આ 5 સંકેતો બતાવે છે ફેફસામાં ગંભીર બીમારીનું કારણ, ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા…

મિત્રો આપણા શરીરમાં ફેફસા એ ખુબ જ જરૂરી અવયવ છે. તેના વગર આપણે શ્વાસ નથી લઇ શકતા. જો તમારા ફેફસામાં કોઈ બીમારી લાગુ પડી જાય તો તેના અમુક લક્ષણો તમને દેખાય છે. આ લક્ષણોને સામાન્ય માનીને અવગણના કરવામાં આવે તો તે આગળ જતા ખતરનાક બની શકે છે. 

માણસને કોઈપણ બીમારી જ્યાં સુધી સંપૂર્ણ રીતે હેરાન નથી કરતી ત્યાં સુધી માણસ તેનાથી શીખ નથી લેતો. એટલે કે કોઈપણ બીમારી જ્યાં સુધી માણસને અંદરથી ખાલી નથી કરતી ત્યાં સુધી તે તેને અવગણે છે. આથી સમય રહેતા તેને ઓળખી લેવામાં આવે તો મોટી આફતથી બચી શકાય છે. આજે અમે તમને ફેફસાની બીમારી થાય તો તમારા શરીરમાં કેવા લક્ષણ દેખાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

1) છાતીમાં દુખાવો થવો : ફેફસાની બીમારીમાં તમને એક મહિના સુધી અથવા તો તેનાથી વધુ સમય માટે છાતીમાં દુખાવાની તકલીફ રહે છે. આ એક મોટો સંકેત છે. આ સિવાય જો તમને શ્વાસ લેતી વખતે ઉધરસ આવે છાતીમાં દુખાવો થતો હોય તો આ લક્ષણને ક્યારેય પણ અવગણવો નહી. તેમજ તરત જ કોઈ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

2) કફ આવવો : શું તમે જાણો છો કે છાતીમાં કફ ઇન્ફેકશન અને જલનથી બચવા માટે એરવેજ દ્વારા પ્રોડ્યુસ થાય છે. જો કોઈ માણસની છાતીમાં એક મહિનો અથવા તેનાથી વધુ સમય માટે કફની સમસ્યા રહે છે તો આ કોઈ બીમારી તરફ ઈશારો કરે છે. આથી તેને અવગણતા તેનો ઉપચાર કરવો જોઈએ. 

3) અચાનક વજન ઓછો થવો : જો તમારા શરીરમાં કોઈપણ પ્રકારની ડાયેટ કર્યા સિવાય અથવા તો કોઈ વર્કઆઉટ વગર અચાનક તમારો વજન ઘટવા લાગે છે તો આ કોઈ સામાન્ય વાત નથી. વાસ્તવમાં તે તમારા શરીરમાં થતા ટ્યુમર તરફનો સંકેત હોઈ શકે છે. આથી અચાનક તમારું વજન ઘટે તો તેની પાછળનું કારણ જરૂર જાણો.

4) શ્વાસ લેવામાં બદલાવ થવો : જો તમને શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ફેફસાની બીમારીનો સંકેત હોઈ શકે છે. વાસ્તવમાં ફેફસામાં ટ્યુમર અથવા તો કાર્સીનોમાં ના કારણે ફેફસામાં બનેલ ફ્લુડ એર પેસેજને બ્લોક કરી દે છે. આ કારણે માણસને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થાય છે. આથી તમને જો શ્વાસ લેવામાં પરેશાની થઇ રહી છે તો તેને સામાન્ય ન માનતા તેનો ઈલાજ કરાવવો ખુબ  જરૂરી છે. 

5) સતત ઉધરસ અથવા તો ઉધરસમાં લોહી આવવું : સતત આઠ અઠવાડિયા સુધી ઉધરસ અથવા તો ઉધરસમાં લોહી આવે તો માણસના ખરાબ રેસ્પીરેટરી સીસ્ટમને પ્રભાવિત કરે છે. આવું થવા પર તમારે તરત જ કોઈ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ. તેમજ સમય રહેતા તેનો ઈલાજ કરાવવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment