દરરોજ એક ગ્લાસ આનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડી, પેટ અને મૂડ બંને કરી દેશે ઠીક, મીરાં રાજપુર પણ પીવે છે આ સસ્તું ડ્રીંક…

હાલમાં મીરાં કપૂર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ખુબ જ ચર્ચિત થઈ રહી છે. અને આજકાલ વધુ પ્રમાણમાં પોતાના વર્કઆઉટ અને ફિટનેસને લઈને અનેક વિડીયો શેર કરતી રહે છે. આ રીતે તે લાખો લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. 2 બાળકોની માતા બનેલી મીરાં ફિટનેસને લઈને લોકો માટે એક પ્રેરણા બની ગઈ છે. 

વર્કઆઉટ સિવાય મીરાં ઘણી વખત ખાવાપીવાની વસ્તુઓ પણ શેર કરે છે. હાલમાં જ તેણે ગળો, મુલેઠી, અને ગુલકંદનો ઉલ્લેખ કર્યો હતો. હાલ તેણે પોતાના હેલ્દી ડ્રીંક વિશે જાણકારી આપી છે. આ ડ્રીંક પણ મીરાંની ફિટનેસનું સિક્રેટ ડ્રીંક છે અને અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવશું.

મીરાં કપૂરને પસંદ છે પેઠાનો રસ : વાસ્તવમાં શાહિદની પત્ની મીરાંએ પોતાના instagram પણ પેઠાના જ્યુસની ફોટો શેર કરી છે. જે સ્વસ્થ અને પ્રાકૃતિક લાગે છે. અજાણ્યા લોકો માટે પેઠાનું જ્યુસ એક ડીટોક્સ ડ્રીંક છે, જે દુધીના જ્યુસ સાથે બનાવવામાં આવે છે. જેને સફેદ દુધી પણ કહેવાય છે. તેની સબ્જી સ્વાદમાં તો ખુબ જ લાજવાબ હોય છે, સાથે તેને ખાવાથી સ્વાસ્થ્ય લાભો પણ મળે છે. 

ડોક્ટર અનુસાર પેઠામાં કેલરી ઓછા પ્રમાણમાં અને ફાઈબર ભરપુર હોય છે.  જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આમ તમે અન્ય ફાલતુ વસ્તુનું સેવન નથી કરતા. આથી પેઠાના સેવનથી તમને વજન ઓછું કરવમાં મદદ મળે છે. 

હાઈડ્રેડેટ : પેઠાનું જ્યુસ પોટેશિયમનો ભંડાર છે. જે એક મુત્રવર્ધકના રૂપમાં કામ કરે છે. તેની માત્રાથી શરીરમાં પાણીની કમી નથી થતી. સવારના સમયે એક ગ્લાસ પેઠાનું જ્યુસ પીવાથી તમને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે.

ટોકસીન્સ : નિષ્ણાતનું માનવું છે કે, દરરોજ સવારે એક ગ્લાસ તાજું પેઠાનું જ્યુસ પીવાથી શરીરને ડીટોક્સ થવામાં મદદ મળે છે. સાથે જ તેનાથી આપણું ડાઈજેશન સારું રહે છે અને મેટાબોલીઝ્મ પણ બુસ્ટ થાય છે. આમ તેના સેવનથી એસીડીટી અને ગુસ્સાથી બચાવ થઈ શકે છે. 

પોષક તત્વો : પ્રોટીનથી ભરપુર દુધીમાં તમામ પ્રકારના પોષક તત્વો રહેલા છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને જીંકની માત્રા રહેલી છે. આ પોષક તત્વો શરીરની આવશ્યકતાને પૂરી કરે છે, અને બીમારીઓ સામે રક્ષણ કરે છે. 

કોલેસ્ટ્રોલ : પેઠા હેલ્દી કોલેસ્ટ્રોલને બુસ્ટ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે.  આ સિવાય તમને જાણકારી માટે જણાવી દઈએ કે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયને લગતી બીમારીઓનો ખતરો વધારવા માટે જવાબદાર હોય છે. તેવામાં પેઠા હૃદયના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે.

કેવી રીતે બનાવવું પેઠાનું જ્યુસ : સૌથી પહેલા પેઠાની છાલ કાઢી નાખો. તેના નાના નાના ટુકડા કરી લો. વચ્ચેના ભાગમાં જે બીજ હોય છે, તેને કાઢવાનું ભૂલશો નહિ. તેને મિક્ચરમાં અથવા તો કોઈ પણ રીતે પીસી નાખો. હવે એક સાફ કપડાની મદદથી તેને ગળી નાખો. પછી તેને એક ગ્લાસમાં લો અને ખાલી પેટ તેનું સેવન કરો. 

આમ તમે પેઠાનું જ્યુસનું સેવન કરીને પોતાની વધારાની ચરબીને ઓછી કરી શકો છો. તેમજ તેનાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભો પણ મળે છે. આથી તેનું સેવન તમને અનેક બીમારી સામે પણ રક્ષણ આપે છે. તેમાં મળતા પોષક તત્વો તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment