ગમે તેવી જૂની કબજિયાત થઈ જશે જડમૂળથી ગાયબ, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપચાર… પેટ, આંતરડા અને પાચનને લગતી તમામ સમસ્યા થઈ જશે દુર…

આજના સમયમાં કબજિયાતની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળતી હોય છે. જયારે કબજિયાત એ અનેક રોગોનું કારણ બની શકે છે. આથી કબજિયાતને જડમૂળથી દુર કરવું ખુબ જ જરૂરી છે. તેના માટે તમે જેઠીમધનો ઉપયોગ કરી શકો છો. 

મૂલેઠી એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે ઘણી રીતે શરીર માટે ફાયદાકારક છે. મૂલેઠીમાં ઘણા એવા ગુણ છે જે શરદી-ઉધરસથી લઈને પેટની પણ બધી સમસ્યાઓ દૂર કરે છે. આનો ઉપયોગ કરીને પહેલાના સમયમાં ઘણા રોગોને દૂર કરવામાં આવતા હતા. લોકો તેનો ત્વચાની સુંદરતા વધારવા માટે ઉપયોગ કરતાં હતા, તો કેટલાક લોકો તેના ઉપયોગથી શરીરનો સોજો ઘટાડતા હતા. બદલાતી ઋતુમાં તે અસ્થમા અને શ્વાસથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ છે. પરંતુ આજે આપણે વાત કરીશું કબજિયાત માટે મૂલેઠીના ઉપયોગની. વાસ્તવમાં પહેલાના સમયમાં મૂલેઠી કબજિયાત માટેનો એક રામબાણ ઈલાજ છે. તો આવો જાણીએ કબજિયાત માટે તેનો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

મૂલેઠી વાળી ચા : મુલેઠી કબજિયાતને દુર કરવામાં ઉપયોગી થઈ શકે છે. જો તમને વારંવાર અમુક દિવસે કબજિયાતની સમસ્યા થતી હોય તો તમારે દરરોજ સવારે મૂલેઠી વાળી ચા પીવી જોઈએ. વાસ્તવમાં મૂલેઠી વાળી ચા પીવાથી તમારું મેટાબોલીઝ્મ સારું રહે છે અને તમે જે ખાઓ તે સારી રીતે પચી જાય છે. આ સિવાય તે પેટની સાથે આંતરડાની પણ સફાઈ કરે છે. આ સિવાય જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેમની માટે તે ખુબ જ ફાયદાકારક છે. ફૂડ પોઈઝનિંગ અને અપચાથી બચાવમાં પણ તે મદદ કરી શકે છે. 

બોવેલ મુવમેંટને સરખી કરે છે મૂલેઠી પાવડર : મૂલેઠી પાવડર બોવેલ મોવમેંટને સરખી કરવામાં મદદગાર છે. જ્યારે તમને કબજિયાત થાય તો તમે તેને રાત્રે ગરમ પાણી સાથે લઈ શકો છો. આ માટે તમે મૂલેઠીના મૂળને વાટીને તેનો પાવડર બનાવીને ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં કબજિયાતની બીમારી એવા લોકોને વધારે હોય છે જેઓના શરીરમાં ફાઇબરની ઉણપ જોવા મળતી હોય અથવા જેઓ ઓછું પાણી પીતા હોય. આથી તમારે મુલેઠીનું સેવન રાત્રે કરવું જોઈએ. જેથી સવારે તમારું પેટ સાફ આવી જાય.   

મૂલેઠી અને ગોળ લેવો : તમે મુલઠીનો ઉપયોગ ગોળ સાથે પણ કર શકો છો. મૂલેઠીના મૂળને વાટી લો અને તેમાં ગોળ મિક્સ કરીને નવશેકા પાણી સાથે લો. તે પાચનક્રિયા અને આંતરડાના કામમાં ઝડપ લાવે છે. તે પેટની પરતને શાંત કરીને સંતુલન જાળવી રાખે છે. એક પ્રકૃતિક એંટાસીડ હોવાને કારણે તે પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઘટાડે છે જે છાતીમાં બળતરાના કારણ ગૈસ્ટ્રાઈટિસને ઘટાડે છે. 

સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે લેવી મૂલેઠી : જો તમે સવારે ખાલી ગરમ પાણીની સાથે તેનું સેવન કરો છો તેનાથી કબજિયાત રહેતું નથી. સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે મૂલેઠી લેવાના ઘણા ફાયદા છે. તે પાચન વધારે છે અને કબજિયાતમાં રાહત અપાવે છે. તેમાં સક્રિય યૌગિક ગ્લાઇસિરાઇઝીન હોય છે જે કબજિયાત, પેટની મુશ્કેલી, અપચા, એસિડિટી અને પેટની અન્ય બીમારીઓને દૂર કરવાં માટે જાણીતી છે.

છાશમાં મિક્સ કરીને લેવી મૂલેઠી : છાશ સાથે પણ તમે તેનું સેવન કરી શકો છો. પેટની બીમારીઓ જેવી કે સોજો, અપચો, એસિડિટી, કબજિયાત બધામાં છાશનું સેવન ફાયદાકારક છે. સાથે જ તેના એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ શરીરમાં સોજાની સમસ્યા દૂર કરે છે. એવી જ રીતે તે પેટના સોજા ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા ગુણો શરીરમાં થતાં ફ્રી રેડિકલ્સના અસરને પણ ઘટાડે છે. 

તેની એક ખાસ વાત એ છે કે, તેમાં રહેલા ગુણો શરીરના હાર્મોનલ અસંતુલનને ઠીક કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment