઘૂંટણના દુખાવા અને સ્નાયુના દુખાવાને દુર કરવા માટે પણ આ તેલ ખુબ જ મદદરૂપ છે. તો જો તમે નીલગીરી અને જાયફળનું તેલ ક્યારે ઉપયોગમાં લીધેલ નથી તો તમારે તેને પોતાના ઘરે બનાવવું જોઇએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment